Swati Joshi
2 min readDec 5, 2016

વિથ લવ, સ્વાતિ!

2. આપણી આસપાસ નજર દોડાવતા..

make them know, not realize!

અહીં રોજબરોજ જોવા મળતી, અનુભવાતી અને તેને લીધે મનમાં ઊગતી વાતો share કરી રહી છું. આશા રાખું છું, ગમશે. તમારા પ્રતિભાવો તેમજ પ્રતિક્રિયાઓ પણ એટલા જ ગમશે.

આપણી આસપાસ નજર દોડાવતા આપણને સમજાય છે કે,આસપાસ એવા ઘણાં લોકો છે કે જેમને તેઓની લાયકાત, ક્ષમતા, આવડત કે જરૂરિયાત પ્રમાણે નથી મળ્યું, મતલબ કે આપણને એમને જોઈને એવું લાગ્યા કરે કે, he/she deserves better! … અને આજના આ સેલ્ફ સેંટર્ડ (‘સ્વાર્થી’ એક અલગ શબ્દ છે!) જમાનામાં તો બીજાને જોવા કરતાં મોટે ભાગે પોતાને માટે જ આવા વિચારો પહેલા આવે છે!! :) :) એટલે, જો તમને આવા વિચારો આવતા હોય તો બહુ ગિલ્ટી નહીં ફીલ કરવાનું!! એટલે અહીં દરેક વખતે મારા લખવા પાછળનો જે હેતુ હોય છે તે પ્રમાણે આજે પણ આ જ વાતની બીજી બાજુ ચકાસીએ ચાલો…

શું આપણે જે લોકો વિશે વિચારીએ છીએ તેમને ક્યારેય પૂછ્યું છે કે, શું તેમને કશો અભાવ વર્તાય છે? જવાબ મોટે ભાગે ‘હા’ હશે. હવે, શું તમે એ વ્યક્તિને એટલી નજીકથી ઓળખો છો કે તેનાં સ્વભાવની મર્યાદાઓ પણ જાણો છો? જવાબ મોટે ભાગે ‘ના’ હશે. કેમકે, જો તમે એ વ્યક્તિને એટલી નજીકથી ઓળખતા હશો તો તેમને આ અભાવ વિશે યાદ દેવડાવવાનું પસંદ નહીં જ કરો! આજે મોટા ભાગની સમસ્યાઓ ‘હોવાને’ લઈને નહીં પરંતુ કોઈ તમને સતત ‘યાદ કરાવે’ છે તેને કારણે જ તે હોય છે તેનાં કરતાં મોટી લગતી હોય છે. ‘જાણકારી’ ભૂલી શકાય છે, ‘અનુભૂતિ’ ઊંડી ઉતર્યા કરે છે! To know that you are facing something is not as painful as the realization of the same!!

તો મુદ્દો એ છે કે આપણે જ્યારે કોઈ વ્યક્તિ વિશે કંઈક તારણ કાઢીએ છીએ એ લગભગ એની સારી કે ખરાબ, એક જ બાજુ, જોઈને જ કાઢીએ છીએ. ખરી હકીકત એ છે કે જેમ દરેક વ્યક્તિનાં જીવનમાં કંઈક સિધ્ધી હોય છે તેમ જ કંઈક અભાવ પણ રહેશે જ. આ બંને એ વ્યક્તિનાં સ્વભાવની ખાસિયતો કે મર્યાદાઓ, ઊભી થતી પરિસ્થિતિઓ અને જે-તે સમયે ક્ષમતા, સમજણ અને સમયાનુસાર યોગ્ય લાગ્યા હોય તેવા લેવાયેલ નિર્ણયો પર આધારિત હોય છે. તો આમ જોવા જાઓ તો તેનાં પર કોઈનોએ કાબુ હોતો નથી. હા, લેવાતા નિર્ણયો તે વ્યક્તિનાં ઉછેર, કેળવણી અને દ્રષ્ટિકોણ…

Continue reading this episode of the Series “With Love Swati” at https://swatisjournal.com/02-teo-taklif-ma-chhe-kahie-k-na-kahie/

I own a special place named Swati’s Journal for all the published stories, articles and poetry. Inviting you to join me there!

All your thoughts, comments and replies are welcome.

Swati Joshi

Swati’s great affection towards wit, humor and drama makes her writing fresh, different and entertaining. It is her tool to get connected to the world directly.