આપણા જુનાગઢ એજી બી એસ ના સદસ્ય કથાકાર શાસ્ત્રી જી નરેન્દ્ર ભાઈ વ્યાસ દ્વારા તા.31.10.19 થી ભાગવત સપ્તાહ હર દ્વાર ખાતે આયોજન કરાયેલ

જેમાં આપણા એજી બી એસ ના સદસ્યો તથા અન્ય શાસ્ત્રી જી ના ભક્ત ગણ તથા યજમાનો સાથે આશરે ૫૦+ યજમાનો વિ. જોડાયેલ છે.

જેઓ એ રાજકોટ થી હરિ કીર્તન સાથે પ્રસ્થાન કરેલ જેમાં આપણા સિનિયર ગ્રૂપ સદસ્ય માન. મુકેશ ભાઈ વોરા સહિત વિનુ ભાઈ વ્યાસ તેમજ અન્ય સદસ્યો જોડાયેલ છે.
આ સપ્તાહ પ્રસંગ સાત દિવસ માટે હર દ્વાર ખાતે કલ્યાણ કમલ આશ્રમ સ્વામી નારાયણ અક્ષર મંદિર પાસે ભૂપત વાલા, જૂના ઋષિકેશ રોડ હર દ્વાર ખાતે ચાલશે
આ પ્રસંગ ના પોથી યાત્રા ના અને અન્ય વિવિધ પ્રસંગો ના ફોટો ક્લિક્સ શ્રી વિનય કાન્ત ભાઈ વ્યાસ દ્વારા રાજકોટ વાળા એ હર દ્વાર થી શેર કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કથાકાર શાસ્ત્રી જી નરેન્દ્ર ભાઈ વ્યાસ જુનાગઢ ખાતે સારા કથાકાર છે.

તેઓ એ સાંદિપની ખાતે વૈદિક સંસ્કૃત કર્મકાંડ નો અભ્યાસ કરેલ છે અને પૂજ્ય ભાઈ શ્રી રમેશ ભાઈ ઓઝા ના શિષ્ય છે જે આપણા એજી બી એસ માટે ગૌરવ લેવા જેવું છે.
તેઓ સારા વક્તા,ભાગવત કથા કાર અને રામાયણ ના અભ્યાસુ છે તેમજ કર્મકાંડ ના જાણકાર છે.
શ્રી નરેન્દ્ર ભાઈ વ્યાસ ના લઘુ બંધુ શ્રી જીગ્નેશ ભાઈ વ્યાસ પણ સારા કર્મકાંડી અને મુરહત જ્યોતિષ ના જાણકાર છે.
આ સાથે વિનય કાંત ભાઈ રાજકોટ તરફ થી ગ્રૂપ ને મળેલ પ્રસંગો ચિત મળેલ ફોટો શેર કરું છું.
જય શ્રી કૃષ્ણ
- એડ મીન