આપનું પેટીએમ ખાતું હવે જલ્દી જ વધુ ફાયદા સાથે. 

ભારતીય રિસરવ બેંકના નિર્દેશાનુસાર આપના પેટીએમ ખાતાને જલ્દી જ પેટીએમ પેમેન્ટ બેંકના વોલેટ ખાતામાં બદલી દેવામાં આવશે.

One97 Communications પ્રાઇવેટ લિમિટેડ, રિસરવ બેંકથી મંજૂરી મળતા પોતાના વોલેટ વ્યવસાયને નવ નિગમિત પેટીએમ પેમેન્ટ બેંક (PPBL) ને હસ્તાંતરિત કરી દેશે/ કરવા માટે પ્રતિબદ્ધ છે. અત્યાર સુધી આપનું paytm ખાતું One97 communications limited દ્વારા જારી કરવામાં આવ્યું હતું. હવેથી paytm ખાતું એક નવી ભારતીય મૂળની કંપની પેટીએમ પેમેન્ટ બેંક દ્વારા જારી થશે.

પેટીએમ પેમેન્ટ બેંક (PPBL) માં પેટીએમ ના સંસ્થાપક વિજય શેખર શર્માની 51% ભાગીદારી છે તથા બાકી 49% One97 Communications લિમિટેડ પાસે છે. આ ભાગીદારી બીબામાં આ પ્રત્યક્ષ રૂપે જાહેર છે કે પેટીએમ પેમેન્ટ બેંક સાચા અર્થમાં ભારતીયો દ્વારા, ભારતીયો માટે બનાવવામાં આવેલ એક ભારતીય કંપની છે.

આના માટે ના તો આપે કઈ કરવાનું છે અને ના તો આપના પેટીએમમાં કોઈ બદલાવ આવશે. આપનું એકાઉન્ટ જેવું છે તેવું જ રહેશે. આપનું બેલેન્સ કે લોગિન કંઈ પણ નઈ બદલાય. હવે જલ્દી જ આ નવી કંપની paytm પેમેન્ટ બેંક આપને નવી સુવિધાઓ જેમ કે બચત ખાતું, ચેકબુક, ડેબિટકાર્ડ પણ આપી શકશે. સાથે જ આપના બચત ખાતામાં રાખેલ જમા રાશિ પર બેંકની જેમ વ્યાજ પણ મળશે.

તો આપણા પરિવારજનો તથા જાણકારો ને જલ્દી જ પેટીએમ app ડાઉનલોડ કરી, તેમનું પેટીએમ એકાઉન્ટ ખોલાવો.

“આપના પેટીએમ ખાતા, પેટીએમ બેંક તથા તેની સાથે જોડાયેલું મહત્વનું તથ્ય 
 વર્તમાનમાં પેટીએમ વોલેટ ખાતાથી કોઈ પણ બેન્ક ખાતામાં આપની જમા રાશિ ટ્રાન્સફર કરવા પર કોઈ શુલ્ક નથી લાગતું. 31 જાન્યુઆરી 2017 સુધી યથાસ્થિતિ બની રહેશે. 31 જાન્યુઆરી 2017 સુધી આપ આપની જમા રાશિ 0% શુલ્ક પર કોઈ પણ ખાતામાં લઇ જઈ શકશો.
 31 જાન્યુઆરી 2017 બાદ પણ, પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડ ( PPBL) ના શરુ થયા બાદ જયારે પણ આપ ઈચ્છો ત્યારે આપણ પોતાના પેટીએમ વોલેટ ખાતામાં જમા રાશિને પેટીએમ વોલેટ ખાતામાંથી પેટીએમ બેંક ખાતામાં વિના કોઈ શુલ્ક ટ્રાન્સફર કરી શકો છો.
 અમે સમજીએ છીએ કે આ વિષે આપના મનમાં ઘણી બધી ધારણાઓ, પ્રશ્નો તથા શંકાઓ હોઈ શકે છે. આ બધી બાબતોને સંબોધિત કરવા માટે અમે આ વિષે અવારનવાર પુછાનારા પ્રશ્નો નો ઉત્તર આપવાનો પ્રયાસ કર્યો છે.”

અવારનવાર પુછાનારા પ્રશ્નો

પ્ર: મારા વર્તમાન પેટીએમ વોલેટ નું ભવિષ્ય શું છે? / મારા વર્તમાન પેટીએમ વોલેટનું શું થશે? / મારા વર્તમાન પેટીએમ વોલેટ ખાતાનું શું થશે?
 
ઉ: આપનું પેટીએમ વોલેટ ખાતું પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડ ( PPBL ) માં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. આ ટ્રાન્સફર પ્રક્રિયામાં આપના ખાતાની ચુકવણી સીમા પ્રભાવિત નાઈ થાય. ઉદાહરણ રૂપે: પેટીએમ વોલેટ નું કેવાયસી ( KYC ) ખાતું પેટીએમ પેમેન્ટ બેંકમાં પણ ( KYC ) જ રહેશે.

“વોલેટ માં મારી જમા રાશિ શું હશે? / મારા પેટીએમ વોલેટમાં જમા રાશિનું શું થશે?
 ઉ: આપના પેટીએમ વોલેટમાં જમા રાશિ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અમે આશ્વાસન આપીએ છીએ કે કોઈ પણ પરિસ્થિતિમાં પણ આપની જમા રાશિને નુકશાન નઈ થાય. પેટીએમ વોલેટ ખાતામાંથી પેટીએમ બેંક ખાતામાં ટ્રાન્સફર આપની સ્પષ્ટ અનુમતિ તેમજ સહમતિ બાદ જ થશે. આ બાબતે બે વાતો ધ્યાન માં રાખવાની છે.
 ( i ) જો આપના પેટીએમ વોલેટ ખાતું પાછલા 6 મહિનામાં ક્યારેય પણ વપરાયું હોય તો આપનું વોલેટ ખાતું, બેંક ખાતામાં સ્વત: જ પરિવર્તિત થઇ જશે. જો આપ આવું ના ઈચ્છો તો કૃપયા અમને care@paytm.com પર એક ઈમેલ મોકલો અથવા અમારી વેબસાઈટ કે પેટીએમ એપ ના માધ્યમથી સંપર્ક કરો.
 ( i i ) જો આપના પેટીએમ વોલેટનું ખાતું પાછલા 6 મહિનાથી ક્યારેય પણ ના વપરાયું હોય તેમજ તેમાં કોઈ રાશિ જમા ના હોય તો તેને આપના અનુરોધ વિના બેંક ખાતામાં પરિવર્તિત નાઈ કરવામાં આવે. જો આપ એમ ઈચ્છો છો તો કૃપયા અમને care@paytm.com પર એક ઈમેલ મોકલો અથવા અમારી વેબસાઈટ અથવા પેટીએમ એપ ના માધ્યમ થી સંપર્ક કરો.”

પ્ર: તો શું હું સમજુ કે પેટીએમ પેમેન્ટ બેંકમાં મારુ કહતું આપમેળે ખુલી જશે? / શું પેટીએમ પેમેન્ટ બેંકમાં મારુ ખાતું સ્વતઃ ખુલી જશે?
 ઉ: ના! આ ફક્ત કંપનીના સ્વામિત્વના કાગળરૂપે એક નવી (ભારતીય) કંપનીના હસ્તાંતરણ માત્ર છે! બેંક શરુ થયા પછી આપની પાસે અલગથી બેંકમાં ખાતું ખોલાવવાનો વિકલ્પ હશે.”

પ્ર: શું હું પેટીએમ પેમેન્ટ બેંક વોલેટ ખાતાથી કોઈ અન્ય બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકીશ?
 ઉ: હા! આપ પેટીએમ પેમેન્ટ બેંક વોલેટ થી કોઈ પણ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકશો

પ્ર: શું પેટીએમ પેમેન્ટ બેંક શરુ થયા બાદ પેટીએમ વોલેટ વાપરવા માટે પેટીએમ પેમેન્ટ બેંકમાં ખાતું હોવું જરૂરી છે?
 ઉ: ના! પેટીએમ પેમેન્ટ બેંક શરુ થયા બાદ પણ આપ વિના બેંક માં ખાતું ખોલે, પહેલાની જેમ પેટીએમ વોલેટ વાપરવાનું ચાલુ રાખી શકો છો.

પ્ર: જો હું આમ સંમિલિત થવા ના ઈચ્છું તો? / જો મને આ સ્વીકાર્ય ના હોય તો?
 ઉ: જો આપ પેટીએમ પેમેન્ટ બેંક ના સ્વામિત્વમાં પેટીએમ વોલેટ વાપરવા ના માંગતા હોવ તો કૃપયા અમને care@paytm.com પર એક ઈમેલ મોકલો અથવા Paytm.com/care પર લોગિન કરીને અમને સૂચિત કરો. જો આપના વોલેટમાં કોઈ જમા રાશિ હોય તો આપ તેને એક વાર માં કોઈ પણ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો. આવું કરવા માટે આપની ઈમેલમાં ખાતા સંબંધિત જાણકારી જેમકે : ખાતાધારક નું નામ, ખાતા સંખ્યા, બેંકનું નામ, શાખા, IFSC કોડ વગેરે જરૂર જણાવો.

પ્ર: શું પેટીએમ વોલેટ ખાતું બંધ કરતા સમયે બકાયા જમા રાશિને બેંકમાં ટ્રાન્સફર કરવા પર કોઈ શુલ્ક લાગશે?
 ઉ: ના! પેટીએમ વોલેટ ખાતું બંધ કરતા સમયે બકાયા જમા રાશિને બેંકમાં ટ્રાન્સફર કરવા પર કોઈ શુલ્ક નહિ લાગે

ધન્યવાદ ! પેટીએમ કરો !

One clap, two clap, three clap, forty?

By clapping more or less, you can signal to us which stories really stand out.