નિરાશાવાદી કે આશાવાદી… સ્વયં ની પસંદગી
તમે જીવનમાં શું પ્રતિકાર કરો છો?
તમે તમારી જાતમાં કેટલી સમસ્યાઓ ઉઠાવી રહ્યા છો?
તમે શા માટે હંમેશાં નાખુશ અને હંમેશા ગુસ્સે, ટીકા અને સ્વ વિષે નિર્ણય લેતા હો?
જે લોકો તમને તમારી સમસ્યાઓ અથવા તમારી પીડા અથવા તમારા હ્રદયભંગ વિશે ભૂલી જવાનું કહે છે તે તમારા માટે અત્યંત મુશ્કેલ કાર્ય છે. હકીકતમાં તમે એવું કંઈ ભૂલી જ શકતા નથી કે જેના થકી તમારા જીવનમાં કાયમી માટે બદલાવ આવ્યો હોય. “હું તેમને માફ કરું છું” એ શબ્દો કહેવા માટે સખત છે કારણ કે તે સમયે, આપણે તે લોકોની સામે સંવેદનશીલ હોઈએ છીએ.
તે લોકો તમારી સાથે કેવું વર્તન કરે છે તે તેમના સ્વભાવ, સંસ્કાર અને લક્ષણને પ્રગટ કરે છે. તેઓ તમારા વિશે નહીં પરંતુ પોતાના વિશેનું તાત્પર્ય પ્રગટ કરે છે. માટે જ તે વિશે વધુ વિચાર્યા વગર, દુ:ખ પહોંચાડ્યા વગર પોતાના પર જ "ભૂલી જાવ" ...."ભૂલી જાવ" આ પ્રકારનું દબાણ ન મૂકવું જોઈએ.
પરંતુ, હાં... તમે તમારા હૃદયને તોડનારા લોકો દ્વારા તમારી જાતને વ્યાખ્યાયિત પણ કરશો નહીં. તમારે જે પીડા સહન કરવી પડી છે તેના માટે પોતાને દોષ આપવાને બદલે પોતાના વિશે નરમાશથી બોલવું. તમે ગૌરવ સાથે તમારી દુ:ખદાયક વાર્તાઓને ડહાપણથી કહો અને તે જ રીતે થી પોતાની જાતને માફ કરી શકાય છે. જ્યારે તમે સ્વયં ને માફ કરો છો તેનો અર્થ એ નથી કે તમે બધું ભૂલી જાવ છો. પરંતુ તેનો અર્થ એ છે કે તમે અંદર રહેલી બધી નકારાત્મક ઉર્જાને મુક્ત કરો છો અને તેને બ્રહ્માંડને આપી દો છો. આમ કરવાથી તેઓએ જે કર્યું તે તમારે ભૂલવાની જરૂર નથી.
જ્યારે તમે માફ નહીં કરો ત્યારે તમને કડવાશ અનુભવાય છે તમે મનમાં એક પ્રકારનો દ્વેષ રાખો છો. તે દગા અને નિરાશાને વળગી રહેવું તે સારું નથી કેમકે તે શરીર અને મન માટે બિમારી નોતરે છે.
જ્યારે તમે શાંત તેમજ વિશાળ દ્રષ્ટિકોણ થી તે જ પ્રસંગો ને નિહાળશો. તો તમે સમજી શકશો કે તમારા જીવનની દરેક ઘટના શા માટે થઈ હતી જે તમને ખૂબ જ પરેશાન કરતી હતી.
કોઈ ની પણ ટીકા ન કરો. ટીકા તમારી આસપાસ વધુ અસ્પષ્ટ ઉર્જા અને વધુ મૂંઝવણ પેદા કરશે. તેથીજ તમારા વિચારોમાં સ્પષ્ટતા રાખો. તો જ તમે તમારી જાતને અને તમારી પરિસ્થિતિને સ્વીકારવામાં જ ખુશી મનાવી શકશો.
જેમણે આપણા સાથે અન્યાય કર્યો છે તેમને માફ કરવાથી હતાશા, ગુસ્સો તેમજ ચિંતા ઘટે છે. આપણે દિલ ખુશ રહી વધુ આશાવાદી બને છે. અંતે આપણે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીનો આનંદ માણી શકીએ છીએ.
અનંત પ્રેમ
મેઘના ગાંધી 😊
ઈનર પાવર એક્ક્ષ્પર્ટ & લાઈફ મેન્ટોર
