પ્રગતિ! (Progress)

પળ, પ્રહર નાં દિન થયાં ને,

દિન બની વર્ષો ગયા;

નિશ ચમકતી આંખ સામે,

કાચ આ લાગી ગયા.

ચાલ્યો હજુ તો ચાર શેરી,

બે’ક વળાંકો શું લીધા;

શી ખબર કે કેમ સઘળા,

સરનામા બદલી ગયાં?

એક તરફ સૌ તૃષ્ણાઓ,

બીજી તરફ છે બંધનો;

મંછા તપાસું જ્યાં જરા,ત્યાં-

સપના મને સાહી ગયાં.

દોડ નામે જિંદગીમાં,

ભાગ્યો છું હું મન મૂકી;

થોભી, ચકાસું સંગ મારા,

પોતાનાં કેટલા રહ્યા?

આકાંક્ષાની પાંખો ઝાલી,

દૂર હું એટલો ગયો;

નજરનું નેજવું કરતી માંના

હાથ તો થકી ગયા!!

Like what you read? Give Swati Joshi a round of applause.

From a quick cheer to a standing ovation, clap to show how much you enjoyed this story.