credit: inc.com

મા તુજે સલામ

Amit Patel
ગોરસ
Published in
2 min readJun 13, 2017

--

ઈન્ગ્લેન્ડના મધ્યમ પરિવારમાં જન્મેલો એક છોકરો ભ​ણવામાં અત્યંત નબળો હતો. ૧૩ વર્ષ સુધી વારંવાર નાપાસ થતો રહ્યો કારણ કે ડીસ્લેક્સિઆ (તારે ઝમી પે મા ઈશાનને જે રોગ હતો તે)નો પેશન્ટ હતો. પરંતુ તેની મા પોતાના દીકરાના અભ્યાસ કરતા પણ તેના સર્વાંગી વિકાસમાં ખૂબ ધ્યાન આપતી. પોતાનો આ છોકરો નિર્ણય જાતે લે એ માટે એને તૈયાર કરતી.

આ છોકરાની શાળાથી ૩ કી.મી. દૂર ક્રોસિંગ પર એને એકલો મૂકી દેતી અને એની જાતે શાળા શોધવાનું કહેતી. ડીસ્લેક્સિઆના દર્દીને એકલો મૂકવાથી કેવા ગંભીર પરિણામ આવે તે એ જાણતી જ હશે પણ એને તો પોતાના દીકરાને દુનિયાની સામે ઊભો રાખવો હતો. પેલો મહામહેનતે સ્કૂલ સુધી પહોંચી શકતો. ક્યારેક રસ્તે પણ અટકી જતો. આમ છતાં એ એને એકલો જ મૂકતી.

૧૩ વર્ષની ઉંમર પછી એને એક બોર્ડીંગ સ્કૂલમાં બેસાડવામાં આવ્યો. પણ તેના પરફોર્મન્સના કારણે એને ૧૬માં વર્ષે સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો, એની માં હિંમત આપવા સાથે હતી. આ છોકરાને બિઝનેસ શરૂ કરવો હતો તો પોતાની બધી જ અંગત બચત આ માં એ ૧૬ વર્ષના દીકરાના હાથમાં મૂકી દીધી. છોકરાએ ‘‘સ્ટુડન્ટ’’ નામનું મેગેઝીન શરૂ કર્યું. પરંતુ વાંચનાર કોઈ નહોતું એટલે ગાંઠનું ગોપી ચંદન ખર્ચીને એની
૫૦૦૦૦ કોપી મફતમાં વહેંચી.

દીકરાની દરેક નિષ્ફળતા વખતે માં તેની સાથે રહી ડીસ્લેક્સિક દીકરાને સધિયારો આપતી રહી. આ દીકરાએ પોતાની માના સપના સાકાર કર્યા અને એક ડીસ્લેક્સિક બાળક શું કરી શકે તેનો દુનિયાને પરિચય કરાવ્યો.

આ છોકરો એટલે વર્જીન ગ્રુપની ૪૦૦ કંપનીઓનો માલિક અને ૨૮૦૦૦ કરોડથી વધુ સંપત્તિ ધરાવતો ઈંગ્લેન્ડનો ચોથા નંબરનો ધનકુબેર રીચાર્ડ બ્રાન્સન. ‘‘એક માતા ૧૦૦ સારા શિક્ષકની ગરજ સારે છે.’’ આ કહેવત કંઈ એમ જ નહટ્ઠ પડી હોય. ઇવ બ્રાન્સન જેવી કેટલીએ માતાઓએ આ કહેવતને ચરિતાર્થ કરી છે.

ઉપાધ્યાય કરતા આચાર્ય દસ ગણા, આચાર્ય કરતા પિતા સો ગણા અને પિતા કરતા
માતા હજાર ગણી ગૌરવથી અધિક છે. અર્થાત્‌ માતા સર્વાધિક સન્માનિત અને શિક્ષાર્દાા છે.

સાભારઃ સંકલ્પનું સુકાન, લે. શૈલેષ સગપરિયા
આભાર — નિહારીકા રવિયા

--

--

Amit Patel
ગોરસ

A freelance Ruby on Rails developer. Passionate about web technologies and following best practices.