Vivek Mori
2 min readJan 3, 2021

Tea Post…

Tea post વાહ... મારી life નું એવું મજાનું સ્થળ કે જે મારા પેહલા પ્રેમના નામ ઉપરથી અને ઉપરથી મારો પેલો પ્રેમ ત્યાં મને મળી રહે "ચા"
ચા પ્રત્યેનો મારો આ અપાર પ્રેમ જોઈ ઘણા મને કહે કે "યાર.. તું ચા સાથે જ લગ્ન કરી લે પણ વાસ્તવમાં એ શક્ય નથી એ બધું મુકો વાત એ છે કે એ Tea post ની અંદર પણ મને જ્યારે ખાલીપો ખુચ્યો... બોવ નવાઈ ની વાત હશે મારા એ મિત્રો માટે જેને ખબર છે કે ચા સાથે મને કેટલો પ્રેમ છે અને "ચા ના મંદિર" માં અને એ પણ મને ! અને એનાથી મોટી વાત ખાલીપો ખુચ્યો.. પણ વાસ્તવિક જીવનમાં દરેક ઘટના શક્ય છે અને એ વાતમાં બે મત નથી..

હું પહેલા ખુબજ tea post એ મુલાકાત કરવા જતો મારી "ચા" સાથે પણ છેલ્લા ઘણા સમયથી એ શક્ય નથી બનતું છતાં હું week માં એકવાર તો જરૂર એ ચા ના મંદિર ની મુલાકાત કરું જ, દર રવિવારે હું tea post એ જાવ બેસું પણ હા, હું મારું કાર્ય સાથે લઈ જતો કારણ કે મને આનંદ આવતો ત્યાં કામ કરવામાં અને એ કાર્ય નું output બોવ સારું મળતું મારી સાથે મારો એક મિત્ર પણ આવતો અને અમારા બન્ને નું નક્કી કે સાથે tea post એ જવું અને પોત-પોતાનું work કરવું અને ન સમજાય ત્યાં એક બીજા ને help કરવી પરંતુ કોને ખબર હતી કે આ જગ્યાની મહત્વતા કરતા એ વ્યક્તિનું મહત્વ વધી જશે.. એક દિવસ કોઈ કારણોથી એ આવી ન શક્યો અને હું એકલો ગયો ત્યાં પોહચ્યો ત્યાં સુધી તો વાંધો નો આવ્યો પણ સાલું જે ટેબલ ઉપર અમે બેસતા ત્યાં હું જઈને હું બેઠો ત્યારે યાર.... આમ કોઈક “ ખૂટે છે એનો અહેસાસ ” થયો, મેં ચા મંગાવી, ચા આવી ત્યારે એ tea post વાળા ભાઈ એ પણ કહ્યું કે "તમારો friend ન આવ્યો આજે ?" આવું મારી life માં પેલી વાર બન્યું હતું જ્યારે મને આવી અજીબ પ્રકારની feeling આવી મેં બધું કામ પડતું મૂક્યું અને મારી ડાયરી ખોલી અને લખવાની શરૂઆત કરી અને પેજ ઉપર લખ્યું

T E A P O S T

આ વાત મેં ત્યારે જ લખું છું જ્યારે એ મારી સાથે નથી... હા મને ખબર છે કે કાયમ માટે તું નથી એવું નથી પણ....

- વિવેક મોરી ( રહસ્યમય પ્રેમી )
03-01-2021