થોભી…જાઓ
Nov 3 · 1 min read
અંધારે હરણ ફાડ દોડતા આ વાહનો
ચકચૂર બન્યો છે આ ઉતાવળ માં આંધળો.
નથી કરતો પરવાહ ને હંકારતો જાય છે.
“મારુતિ” હંકારતો બન્યો છે આ મરદ.
“હિરો-હોન્ડા” ની રેસમાં લાગે છે આ હિરો.
ઝડપી રહ્યા આ તો આજ ના વાહનો.
પણ, નથી સમજતા આ યુવાનીના રંગમાં.
થોભી…જાઓ, થોભી…જાઓ, પણ હંકારતો માનવી.
અરે ભાઈ, સલામતી સૌની રહી આ માર્ગમાં.
સુરક્ષા-સલામતી ને કચડી ન નાખો.
અણમોલ જિંદગીને ટૂંકાવી ન નાખો.
થોભી…જાઓ, થોભી…જાઓ, જવાદો અમને.
દોસ્તો, સુરક્ષા-સલામતી સાચવશે સૌને.
- કિરણભાઈ આર. પંચાલ “આકાશ”
- અટલાદરા, વડોદરા
