# The trip

Nidhi Patel
Sep 7, 2018 · 4 min read

બધા પોતાની સોશ્યિલ મીડિયા પ્રોફાઈલ પર એક Hashtag સ્ટોરી ઉપડૅટ મારી ચુક્યા હતા…. # way to Dalhousie .. આ Hashtag પણ આજકાલ ભારે ધૂમ મચાવી છે સો લેટ્સ જીવન ના એક પાર્ટ ને એક # સાથે ફરીથી જીવી લઈ એ…

Dil Khudgarj hai Phisla hai yeh Phir Hath se

Kal uska raha aaj hai tera iss raat see..

#Pathankot to Dalhouie….. બસ સાંજ ઢળવામાં થોડીક જ વાર હતી પઠાનકોટ થી ડલ્હોઉસી તરફ પ્રયાણ કરવાના જ હતા ને જાણે આ ટ્રીપ ક્યાં લોકો સાથે યાદગાર બની જશે એ કોઈ ને ખબર નોતી પણ એક attachment ની શરૂઆત થઈ ચુકી હતી ને આ સફર ના હમસફર સિલેક્ટ થઈ ચુક્યા હતા ને આ સોન્ગ મોમેન્ટ માં ફીલ ભરી રહ્યા હતા . એકલદોકલ પાર્ટનર સાથે અલમોસ્ટ બધા સોલો ટ્રીપ માટે નીકળી પડ્યા હતા ને બોન્ડિંગ ની શરૂઆત તો બવ પેલા થી થઈ ચુકી હતી ….ક્યારથી ??…

#Flashback…….. બધા પોતાના ઘર થી જ સફર ની શરૂઆત કરી ચુક્યા હતા ને રેલવે સ્ટેશન પર અજનબી નો મેળો ભરાઈ ચુક્યો હતો પોતપોતાની ટીકીટો જ નય પણ અદ્દભૂત લોકો પણ મળશે એવી કોઈ ને કલ્પના નોતી ને ફાઈનલી ટ્રેન એ સ્ટેશન પર પહોચિ… મિલના મિલાન હો ચુકા થા। .કેવાય છે કે ડેસ્ટીની કદાચ Law of attraction નું કામ કરી જતી હોય છે સ્ટેશન ના લિસ્ટ પર આંગળીયો ફેરવતા ફેરવતા પંજાબની ધરતી પર આવી પહોંચ્યા। ..લુધિયાણા। ..જલંધર…. પાકા કાઠિયાવાડી પણ પંજાબી ગીતો કડકડાટ ગાતા હોય ને પંજાબ ની ધરતી પર ઉતરી ને આમ બે ચાર Selfy ના લે તો અમે ગુજરાતી ક્યાંના.. ….

#Tracking…….. રોમાંચકતા અને ઉત્સુકતા વધવા લાગે ને ત્યારે સમજવું કે તમે દુનિયાની સૌથી યાદગાર ટ્રીપ પાર નીકળી ચુક્યા છો. …અને એનો અહેસાસ હજી હમણાં જ થયો હિમાચલ ના રસ્તાઓ પાર આ સાહસી અને જિંદાદિલ માણસ પોતાની ગાડી દોડાવી નય ઉડાવી રહ્યો હતો ને અમે અમારા સપનાઓ પર ઉડવા લાગ્યા. . ફાઈનલી ફલ્લોપ પ્લાન સફળ થયા .. …

#Safarnama…. ડલ્હોઉસી ના સૂર્યોદય થી શરૂઆત કરીને ખજિયાર એટલે કે સ્વર્ગ ની અનુભૂતિ કરાવતા ટ્રેકિંગ પોઇન્ટ કાલાટોપ સુધીની સફર વધારે ગુલાબી લાગવા લાગી હતી દેવદાર થી ઢંકાયેલ હોવાથી કાલી ટોપી પેરેલા આ જંગલ પણ હેરી પોર્ટર ના માયાવી જંગલ જેવા લાગવા લાગ્યા ને સમુદ્ર ની સપાટી થી 2500 મીટર ઉપર આવેલા કોઠી ગામની ભૂમિ પર પહોંચી ગયા હતા જ્યાં કેટલાય બોલિવૂડ ફિલ્મો જીવાય ચુક્યા છે કવિઓ , લેખકો, ચિત્રકારો પણ પોતાને રોકી નથી શક્યા આ જાદુઈ માયા જાળ થી। ..ગુલબા વ્યૂ પોઇન્ટ હોય કે ચામુંડા વાર્ટરફાલ। .. એક બીજાની કદર ને સંભાળ ને પાઠ ભણવાની શરૂઆત થઈ ચુકી હતી ટીમ બિલ્ડીંગ ની કસોટી પર ખરા ઉતરી ચુક્યા હતા ની The mountains are calling and I must go…………ઘુડદોડ ની માયા એવી લાગશે કે રંગારંગ ના કાર્યક્રમ સુધી તો એવા ભળી ગયા કે જિંદગી ના જાણે કેટલાય પાનાઓ રંગીન થઈ ગયા law of attraction..ક્યારેક કામ કરી જાય છે..ને વોલેન્ટર્સ ની ડ્યૂટી જોય ને અને આવા ગાંડા મિત્રો નો સાથ ત્યારે એવું જ લાગે કે… The day I meet you was the biggest accident and till today I love those injuries …………કેટલી જબરજસ્ત ફીલિંગ હોય છે એ જે સપનાઓ કરતા પણ રિયાલિટી માં જીવ્યા હોય….

#Advanture… Not all girls are made of sugar and spice and everyting nice…. Some girls are made of advanture, fine beer, brains and to fear. (Alcohole is striclly prohibited in this trip) જયારે તમને તમારા જેવી જ પાગલ ગેંગ મળી જાય ને ત્યારે Advanture કરવાનો જુસ્સો ડબલ થઈ જાય। .. બે યાર ફાટે છે મારી… સુ તુંય ચાલ ને યાર મજા આવશે એવું કઈ ને જે જોડે Advanture કરે ને બોસ ત્યારે ખરેખર કેવાનું મન થઈ જાય I love you jindgi…………

હા તોય બધા Advanture એક બાજુ ને સિમલાની વાદિયોં વચ્ચે એ પહાડી લોકો ના કાફે માં ગુજરાતી ગરબા વાગતા હોય ને તો ભલા માણસ કયો ગુજરાતી પોતાને રોકી શકે….. તો એં હાલો। …અમે પણ બોલાવી દીધી ગરબા ની રમઝટ। … જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગરબા…હિન્દી પંજાબી વિદેશી બધા જોડે નો આ રંગારંગ કાર્યક્રમ યાદગાર બની ગયો…સફર પર નીકળ્યા હોય ને તમારી ગાડી માં પંચર ના પડે ને તો તમારી સફર માં કૈક ખુટ્યું એમ સમજવું। ..કેમ કે એની પણ કૈક અલગ જ મજા હોય છે એવા જ એક પંચરે અમને પહાડો ના એ નશા ને ફરી એક વાર ચડાવી લેવાની તક આપી હતી…. leave the road take the trails ….but road trip are amazing specially in rainy monsoon……..કુલુના Advanture હોય કે મનાલી નું શોપિંગ, મેગી ની લિઝત હોય કે સસલા જોડેના ફોટો, પહાડો ની મુળી નો સ્વાદ હોય કે રસ થી ભરેલી લીચી, ગાંધી રોડ ની પાણીપુરી હોય કે મનાલી ના મોમો’સ કૈક છૂટ્યું મતલબ કિંમત લગાવી મોંઘી હતી। ..બસ વર્તમાન ને એવું જીવી નાખો કે જે છૂટી ગયું છે એ બેકાર જ લાગે…

#food.. આવા પહાડો ની વચ્ચે જ્યાં પાણી મળવું મુશ્કેલ છે ત્યાં એટલું જોર જમવાનું મતલબ આમ એક ગુજરાતી ના મોઢે જોર શબ્દ ત્યારે જ નીકળે જયારે દુનિયાની સૌથી ઉત્તમ વસ્તુ મળવાનો અહેસાસ થયો હોય ને સ્પેશ્યલી જમવામાં અને હા ખાલી ખાવા પૂરતું સીમિત નથી પણ ક્યાં સમયગાળા માં તમારા શરીર ને અનુરૂપ પોશક્તત્વો પુરા પડતા ભોજન ની વ્યવસ્થા મતલબ એટલું ધ્યાન તમારું કોણ રાખે બોસ…ને મેનુ નું લિસ્ટ લખીશ તો આગળ ના પાનાઓ ભીંજાય જશે। ..સ્વર્ગ નો અહેસાસ કરાવે એવા સ્થળો તો તમને ડગલેને પગલે જોવા મળશે પણ સ્વર્ગ ની આ દાવત ની હમહેફીલ તો અહીંયા જ જામે….

#Love your life… ખરેખર આ સફર માં કોઈ એવી વ્યક્તિ નય હોય જેને દસ દિવસ ની ટ્રીપ પર જતા પેલા એવું નય વિચાર્યું હોય કે અરે યાર કેમનું સેટ આવશે દસ દિવસ જોબ પર રજા પડશે, એક્ષામ નું શેડ્યૂલ સાચવશે , પેલું કોણ કરશે ને ફલાણું કેવી રીતે થશે અઢળક જવાબદારી ના પોટલાંઓ ને સાઈડ મા મૂકી ને નીકળી પડેલા અજનબીઓ ની વ્યથા દસ દિવસના અંતે સુકુનમાં ફેરવાય જાય જયારે કૈક નવી યાદો લઈને આ રિસ્ક ને પહોંચી વળાય ખરેખર આમ લાગે કે શું જિંદગી હતી બોસ just bcs off invisiblengo advanture camping traking is not just fun બાકી રહેલી જિંદગી નું ઇંધણ છે………જિંદગી ગુલઝાર હે……… Surprise yourself to inspire yourself….love your life…..