પરવીન શા કિર
પાકિસ્તાનની બહુ મોટા ગજાની કવયિત્રી એટલે પરવીન શાકીર (1952-1994).
શબ્દથી અતિ મુલાયમ પણ મિજાજથી અતિ મજબૂત પરવીન શાકિરે માત્ર ૨૪ વરસની ઉંમરે ગઝલપ્રેમીઓને એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ખુશબૂ’ આપ્યો હતો. ત્યારબાદ ‘સદબર્ગ’, ‘ખુદ ગુલામી’, ‘માહ-એ-તમામ’ જેવા અન્ય સંગ્રહો પણ આપ્યા હતા.
સર્જંનક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર શાકિર પોતાના રૂઢિચુસ્ત વાતાવરણથી સાવ અળગા અને ઘણા આગળ હતા. એમણે અંગ્રેજી સાથે એમ.એ., પીએચ.ડી. કર્યા બાદ નવ વર્ષ અધ્યાપન કરીને પછી કસ્ટમ વિભાગમાં જોડાયેલા.
પરવિને ગઝલ-નઝમને અપનાવીને સ્ત્રી-સર્જક તરીકે પોતાના યુગનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પરવીન શાકીર પાકિસ્તાન સરકારનાં સિવિલ સર્વન્ટ હતાં, જેનું ઇસ્લામાબાદ જતાં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.
જેને ફિરાક ગોરખપુરી ‘પાકિસ્તાનની મીરાં’ કહેતા, તેવી આ શાયરા બહુ ટૂંક સમય માટે પૃથ્વીની મહેમાન બની હતી.
ભરયુવાનીમાં અલ્લાહના દરબારમાં જતાં પહેલાં તેણે વિશ્વ-ક્ક્ષાએ પોતાની શાયરીને પ્રસ્થાપિત કરી દીધી હતી. દૈહિક રીતે તે પોતે પોતાની શાયરીઓ જેટલી જ સુંદર હતી. આપણી IAS ને સમકક્ષ પાકિસ્તાનની civil service ની ડીગ્રી ધરાવતી પરવીન શાકિર collector કક્ષાનો હોદ્દો શોભાવતી હતી.
પરવીન શા કિર ની કૃતિ સાદર :
श्याम! मै तोरी गईयाँ चराऊँ
आँख जब आईने से हटाई
. श्याम सुन्दर से राधा मिल आई
आये सपनो में गोकुल के राजा
. देने सखियों को बधाई
प्रेम-जल ख़ूब गागर में भर लूँ
. आज बादल ने माया लुटाई
किसको पनघट पे जाने की ज़िद थी
. किससे गागर ने विनती कराई
ओक से पानी बहने लगा तो!
. प्यास गिरधर की कैसे बुझाई
अब तो जल का ही आँचल बना लूँ
. पेड़ पर क्यों चुनरिया सुखाई
उसी बालक से निन्दिया मिलेगी
. जिसने माथे की बिन्दिया चुराई
रंग डाली मेरी आत्मा तक!
. क्या मनोहर के मन में समाई
मैंने सखियों को कब कुछ बताया
. बैरी पायल ने ही जा लगाई
गोपियों से भी खेले कन्हैया
. और हमसे भी मीठी लड़ाई
कोई ख़ुशबू तो अच्छी लगेगी!
. फूल भर-भर के आँचल में लाई
श्याम! मै तोरी गईयाँ चराऊँ
. मोल ले ले तू मेरी कमाई
कृष्ण गोपाल रास्ता ही भूले
. राधा प्यारी तो सुध भूल आई
सारे सुर एक मुरली की धुन में
. ऐसी रचना भला किसने गाई
कैसा बंधन बंधा श्याम मोरे
. बात तेरी समझ में न आई
हाथ फूलो से पहले बने थे
. या कि गजरे से फूटी कलाई!

– परवीन शाकिर