Bhargav Vyas
Aug 27, 2017 · 1 min read

એક સાંજ…

દિવસ ટૂંકો અને પડછાયો લાંબો થાય એ સાંજ

આંખો માં લાલાશ આપે એ સાંજ

કરચલીઓ અનુભવ જણાવે એ સાંજ

મેઘધનુષ્ય નો છેલ્લો રંગ એ સાંજ

મન ભરીને સમય આપે એ સાંજ

ક્યારેક ભીની માટીની સુગંધ એ સાંજ

મિત્રો નો સંગાથ આપે એ સાંજ

અને

આજકાલ ક્યાંક ભુલાયેલી લાગે એ સાંજ

)
    Bhargav Vyas

    Written by

    #ThisiswhatIam