-ત્યાં સુધી તકલીફ નથી!

We, in our lifetime, pass through so many harsh experiences. Here, I have expressed my point of view regarding those situations and have finally concluded too if they can bother me or not.

હ્રદયવિહોણા બે’ક અનુભવોની કંઇ થોડી ફરિયાદ ખરી

પણ,

સંગ રહેતા મન છે ઝાકળ જેવા, ત્યાં સુધી તકલીફ નથી.

લાગણીશૂન્ય ને દિશાહીન માનવતાની મને પીડા છે

તેથી જ,

પીડતા એ કુપાત્રોથી રહે અંતર, તો તકલીફ નથી.

ચલણી નાણું સંબંધોને આંકે તેથી આહત તો છું

પણ,

મંડાય પરબ કોઈ ખૂણે ગલીમાં, ત્યાં સુધી તકલીફ નથી.

તારાથી આગળ ન થઈ શકવાનો મનમાં મુજને ઉદ્વેગ ઘણો

પણ,

પાછળ જોઉં ને, ‘મા’ મીઠું હસી દે, ત્યાં સુધી તકલીફ નથી!