કાલે રાતે બદ્રીનાથ ની દુલ્હનિયા જોઈને આવતો હતો ત્યાં જ મેં એમલા ને બાંકડે બેઠા જોયો, મોઢે રાજી હતો. મેં યા જઇ મારા પગ જમાવ્યા.
મને ક્યે આજે બધાય ની બોવ હાયકી. પછી મને ધીમેક થી ક્યે આજે ઓલીનો ફોન આવ્યો તો.
હું આખી વાત સમજી ગયો કે એણે કેમ બધાયની હાયકી તી.

મેં કીધું શુ વાત થઈ ઈ તો કે, એણે કીધું 'બસ કેમ છો, શુ કરશ આજકાલ અને કોલેજ સમય ની થોડીઘણી.'
પછી મને કીધું દિપેશ માઇ ગયું બધું પણ એ સુખી છે ને એમાં જ આપણે ખુશ હો. મારી નજરે તો આ પ્રેમ થી વિશેષ હતું

Actually આજકાલ નું generation જેને Love સમજે છે ખરેખર એને આપણે Lust કાં તો Like જ સમજાય. આજનાવ ને આત્મા સાથે નહીં, સ્વભાવ સાથે નહીં પણ શરીર સાથે પ્રેમ થાય છે.

આજકાલ ના છોકરાવ ને ખબર નહીં કેમ વારંવાર પ્રેમ થઈ જાય અને ઇ એ સાચો પ્રેમ !! જે છોકરી ગમતી હોય ઇ જ જાડી થઈ જાય તો ગમતી બંધ થઈ જાય. હવે એને કોણ સમજાવે કે ભાઈ તું પેલા તારી ફાંદ ઓછી કરને !!

Actually આજના કાલના ને તો રૂપશૃંગાર માં જ રસ છે.
એને એના સ્વભાવ માં કોઈ રસ જ નથી હોતો.
આપણે એક રીતે સમજીએ તો

Love : When you smile I smile
Like : When i see you I smile
Lust : When you surrender I Smile

અને આજની છોકરીઓ સેલ્ફી માં થી જ ઊંચી નથી આવતી,
હું એની સ્વતંત્રતા નો વિરોધી નથી પણ એના ચેનચાળા નો વિરોધી છું. ન કરવાનાં ના નખરા કરતી હોય છે.

હોઠે લાલ લિપસ્ટિક ને ગાલે પાવડર ચોપડે છે.
આ બધું ઓછું પડે તો કોક ના દિલની પથારી ઠોકે છે.

કટમીડી ની ઘેલછા એને નીચી કક્ષા માં મૂકી દીયે છે આ એને કોણ સમજાવે કે આપણે ઇ દેશ માં રહી છઈ જ્યાં કપડાં ઉપર થી લાયકાત વિચારધારા નક્કી થાય છે.

છેલ્લે એક શાયરી કહી દઉં.

WAમાં ચેટ ને KFCમાં ડેટ કરે છે તું
ભૂલી ભાન Benzમાં અંત લાવે છે તું
પછી થાય એને brkup કહે છે તું
હાથે કરી કેમ ભાવિ સાથે ચેડાં કરે છે તું ?

દિપેશ શાહ
Twitter/urdips_gujarati

Show your support

Clapping shows how much you appreciated GUJJU'S ❤️ FEELINGS’s story.