નાના કાર્યો મોટા ફળ — 1

Samir Shah
Jainopediya
Published in
1 min readMar 31, 2020

ઘરે બેઠાં, સહેલાઈથી થઈ શકે તેવા પરમાત્માના શાસનની પુણ્યાનુબંધી પુણ્યાઈને વધારવાના સચોટ ઉપાયો

નવકારવાળી ગણવાનું ફળ

નવકારના એક અક્ષરના જાપથી ૭ સાગરોપમનું.

એક પદના જાપથી પ૦ સાગરોપમનું.

આખા યે નવકાર મંત્રના જાપથી પ૦૦ સાગરોપમનું.

બાંધી નવકારવાળી ગણવાથી પ૪,૦૦૦ સાગરોપમનું દેવતાનું આયુષ્ય બાંધે છે અને નરકનું બંધન તોડે છે.

કમલબંધથી ૧૦૮ નવકારનો જાપ કરનાર ભોજન કરતો હોય છતાં નિરંતર ઉપવાસનું ફળ મળે છે.

‘અરિહંત — સિદ્ધ — આચાર્ય — ઉવજ્ઝાય — સાહુ’ એ સોળ અક્ષરનો ર૦૦ વાર જાપ કરવાથી એક ઉપવાસનું ફળ મળે છે.

અરિહંત — સિદ્ધ એ છ અક્ષરનો ૪૦૦ વાર અને એ એક જ અક્ષરનો નિરંતર જાપ કરવાથી એક ઉપવાસનું ફળ મળે છે.

નવકારમંત્રના એક પદનો કાર્યોત્સર્ગ કરતા ર૪પ૪૦૮ ૪/૯ આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ.

આખા નવકારનો કાર્યોત્સર્ગ કરતા ૧૯૬૩ર૬૭ પલ્યોપમનું અને પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ લોગસ્સનો કાઉસગ્ગ કરતા ૬૧૩પર૧૦ પલ્યોપમનું દેવનું આયુષ્ય બંધાય છે.

--

--