સર્જનાત્મકતા , પ્રોબ્લેમ સોલવિંગ જેવી સ્કિલ્સ માટે ‘કલ્પના’ એ પાયાની જરૂરિયાત છે.
આવનારા સમયમાં સ્ટેપ બાય સ્ટેપ , રિપિટેડ રીતે તૈયાર થતા બધા કાર્યો તો રોબોટ કરી લેશે,
નવા સંશોધન — ઇનોવેશન કરવા માટે, સર્જનાત્મક રીતે વિચારવા માટે કલ્પના શક્તિ એ પહેલું પગથિયું છે.
નાસાના વૈજ્ઞાનિક જણાવે છે કે આપણી શૈક્ષણિક વ્યવસ્થાના કારણે બાળકોની મૌલિક રીતે વિચારવાની શક્તિ 4 થી 5 વર્ષની વય સુધી માં જ નષ્ટ થઇ જાય છે. (રેફરન્સ — NASA scientists say we’re born geniuses and the education system dumbs us down! )
આપણી પ્રાથમિક શાળાઓ માં બાળકની કલ્પના શક્તિ ખીલવા માટે કોઈ જગ્યાઓ નથી. આપણે બાળકોને ફક્ત માહિતીકીય અને ક્લોઝડ એન્ડેડ પ્રશ્નો પૂછીએ છીએ, આપણે બાળકને પ્રોબ્લમ જાતે સોલ્વ કરવાના અને અનેક જાતની શક્યતાઓ વાળા ઓપન એન્ડેડ જવાબો વિચારવાની સૌથી ઓછી તકો આપીએ છીએ. …
Article on Project Based Learning by Dr. Mahendra Chotalia
વધારે પ્રસ્તાવના નથી બાંધવી, થોડી વાતો સીધે સીધી વહેંચવાનું મન છે.
પહેલા એક બે લોક ડાઉન સુધી તો સ્કૂલોએ રેન્ડમ વર્કશીટ અને વિડીયો ના વોટ્સ એપ પાર ખડકલા કરીને ચલાવ્યું પણ હવે બધા મુંઝવણ માં મુકાયા છે.
મોટા ભાગની પ્રાઇવેટ સ્કૂલો ઓનલાઇન કલાસ લેવાના રસ્તાઓ વિચારી રહી છે , આ વાત માં બાળકો નું શિક્ષણ ન રોકાય અને બાળકો સતત શીખતાં રહે એ હેતુ તો હશે જ પણ એ સિવાય ભણાવે નહિ તો ફીસ કોણ આપશે એવી છુપી ગણતરી પણ હશે એવી મારી માન્યતા છે.
કેટલીક સંસ્થાઓ જે ગામડા આમ રેમીડીયલ શિક્ષણનું કામ કરી રહી છે એ લોકો પણ પોતાના બાળકો સુધી કેવી રીતે પહોંચી શકે એ વિચારી રહ્યા…
(મહેન્દ્ર સર સાથે ફોન પર થએલી વાતચીત ઉપરથી)
શિક્ષકે પોતાનું કંડિશનિંગ તોડવાનું હોય એમાં બે રીત હોઈ શકે
1. રિફ્લેક્શન
2. એક્શન
એક્શનની રીત એવી હોય કે ,
આ બધું વાહિયાત લાગે પણ વાહિયાત નથી. આ તમને શક્તિ આપે છે. …
છેલ્લા બે વર્ષ થી સંવેદનશીલતા અને સંવેદનશીલતાની કેળવણી વિષે ના વિચારો વિવિધ લોકો દ્વારા , પુસ્તકો દ્વારા મારા મનમાં ઘુંટાયા કરે છે. ખાસ કરીને તનુજ સર અને મહેન્દ્ર સર સાથે જે ચર્ચા થઈ એ અહીં મુકવાનો પ્રયત્ન કરું છું.
23/6/2019 — રવિવાર — સ્વજન ઓફિસ
તનુજ સર અને બીજા શિક્ષકો સાથે ચર્ચાનું આયોજન હતું. ચર્ચાના અંતમાં મારા મનમાં એક વાત અટકી ગઈ.
“આપણે આપણી બિલીફ માંથી એક્ટ નથી કરવાનું, કંડિશનિંગ માંથી નિર્ણયો નથી લેવાના”
તો પછી નિર્ણયો લેવાના કઈ રીતે ? જો આપણી પાસે નોલેજ જ ન હોય તો કેવી રીતે કામ થાય ? …
અમારી શાળા CBSE બોર્ડ સાથે જોડાયાલી છે. બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે અમારી શાળા માંથી પણ શિક્ષકોને પેપર ચેક કરવા માટે તથા સુપરવિઝન માટે બોલાવવા માં આવ્યા. અમારો સટાફ ઓછો છે એક સાથે બે ત્રણ શિક્ષકોને જવું પડે તો તકલીફ થઈ આવે. પણ CBSE ના નિયમ પ્રમાણે જવું તો પડે જ. એક શિક્ષકને પેપર ચેક કરવા જવાનું થયું અને સાથે સુપરવીઝનની જવાબદારી પણ આવી, બંને સાથે ન થઈ શકે એટલે સુપર વિઝન કરવા માટે મારે જવાનું થયું.
પહેલા તો હું ખુબ ખુશ થયો કે ચાલો કંઈક નવું જોવા જાણવા મળશે. ભુજની જ એક નામાંકિત શાળામાં જવાનું હતું. સ્કૂલમાં પ્રવેશતા જ જેલ જેવું વાતાવરણ વર્તાયું. ઉંચા ઉંચા કોટ, ઉપર કાંટાળી વાડ, મોટા મોટા ગેટ, સી.સી. …
અત્યારે શાળાઓમાં ‘વાચન આભિયાન’ ચાલી રહ્યું છે. તે અંતર્ગત ધો. 3 થી 8 ના વિદ્યાર્થીઓને આપ મૌખિક ભાષા વ્યવહાર પ્રવૃત્તિ- સંપુટની પ્રવૃતિઓ કરાવતા હશો. વાચન અભિયાનનો હેતુ અને આ મૌખિક પ્રવૃતિઓને વર્ગખંડમાં કેવી રીતે કરવાની છે તેનું સંપૂર્ણ માર્ગદર્શન તા. 9 સપ્ટેમ્બર, 2019 ના રોજ ટેલીકોન્ફરન્સ ના માધ્યમથી ડૉ. મહેન્દ્રભાઈ ચોટલિયાએ આપેલું હતું. પ્રસ્તુત લેખમાં આ ટેલીકોન્ફરન્સના જ સંપાદિત અંશો આપવામાં આવેલા છે. જે આપને આ પ્રવૃતિઓના ક્રિયાન્વયનમાં ખુબ ઉપયોગી રહશે.
ઉમંગ અને રોમાંચ એ સાતમા અને આઠમા ધોરણ માટે ચિલ્ડ્રન યુનિવર્સીટી દ્વારા તૈયાર કરવામાં આવેલ બોનસ ચોપડી / સપ્લિમેન્ટ્રી રીડર છે. આ પુસ્તકો મહેન્દ્ર ચોટલીયા સર ના માર્ગદર્શન હેઠળ બનાવામાં આવ્યા છે જેમાં મુખ્યત્વે ભાષા કૌશલ્યો , સર્જનાત્મકતા અને સંવેદનશીલતા ઉપર કામ કરી શકાય એવી પ્રવૃતિઓ સમાવામાં આવી છે.
ઉમંગ અને રોમાંચ કોઈ વિષય ની ચોપડી નથી , આ ચોપડી માં મુખ્ય વિષય બાળકો જ છે. બાળકો ના ભાવ, બાળકોની જીજ્ઞાશા અને જાત જાત ના વિષયોની ભાષા…આ ચોપડી માંથી વિજ્ઞાન , સમાજવિદ્યા, ગુજરાતી બધું જ ભણાવી શકાય છે. કારણકે આ ચોપડી માં વિષયો ના વાડા પાડવાની જગ્યાએ આખે આખા જીવનના અમુક અંશો મુક્યા છે જેમાંથી આપણે વિવિધ વિષયો તરફ વાત દોરી લઇ જઈ શકીએ છીએ. …
થોડા મહિના પહેલા મહેન્દ્ર સર ને ફોન કર્યો હતો. અમે વાત કરતા હતા કે હું અહીં સ્કૂલ માં વિવિધ વિષયો ભણાવતા શિક્ષકો સાથે સપોર્ટ કરવામાં માટે ક્લાસમાં જાવ છું, કોઈક શિક્ષક સાથે સારું ટ્યુનીંગ થાય તો કોઈક વિષય માં સરસ મજાની પ્રવૃતિઓ પણ થાય. પણ ટૂંકમાં કોર્સ અને સિલેબસ ની દોડ માં કોઈ એક વિષયમાં ઊંડાણ માં ઉતરી સતત અનુભવ લક્ષી શિક્ષણ તરફ કામ કરવું મારા માટે અઘરું થઈ પડતું હતું.
મેં સર ને પૂછ્યું કે કોઈ એવો પ્રોગ્રામ શરૂ કરી શકીએ કે જેમાં પ્રવૃત્તિ દ્વારા , અનુભવો દ્વારા આપતા શિક્ષણનો એક ડેમો થાય જે સતત ચાલુ હોય , વિષયો થી- સિલેબસ થી પરે હોય, જેમાંથી શિક્ષકો ને પોતાના વિષય માં કંઈક નવું કરવા માટે આઈડિયા મળી રહે. …
મારે ત્રીજા ધોરણમાં તૃતીય ભાષા તરીકે ગુજરાતી ભણાવવાનું નક્કી થયું ત્યારે હું ખુબ ખુશ થયેલો , કારણકે ગુજરાતી આપણો પ્રિય વિષય. ધરમપુર જેવા આદિવાસી વિસ્તારની નિવાસી શાળા માં પહેલા- બીજા ધોરણના બાળકો સાથે ‘આનુષંગિક વાંચન’ ના પ્રયોગો કર્યા હતા એટલે એવું વિચારીને શરૂઆત કરી કે ત્રીજા ધોરણના બાળકો સાથે પણ આ પ્રકારે કરી જોવું છે. આ ઉપરાંત સંરચનાવાદી અભિગમ દ્વારા ભાષા શીખવવા માટે નાટકો, વાર્તાઓ, ગીતો, પંચેન્દ્રિય પ્રવૃતિઓ, ઓડિયો- વિડીયોનો સહારો લેવો એમ નક્કી કર્યું હતું.
આમ શરૂ થઈ અમારી અનોખી યાત્રા। …
સૌથી પહેલા તો બાળકો સાથે મિત્ર જેવો સંબંધ બનાવની કોશિશ ચાલી , એવું વાતાવરણ બનાવ્યું જ્યાં બાળકો ભૂલ કરતા ડરે નહિ , બધી વાતો શિક્ષક સાથે વહેંચે અને શીખવાની અનોખી યાત્રા માં ખુશી ખુશી જોડાય. …
About