ભાજપા શું કરી રહ્યું છે?

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રૂપમાં ઘણા સમય પછી દેશને એક popular નેતા મળેલ છે. તેઓના પદગ્રહણ બાદ ૨૦૧૪માં મે થોડોક સમય IIT, Roorkee માં પસાર કરેલ. તે સમય દરમ્યાન અનુભવેલ કે નરેન્દ્ર મોદીના પ્રધાન મંત્રી બનવાથી લોકોમાં નવી આશાનો સંચાર થયેલ. એક ગુજરાતી હોવાના કારણે મે ગર્વ પણ અનુભવેલ.

આજે પણ હું આ લખીશ કે "શ્રી નરેન્દ્ર મોદી અમને ગુજરાતીઓને આપના પર ગર્વ છે".

નરેન્દ્ર મોદીએ તેઓના કાર્યકાળ દરમ્યાન નોટબંધી જેવુ અત્યંત નિર્ણાયક અને અગત્યનું પગલું ભરીને દેશમાથી ભ્રષ્ટાચાર દૂર કરવાનો એક પ્રયત્ન કર્યો તે બદલ પણ મને તેઓના પર ગર્વ છે.

પરંતુ હું ચોકકસપણે માનું છુ કે દેશવાસીઓની માનસિકતા બદલાતા પહેલા કોઈ પણ પગલું આપના દેશને ભ્રષ્ટાચારથી મુક્તિ આપવી શકે તેમ નથી.

આજના આ લેખમાં હું ભ્રષ્ટચારને કરતાં વધારે મહત્વના મુદ્દા પર લખવા માગું છુ. લેખ ગુજરાતીમાં એટલા માટે છે કારણ કે તેના બીજ ગુજરાતમાં જ વાવાયેલા છે અને પરિણામો પણ ગુજરાતની પ્રજાએ ભોગવવાના છે.

આ અગત્યનો મુદ્દો છે — પક્ષપલટો.

ગુજરાતનાં નજીકના ઈતિહાસમાં પક્ષપલટાની શરૂઆત શંકરસિંહ વાઘેલાએ આશરે ૧૮ વર્ષ પહેલા કરી અને કરાવી. ગુજરાત કદાચ તે પ્રસંગને ભૂલી પણ ગયું છે કારણ કે તે પક્ષપલટના કારણે રાજ્યના લોકોને કઈ વધારે સહન કરવાનું થયેલ નહીં.

હવે વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૭ ની વાત કરીએ તો કોંગ્રેસ પક્ષમાથી કઈ કેટલાય ધારાસભ્યોએ ભાજપામાં વિધિવત પગપેસારો કરેલ છે.

આનાથી કોને લાભ થશે?

ભાજપને — હા.

ગુજરાતની પ્રજાને — ના.

ગુજરાતનાં રાજકારણને — ના.

ગુજરાતનાં ભવિષ્યને — ના.

કેમ?

એક સબળ લોકશાહી માટે એક કરતાં વધુ અને મજબૂત રાજકીય પક્ષો હોવા જરૂરી છે. આજે ગુજરાતની સરકાર એટ્લે કે ભાજપા કોંગ્રેસને નબળી નહીં પણ ખતમ કરી રહી છે. આવા સમયમાં ગુજરાતની પ્રજા પાસે વિકલ્પ તરીકે બીજો કોઈ પક્ષ છે ખરો? — ના.

માનનીય નરેન્દ્ર મોદી — આપ કદાચ ભાજપને મજબૂત બનાવી રહ્યા હશો પણ લોકશાહીને નબળી સાબિત કરી રહ્યા છો. નબળી પાડી રહ્યા છો.

નરેન્દ્ર મોદી એક સબળ રાજકારણી છે એટ્લે તેઓને કઈક જણાવવા માટે તો આ લેખ મે નથી જ લખ્યો.

પરંતુ આ લેખનો આશય ગુજરાતીઓને જગાડવા માટે છે કે જેઓ ધ્વારા ચૂંટવામાં આવેલ નેતાઓ પોતાના પક્ષને તેના નબળા સમયમાં તરછોડી રહ્યા છે અને એક મજબૂત પક્ષ સાથે જોડાણ કરી રહેલ છે.

શું આવા રાજકારણીઓ તમારા નબળા સમયમાં તમારી સાથે રહેશે ખરા?

One clap, two clap, three clap, forty?

By clapping more or less, you can signal to us which stories really stand out.