ગુણ પાંત્રીશ વાણીએ ગાજે રે…

Samir Shah
Jainopediya
Published in
2 min readMar 31, 2020

સર્વજ્ઞ ભગવંત ની વાણી કેવી હોય છે…???

પરમાત્માની વાણી વ્યાકરણના નિયમોથી યુક્ત હોય છે.

પરમાત્માની વાણી ઉચ્ચ સ્વર વાળી હોય છે.

પરમાત્માની વાણી અગ્રામ્ય હોય છે.

પરમાત્માની વાણી મેઘના સમાન ગંભીર શબ્દો વાળી હોય છે.

પરમાત્માની વાણી પડઘા પાડવા વાળી હોય છે.

પરમાત્માની વાણી સુંદર, સોહામણી અને સાંભળવી ગમે તેવી હોય છે.

પરમાત્માની વાણી માલકોષ રાગ વાળી હોય છે.

પરમાત્માની વાણી મહાન અર્થ વાળી હોય છે.

પરમાત્માની વાણી પૂર્વાપર વાક્ય અને અર્થના વિરોધ રહિત હોય છે.

પરમાત્માની વાણી કોઇપણ પ્રકારની શંકા રહિત હોય છે.

પરમાત્માની વાણી અન્ય ના દોષો થી રહિત હોય છે.

પરમાત્માની વાણી બધાના અંત:કરણને પ્રસન્ન કરવાવાળી હોય છે.

પરમાત્માની વાણી પદો અને વાક્યો થી પરસ્પર સપેક્ષતા વાળી હોય છે.

પરમાત્માની વાણી કાળ ને અનુસરનારી હોય છે, અર્થાત દેશ કાળ ને યોગ્ય હોય છે.

પરમાત્માની વાણી વસ્તુના સ્વરૂપ ને અનુસરણ કરવા વાળી હોય છે.

પરમાત્માની વાણી વિષયને બંધ બેસતી સુસંબદ્ધ અને વિષયાંતર રહિત હોય છે.

પરમાત્માની વાણી સ્વપ્રસંશા અને બીજાની નિંદા રહિત હોય છે.

પરમાત્માની વાણી અંગીકાર કરેલા વિષયની ભૂમિકા અનુસાર હોય છે.

પરમાત્માની વાણી વખાણવા લાયક હોય છે.

પરમાત્માની વાણી બીજાની ગુપ્ત વાતોને પ્રગટ નહિ કરવાના સ્વભાવ વાળી હોય છે.

પરમાત્માની વાણી પદાર્થના કહેવા યોગ્ય અર્થની ઉદારતા વાળી હોય છે.

પરમાત્માની વાણી ધર્મ અને અર્થ થી યુક્ત હોય છે.

પરમાત્માની વાણી કારક, કાળ, વચન, લિંગ વિગેરેના વિપર્યાસ રહિત હોય છે.

પરમાત્માની વાણી વિભ્રમ, વિક્ષેપ વિગેરે મનના દોષ રહિત હોય છે.

પરમાત્માની વાણી શ્રોતાઓના ચિત્તને અવિચ્છિન્ન, આશ્ચર્ય ઉત્પન્ન કરવા વાળી હોય છે.

પરમાત્માની વાણી અદ્દભુત હોય છે.

પરમાત્માની વાણી અત્યંત વિલંબ વિના બોલાય છે.

પરમાત્માની વાણી પદાર્થને અલગ અલગ રીતે નિરૂપણ કરવા વાળી હોય છે.

પરમાત્માની વાણી અન્ય વચનોની અપેક્ષાએ વિશેષતા સ્થાપિત કરવા વાળી હોય છે.

પરમાત્માની વાણી સત્વ પ્રધાન હોય છે.

પરમાત્માની વાણી વર્ણ, પદ અને વાક્ય ના વિવેકવાળી હોય છે.

પરમાત્માની વાણી કહેવા યોગ્ય વિષયને સારી રીતે સિદ્ધ કરવા વાળી હોય છે.

પરમાત્માની વાણી વિના પ્રયાસે અનાયાસ ઉત્પન્ન થનારી હોય છે.

પરમાત્માની વાણી ઘીના સમાન સ્નિગ્ધ, ચીકાશ વાળી અને ગોળના સમાન મીઠી, મધુર હોય છે.

પરમાત્માની વાણી ઈચ્છિત સિદ્ધાંતોના અર્થ ને કહેવાવાળી અને વક્તાની શિષ્ટતા નું સુચન કરવા વાળી હોય છે.

--

--