unknown.me
Aug 31, 2018 · 1 min read

કહું. છૂ , સાંભળે છે?

ચાલને ફરીથી આપણી જૂની જગ્યા પર મડીયે, ચાલને ફરીથી પેલાની જેમ પ્રેમ કરિયે.

એ મારી બાઇક ની પાછડ તને બેસાડીને ગયેલા આપણી ડેટ અને ત્યાની વાતો ને યાદ કરીયે,

તારુ પહેલુ hug અને તારી એ નોન સ્ટોપ બકબક માં ખોવાઇ જઇને થયેલો પહેલો પ્રેમનો અહેસાસ યાદ કરીયે,

જોડે બેસીને સામે રહેલા અપાર સમૂદ્ ને જોઇને થયેલી આપણી નોન-સેંન્સ વાતો અને હાસ્ય ને યાદ કરીયે,

તારી જોડે ફોટો પડાવતા અને મને ન આવડતા પેલા પાઉટને જોઇને હસિયે , ચાલને ફરીથી પેલાની જેમ પ્રેમ કરિયે.

તારી જોડે થયેલા કોલ પરવી પહેલી વાત અને એમા કયારેક શરમાઇને ચૂપ થઇને માણેલી એ ક્ષણો ને યાદ કરીયે,

તારા સવારના એ good morning massages અને phone calls.અને હા આપણા એ વરસાદ માં પલળવાનુ તો ભૂલાય જ કેમ? પલડીને થયેલા એ ઠંડીના અહેસાસથી એક બીજાને ભેંટવાનૂ યાદ કરીયે, ચાલને ફરીથી પેલાની જેમ પ્રેમ કરિયે.

આપણી એકબીજા જોડે ની પહેલી નવરાત્રી, અને ગરબાના તાલે તારી જોડે જૂમવાની એ ક્ષણો, પછીની તારી ભૂખ અને મારી બનાવેલી એ મેગી ને યાદ કરીયે,

આપણી ભૂલો, તારા mood swings અને તારા માથા પર હાથ ફેરવવાથી તને આવતી એ મીઠી ઉંઘ ને યાદ કરીયે, ચાલને ફરીથી પેલાની જેમ પ્રેમ કરિયે.

અંતે ,ફ્યુચર કદાચ સાથ ન આપેતો ખૂશ રહીને એક સાચા દોસ્તની જેમ હંમ્મેશા એકબીજા ને સાથ આપવાનુ promise કરીયે.

ચાલને ફરીથી આપણી જૂની જગ્યા પર મડીયે, ચાલને ફરીથી પેલાની જેમ પ્રેમ કરિયે.