Swati Joshi
2 min readJan 10, 2017

વિથ લવ, સ્વાતિ!

3. તમને આજકાલ ઘણા સંબંધો થોડાં તકલાદી થતાં જતાં હોય તેવું અનુભવાય છે?

અહીં રોજબરોજ જોવા મળતી, અનુભવાતી અને તેને લીધે મનમાં ઊગતી વાતો share કરી રહી છું. આશા રાખું છું, ગમશે. તમારા પ્રતિભાવો તેમજ પ્રતિક્રિયાઓ પણ એટલા જ ગમશે.

હમણાં-હમણાં થી તમને નથી લાગતું કે નાની મોટી બીમારીથી છૂટકારો મેળવવો હોય તો આપણે symptomatic treatment એટલે કે મોટે ભાગે એલોપેથિક દવાઓ તરફ વળી જઈએ છીએ? બસ, exactly એ જ રીતે, આપણે સંબંધોમાં પડેલી ગાંઠનાં કારણો જાણવાની કોશિશ કર્યા વગર જ અનુકૂળ પરિણામલક્ષી નિર્ણયો લેતા થઈ ગયા હોય તેવું લાગે છે. સામાજિક, કૌટુંબિક કે પછી વ્યક્તિગત ધોરણે આ ખૂબ જોખમી પરિસ્થિતી ના કહેવાય? થોડું ઊંડે ઉતરતા સમજાય છે કે લગભગ દરેક સંબંધમાં બીજી લાગણીઓની સરખામણીએ વિશ્વાસ જ મૂળમાં હોય છે જેનાં આધારે સંબંધનું વૃક્ષ બીજી શાખાઓ વિસ્તારી શકે છે. સંબંધ શબ્દ સાંભળતા જ નજર સમક્ષ કેટલાએ ચિત્રો ઊભા થઈ જાય. આજકાલ ચર્ચાઓમાં સ્ત્રી-પુરુષ, પતિ-પત્ની, મિત્રો, ગુરુ-શિષ્ય આ બધું ખૂબ ચલણમાં હોવાથી તમને આ બધાને અનુલક્ષીને બહુ વાંચવા અને સાંભળવા મળશે. પરંતુ, આ જ આખી વાત માતા-પિતા અને સંતાનોનાં સંબંધોનાં સંદર્ભે કરીએ તો? આજે મીડિયા અત્યંત બહોળા પ્રમાણમાં તમારા ઘરોમાં ઘર કરી ગયેલું હોવાથી, તમને આ સંબંધને કેન્દ્ર સ્થાન પર રાખીને ડિઝાઇન કરવામાં આવેલ સલાહ, સૂચન, ઉદાહરણ, આદર્શ વ્યક્તિત્વો બધું જ આંગળીનાં ટેરવાં પર મળશે. પરંતુ, ફરીથી એકવાર દર વખતની જેમ આજે આનો પણ એક અલગ એંગલ તપાસીએ તો? મારા લખવા પાછળનો હેતુ ક્યારેય શીખવા કે શીખવવાનો રહ્યો જ નથી એટલે અહીં પણ આપણે બંને પક્ષે ફક્ત વાત જ કરીએ છીએ તેમ માની મોકળા મનથી વાંચશો તો મજા આવશે.

આજે મોટા ભાગના ઘરોમાં જોઈ શકીએ છીએ કે, માતા-પિતા જીવનનાં આધુનિક મૂલ્યો પોતાની ક્ષમતા મુજબ સ્વીકારતા થયા છે. સંતાનોને મિત્ર માનવનું હાલમાં ફેશનમાં છે. — (સંતાનોનાં મિત્ર (!) આ વિષય પર પણ એક નવા આર્ટીકલ સાથે જલ્દી જ મળીશ!) — તેમની રીત-ભાત, રહેણી-કરણી, વત્તે ઓછે અંશે વિચારસરણી આ બધું બદલાઈ રહ્યું હોય તેવું લાગે છે (!) પરંતુ, આ આધુનિકતા લાગણીઓનાં આકાશ સુધી વિસ્તરી…

Continue reading this episode of the Series “With Love Swati” at https://swatisjournal.com/03-vishwas-kari-joie-to/

I own a special place named Swati’s Journal for all the published stories, articles and poetry. Inviting you to join me there!

All your thoughts, comments and replies are welcome.

Swati Joshi

Swati’s great affection towards wit, humor and drama makes her writing fresh, different and entertaining. It is her tool to get connected to the world directly.