નાના કાર્યો મોટા ફળ — 2

Samir Shah
Jainopediya
Published in
2 min readMar 31, 2020

ઘરે બેઠાં, સહેલાઈથી થઈ શકે તેવા પરમાત્માના શાસનની પુણ્યાનુબંધી પુણ્યાઈને વધારવાના સચોટ ઉપાયો

સામયિકનું ફળ

શુદ્ધિપૂર્વકના એક સામયિકથી (૯રપ, ૯રપ, ૯રપ,૮૯ ૧/૩) બાણું, ક્રોડ, ઓગણસાઠ લાખ, પચીસ હજાર અને નવસો પચીસ ઉપર એક તૃતિયાંશ સહિત આઠ નવમાંશ પલ્યોપમનું દેવલોકનું આયુષ્ય બંધાય.

પૌષધનું ફળ

૧૮ દોષ રહિત એક રાત્રી નો ૮ પ્રહર નો પૌષધ કરવાથી ૨૭ અબજ, ૭૭ કરોડ, ૭૭ લાખ,૭૭ હજાર, ૭૭૭ પલ્યોપમ દેવલોકનું આયુષ્ય બંધાય.

મણી જડિત સુવર્ણના પગથીયા વાળું હજાર થાંભલા વાળું ઊંચું અને સુવર્ણના તળિયા વાળું શ્રી જીન મંદિર બનાવે તેનાથી પણ વધારે ફળ તપ સહીત એક પૌષધ કરવાથી મળે.

પ્રતિક્રમણનો તથા ઉપકરણ સંબંધિત ફળ

શ્રી જિનેશ્વર ભગવંતને શોભાવતા ૨૫૦૫૨ ચૈત્યના મંડપ કરાવે તેટલું પુણ્ય એક ચરવળો કોઈને આપવાથી મળે.

૧ કરોડ પાંજરાપોળ અથવા માસક્ષમણ કરવાથી જેટલું પુણ્ય મળે તેટલું પુણ્ય એક કામળી આપવાથી થાય.

ગોકુલની ૧૦,૦૦૦ ગાયો ને એક એક ને ૧૦,૦૦૦ વાર અભયદાન દેતા જેટલું પુણ્ય થાય તેટલું પુણ્ય બીજાને પ્રતિક્રમણ નો ઉપદેશ દેતા થાય છે.

૧૦૦૦ ગાયોનું એક ગોકુલ કહેવાય આવા ૧૦,૦૦૦ ગોકુલની ગાયો દાનમાં આપવાથી જે પુણ્ય થાય તેટલું પુણ્ય કોઈને પ્રતિક્રમણનો ઉપદેશ આપવામાં થાય છે.

૮૪,૦૦૦ દાનશાળાઓ બંધાવતા જે પુણ્ય થાય તેટલું પુણ્ય ગુરૂને દ્વાદશાવર્ત વંદન કરવાથી થાય છે.

પપ૦૦ સોનૈયા ખર્ચીને જીવાભિગમ, પન્નવણા, ભગવતીસૂત્ર આદિ આગમો લખાવવાથી અથવા પપ૦૦ ગર્ભવતી ગાયોને અભયદાન આપતાં જે પુણ્ય થાય તેટલું પુણ્ય ૧ મુહપત્તિ આપવાથી થાય છે.

રપ,૦૦૦ શિખરબંધી જિનાલય બંધાવવાથી જેટલું પુણ્ય થાય તેટલું પુણ્ય ચરવળો આપવાથી થાય છે.

માસક્ષમણ કરે અથવા જીવરક્ષા માટે ક્રોડ પાંજરા કરાવે તેમાં જેટલું પુણ્ય બાંધે તેટલું પુણ્ય ૧ કટાસણું આપવાથી થાય છે.

પ૦૦ ધનુષ્ય પ્રમાણવાળી ર૮,૦૦૦ પ્રતિમા ભરાવવાથી જે પુણ્ય થાય છે તેટલું પુણ્ય એક વખત ઈરયાવહી કરતાં થાય છે.

પ્રતિક્રમણમાં ઉભા ઉભા ક્રિયા કરવાથી ૧ આયંબીલનું ફળ મળે છે.

જે નિત્ય શુદ્ધભાવે પ્રતિક્રમણ કરે તેને અનુત્તર સમાં મોટા સુખ પ્રાપ્ત થાય.

બત્રીશ દોષ રહિત શુદ્ધ વિધિ પૂર્વક ગુરુ વંદન કરનાર અલ્પ સમયમાં મોક્ષ કે વૈમાનિકપણા ને પામે છે.

સામયિક સમભાવથી કરવું જોઈએ, કારણ કે સમભાવવાળા સામયિકથી ૯૨૫૯૨૫૯૨૫-૩/૮ પલ્યોપમથી વધારે વર્ષનું દેવલોકનું આયુષ્ય બંધાય.

લોગ્ગ્સના કાઉસ્સગ્ગથી ૬૧૩૫૨૧૦ પલ્યોપમ પ્રમાણે દેવલોકનું આયુષ્ય બંધાય.

દરરોજ પાંચ તીર્થની યાત્રા કરે અને પાંચ મુનિરાજને વહોરાવે તેટલો લાભ ચુલા ઉપર ચંદરવો બાંધવાથી થાય.

--

--