અમૂલ્ય ક્ષણો.... અંતર આત્મા સાથે
શું તમે જાણો છો કે તમે કોણ છો?
શું તમને ક્યારેક એવું લાગે છે કે તમે બે અલગ અલગ જીંદગી જીવો છો?
શા માટે તમે વારંવાર નિર્ણય બદલતા રહો છો?
કદાચ... તમને આવા પ્રશ્નો નાં ઉકેલો ગોતવાનાં ચોક્કસ પ્રયાસ કરતા હશો.
ટીના અને મીના બંને સ્ત્રીઓ એ સાથે મળીને નવો ધંધો શરૂ કરવાનું વિચાર્યું. આ બંને સ્ત્રીઓ બાળપણથી જ ખૂબ જ સારી બહેનપણીઓ છે. એટલે કે બંને એકબીજાનો સ્વભાવ, વિચાર તેમજ રહેણીકરણી બધું જ જાણતાં હતાં. હવે ભાગીદારી કરવાનું નક્કી તો કર્યું પરંતુ ટીના નું મન તેને વારંવાર અટકાવતુ હતું કે બહેનપણી સાથે ભાગીદારી કરવી યોગ્ય નથી. તમારી અંતર આત્મા તમને કહે પણ છે કે આ ભાગીદારી માં બે માંથી કોઈને પણ લાભ નહીં થાય પરંતુ ચોક્કસ મનદુઃખ કે અવગણના ના લીધે સંબંધ બગડશે. પણ એ ક્ષણે ટીના એ તેની અંતર આત્મા ના અવાજ ની વિરુદ્ધ જઈ ફક્ત રૂપિયા - પૈસા ની પાછળ ભાગીદારી માં આગળ વધે છે. ટીના નું મન તેની આત્મા ને કહે છે કે તને તો હંમેશા ઉલ્ટા નું શક કરવાની જ આદત છે. સાચ્ચે માં એવું કશું જ બનશે નહીં. સમયાંતરે ભાગીદારી નિષ્ફળ ગયી. ટીના ની આત્મા એ જે ભવિષ્ય ભાખ્યું હતું તે જ થયું....
આપણે ઘણી વખત કહીએ છીએ કે "આ તો મને ખબર જ હતી કે આવું જ થશે. પણ મેં જ ધ્યાન ન આપ્યું." તમે તમારા અહિત વિશે પહેલેથી જ જાણો છો છતાં તમે કશું જ તમારા હિત માટે ના કરો, એ કેવી વિચિત્ર વાત કહેવાય ને? માટે જ તમારી અંતર આત્મા ના અવાજ ને સાંભળો તેમજ તે પ્રમાણે અનુકરણ કરો. તમે જો સ્વયં સાથે શાંત ચિત્તે બેસીને સાંભળશો તો તમને લાગશે કે તમારા અંતરમાંથી એક સાદ ઊઠી રહ્યો છે. જે નિરંતર તમારે શું કરવું અને શું ના કરવું તેની પ્રેરણા આપે છે.
ઘણી વખત આપણે ગુસ્સા, ઉતાવળ કે આવેશમાં આવી નિર્ણય લઈએ છીએ અને અંતે મોટા નુકશાન નો સામનો સહન કરવો પડે છે. આમ કેમ..... ક્યારેક વિચાર્યું છે??? ત્યારે તમારે હકીકતમાં શું કરવું જોઈએ તે ભૂલી જ જઈએ છીએ એટલે કે તમે તમારા આત્મા ના અવાજ ની અવગણના કરો છો.
તો પછી શું કરવું જોઈએ???....... એમ જ ને....
એકદમ સરળ ઉપાય!
જ્યારે પણ કોઈ મહત્વ નો નિર્ણય લેવાનો હોય ત્યારે ગુસ્સા માં કે આવેશમાં ન લેતાં, બે-પાંચ મિનિટ થોભો અને વિચારો પછી તમને જે યોગ્ય લાગે તે કરો. મને ખાત્રી છે કે શાંત તેમજ ઠરેલ આત્મા થી લીધેલ નિર્ણય થી તમે સારા, સુખ-શાંતિ મય તેમજ હિતકારક જ રસ્તા પર આગળ વધશો. તમે ગમે ત્યાં હોવ પણ પ્રભુ તમને સાદ કરી ને ચેતાવણી આપે જ છે. હવે તે આપણો નિર્ણય છે કે જાતે પગે ચાલીને ખાડામાં પડી ને દુઃખી થવું છે કે પગલાં પાછાં વાળી પથ બદલી ને સુખી થવું છે.
અનંત પ્રેમ
મેઘના ગાંધી 😊
ઈનર પાવર એક્ક્ષ્પર્ટ & લાઈફ મેન્ટોર
