આવનારી ચોવીસીમાં થનારા તીર્થંકર

Samir Shah
Jainopediya
Published in
2 min readOct 6, 2022

શ્રી પદ્મનાથજી:

  • શ્રેણિક મહારાજા નો જીવ, પ્રથમ નરકમાંથી આવશે.

શ્રી સુરદેવજી:

  • શ્રી મહાવીર સ્વામીના કાકા સુપાર્શ્વ નો જીવ, દેવલોકમાંથી આવશે.

શ્રી સુપાર્શ્વજી:

  • કોણિકરાજા ના પુત્ર ઉદયરાજા નો જીવ, દેવલોકમાંથી આવશે.

શ્રી સ્વયંપ્રભજી:

  • પોટ્ટીલા અણગાર નો જીવ, ત્રીજા દેવલોકમાંથી આવશે.

શ્રી સર્વાનુભૂતિજી:

  • દૃઢ યુદ્ધ શ્રાવક નો જીવ, પાંચમા દેવલોકમાંથી આવશે.

શ્રી દેવશ્રુતીજી:

  • કાર્તિક શેઠ નો જીવ, પ્રથમ દેવલોકમાંથી આવશે.

શ્રી ઉદયનાથજી:

  • શંખ શ્રાવક નો જીવ, દેવલોકમાંથી આવશે.

શ્રી પેઢાલજી:

  • આનંદ શ્રાવક નો જીવ, દેવલોકમાંથી આવશે.

શ્રી પોટ્ટીલજી:

  • સુનંદ શ્રાવક નો જીવ, દેવલોકમાંથી આવશે.

શ્રી સતકજી:

  • પોખલી શ્રાવક ના ધર્મભાઈ શતક શ્રાવક નો જીવ, દેવલોકમાંથી આવશે.

શ્રી મુનિસુવ્રતજી:

  • શ્રી કૃષ્ણજી ની માતા દેવકી નો જીવ, નરકમાંથી આવશે.

શ્રી અમમજી:

  • શ્રી કૃષ્ણ નો જીવ, ત્રીજી નરકમાંથી આવશે.

શ્રી નિ:કષાયજી:

  • સુજેષ્ઠાજી ના પુત્ર, સત્યકી રુદ્ર નો જીવ, નરકમાંથી આવશે.

શ્રી નિષ્પુલાકજી:

  • શ્રી કૃષ્ણ ના ભાઈ બલભદ્ર નો જીવ, પાંચમા દેવલોકમાંથી આવશે.

શ્રી નિર્મમજી:

  • રાજગૃહીના ધન્ના સાર્થવાહની પત્ની સુલસા શ્રાવિકા નો જીવ, દેવલોકમાંથી આવશે.

શ્રી ચિત્રગુપ્તજી:

  • બલભદ્રજી ની માતા રોહિણી નો જીવ, દેવલોકમાંથી આવશે.

શ્રી સમાધિનાથજી:

  • ભગવાન મહાવીર ને કોળાપાક વહોરાવનાર રેવતી નો જીવ, દેવલોકમાંથી આવશે.

શ્રી સંવરનાથજી:

  • સતતિલક શ્રાવક નો જીવ, દેવલોકમાંથી આવશે.

શ્રી યશોધરજી:

  • દ્વારકા નું દહન કરનાર દ્વિપાયન ઋષિ નો જીવ, દેવલોકમાંથી આવશે.

શ્રી વિજયજી:

  • કરણ નો જીવ, દેવલોકમાંથી આવશે.

શ્રી મલ્યદેવજી:

  • નિર્ગ્રંથ પુત્ર મલ્લનારદ નો જીવ, દેવલોકમાંથી આવશે.

શ્રી દેવચંદ્રજી:

  • અંબડ શ્રાવક નો જીવ, દેવલોકમાંથી આવશે.

શ્રી અનંતવીર્યજી:

  • અમર નો જીવ, દેવલોકમાંથી આવશે.

શ્રી ભદ્રંકરજી:

  • સતકજી નો જીવ, સર્વાંર્થસિદ્ધ વિમાનમાંથી આવશે.

--

--