Credit: pexels.com

મદદ

Amit Patel
ગોરસ
Published in
3 min readJun 14, 2017

--

૧૯૮૮ની આ વાત છે.

મેરી એન્ડરસન નામની એક મહિલા અમેરિકાના મિયામી એરપોર્ટ પર નોર્વે જવાની ફ્લાઈટની ચેક-ઇન માટેની લાઈનમાં ઊભી હતી. એનાં લગ્નને થોડા દિવસ જ થયા હતા. લગ્ન પછી એનો પતિ નોર્વેમાં આવેલી પોતાની ઑફિસે કામ પર હાજર થઈ ગયો હતો. મેરી એને મળવા જ નોર્વે જઈ રહી હતી.

ચેક-ઇન માટેની લાઈન ધીમે-ધીમે આગળ વધી રહી હતી. જ્યારે મેરીનો વારો આવ્યો ત્યારે એણે પોતાનો સામાન વજન કરવા માટે મૂક્યો. કાઉન્ટર પર બેઠેલા ક્લાર્કે વજન
નોંધીને કહ્યું, ‘માફ કરજો મેમ! તમારા સામાનનું વજન નિયત લિમિટથી વધારે છે. તમે
જો આ બંને સૂટકેસ લઈ જવા માંગતા હો તો ૧૦૩ ડૉલર (આશરે ૬૬૦૦ રૂપિયા)ની
વધારાની ફી ૧૪રવી પડશે.’

મેરીને ફાળ પડી. એની પાસે એટલા પૈસા તો હતા નહીં. એનો પતિ તો પહેલાથી જ
નોર્વે પહોંચી ગયો હતો. ઉપરાંત મિયામીમાં એનું કોઈ સગુંવહાલું પણ નહોતું. મેરી ગભરાઈ ગઈ. એને અત્યંત લાચારી અને નિઃસહાયતાનો અનુભવ થવા લાગ્યો. નોર્વેમાં
નવી જિંદગી શરૂ કરવા માટે જરૂરી ઘણી બધી ચીજ વસ્તુઓ એ બંને સૂટકેસમાં ભરેલી હતી. વધારાની ફી જો એ ન ચૂકવી શકે તો નોર્વે પહોંચીને ખાસ્સી તકલીફ પડે એમ હતું. હવે શું થાય? કોઈ રસ્તો ન સૂઝતા એની આંખોમાંથી આંસુ ટપકી પડ્યાં.

‘‘આઈવિલ પે ફૉર હર! — હું એ મેડમના પૈસા ચૂકવી દઈશ!’’ મેરીની પાછળથી
એક માણસનો અવાજ આવ્યો. મેરીએ નવાઈ સાથે પાછળ જોયું. એની બરાબર પાછળ એક ઊંચો, પાતળો અને શ્યામરંગી માણસ ત્યાં ઊભો હતો. મેરીએ યાદ કરવાનો પ્રયત્ન કરી જોયો, પરંતુ એને એ પહેલાં એણે ક્યાંય જોયો હોય એવું એને યાદ ન આવ્યું. ખાખી પેન્ટ, સફેદ શર્ટ અને કથ્થાઈ રંગના બૂટ પહેરેલા અ માણસનો ચહેરો સાવ અજાણ્યો જ હતો. અ સજ્જને કોઈપણ જાતનો ઉપકારભાવ દર્શાવ્યા વગર જ મેરી માટે ૧૦૩ ડૉલર ૧૪રી દીધા.

પોતે હવે પોતાની બંને સૂટકેસ નોર્વે લઈ જઈ શકશે એ વિચારથી મેરી અત્યંત રાજી થઈ ગઈ. એણે વારંવાર પેલા માણસનો આ૧૪ાર માન્યો. પછી એણે વિનંતી કરી કે, ‘‘પ્લીઝ સર! જો તમે તમારું નામ અને સરનામું એક કાગળમાં લખી આપવાની મહેરબાની કરશો તો હું ઘરે જઈને તરત જ તમારા ૧૦૩ ડૉલર મોકલી આપીશ.’’

પેલા માણસે પોતાનું નામ અને સરનામું એક ચિઠ્ઠીમાં લખીને મેરીને આપ્યું. એ વખતે જ મેરીના પ્લેનનું બૉર્ડિંગ શરૂ થઈ ગયું. હવે અ માણસ સાથે વધારે વાત કરવાનો સમય નહોતો એટલે ઝડપથી એ ચિઠ્ઠી પોતાના પર્સમાં મૂકી, એનો ફરી એકવાર આભાર માની, એના તરફ હાથ હલાવીને મેરી પોતાના બૉર્ડિંગ ગેટ તરફ આગળ વધી.

એ માણસે પણ હાથ હલાવીને મેરીને ગુડબાય કહ્યું.

પ્લેનમાં પોતાની સીટ પર બેસીને મેરીએ પેલાના નામ અને સરનામાંવાળી ચિઠ્ઠી કાઢી. એણે ધ્યાનથી એ નામ બે-ત્રણ વખત વાંચ્યું. નામ હતું. ‘‘બરાક ઓબામા!’’

૨૦ વર્ષ પછી મેરીએ ઓબામા માટે મતદાન કર્યું. એમના પ્રચાર ફંડ માટે ૧૦૦ ડૉલરનું દાન પણ કર્યું. પેલા ૧૦૩ ડૉલર તો એણે નોર્વે પહોંચ્યાના બીજા જ દિવસે મોકલી આપ્યા હતા. ૨૦૦૬માં મેરીનાં માતા-પિતાએ પોતાની પુત્રીને મદદ કરવા બદલ પ્રેસિડેન્ટ બરાક ઓબામાને પત્ર લખ્યો હતો. એના જવાબરૂપેે ચોથી મે, ૨૦૦૬ના રોજ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ આપેલો જવાબ હતો, ‘‘તમારા સુંદર પત્ર બદલ આભાર! મિયામી એરપોર્ટ પર એ વખતે શું બન્યું હતું એ યાદ કરાવવા બદલ પણ આભાર. મને ખુશી થાય છે કે હું એ વખતે તમારી પુત્રીને મદદ કરી શક્યો. તમારી દીકરી નોર્વેમાં સુખી છે એ વાતથી પણ મને ખૂબ આનંદ થાય છે. એને મારી શુભેચ્છાઓ પાઠવશો.’’

— એ જ લિ. બરાક ઓબામા, યુનાઈટેડ સ્ટેટ્‌સ સેનેટર.’’

જે માણસો જીવનમાં ખૂબ આગળ વધ્યા હોય છે એ એમ જ આગળ નીકળી નથી ગયા
હોતા. નાનાં નાનાં સારા કાર્યોની કેડી કંડારતાં એ લોકો પોતાની અંતિમ મંઝિલ સુધી પહોંચતા હોય છે. પોતાના કર્યો દ્વારા જ એ માણસો લોકોમાં વસી જતા હોય છે.

સાભાર — કેડીઓ કલરવની, લે. ડા. આઈ. કે. વીજળીવાળા
આભાર — નિહારીકા રવિયા

--

--

Amit Patel
ગોરસ

A freelance Ruby on Rails developer. Passionate about web technologies and following best practices.