બાપાને અનાથાશ્રમમાં મૂકી દીકરો નીકળ્યો અને ઘરે પત્નીને ફોન કર્યો કે બાપાને તેના મુકામે મૂકી દીધા છે અને સીધો ઘરે આવું છું
પત્નીએ પૂછ્યું કે દિવાળીની રજામાં બાપા ઘરે તો નહિ આવી જાયને, પૂછ્યું હોત તો ??
દીકરાને પણ વાતમાં વજન લાગ્યું. કહે હજી બહાર જ નીકળ્યો છું ચાલ એ પણ પૂછીને જો આવવાના હોય તો નાં આવે એમ કહેતો આવું.
દીકરો પાછો અનાથાશ્રમ તરફ આવ્યો. તેણે જોયું કે તેના સંચાલક સાથે બાપા જાણે જૂનો પરિચય હોય તેમ ખુબ હળીમળીને વાતો કરતા દીઠા અને થોડું વિસ્મય પામ્યો.
ત્યાં પહોંચતા પહેલા બાપા કોઈ કામ અંગે પોતાના રુમ તરફ ગયા એટલે સંચાલકને પૂછવાનો લાગ મળ્યો
તેણે સંચાલકને પૂછ્યું કે તેઓ શું બાપાને આ પહેલા મળ્યા હતા કે તેઓ તેના પરિચયમાં છે
જવાબ સાંભળી દીકરાના હોશ ઉડી ગયા
સંચાલકે જણાવ્યું કે તેઓ આ સજ્જનને 30 વર્ષથી ઓળખે છે. આજથી 30 વર્ષ પહેલા તેઓ આ અનાથાશ્રમમાં એક છોકરાને દત્તક લેવા આવ્યા હતા ત્યારથી તેના પરિચયમાં છું ...........
દીકરો દિગ્ધમૂઢ...........

ગુજ્પેજ / GujPage HetalLakhani

www.twitter.com/urdips