પચ્ચક્ખાણનું ફળ

Samir Shah
Jainopediya
Published in
1 min readMar 31, 2020

રોજ ઓછામાં ઓછું નવકારશી અને ચૌવિહારનું પચ્ચક્ખાણ કરનારો પ્રાયઃ નરક-તિર્યંચ ગતિમાં જતો નથી.

નારકીમાં રહેલો આત્મા અકામ નિર્જરાથી અસહ્ય દુઃખો સહન કરી ૧૦૦ વર્ષમાં જેટલાં કર્મ ખપાવે છે તેટલા કર્મો માત્ર નવકારશીનું પચ્ચક્ખાણ કરનારો ખપાવે છે.

પોરસીના પચ્ચક્ખાણથી ૧,૦૦૦ વર્ષના અશુભ કર્મો નષ્ટ થાય છે.

સાઢ પોરસીથી ૧૦,૦૦૦ વર્ષના પુરિમઠ્ઠથી ૧,૦૦,૦૦૦ વર્ષના, એકાસણાથી ૧૦,૦૦,૦૦૦ વર્ષના,

નિવીથી ૧,૦૦,૦૦૦૦ વર્ષના, એકલઠાણાથી (માત્ર હાથ-મોં સિવાય એકે અંગ હાલવું ન જોઈએ અને ઠામ ચૌવિહાર કરવો જોઈએ.) ૧૦,૦૦,૦૦૦૦ વર્ષના,

એકલદત્તથી ૧૦,૦૦,૦૦,૦૦૦ વર્ષના, આયંબિલથી ૧,૦૦,૦૦,૦૦,૦૦૦ વર્ષના,

ઉપવાસથી ૧૦,૦૦,૦૦,૦૦૦ વર્ષના, છઠ્ઠ તપ કરવાથી ૧૦,૦૦,૦૦,૦૦,૦૦ વર્ષના,

અઠ્ઠમ-નવમ કરવાથી ૧૦,૦૦,૦૦,૦૦,૦૦ વર્ષના,

સદા ઉકાળેલું પાણી પીવાથી ક્રોડાક્રોડી વર્ષના અશુભકર્મ દલિતો નષ્ટ થાય છે.

આમ એકેક ઉપવાસની વૃદ્ધિ એ દસ ગુણા વર્ષોની નિર્જરાની વૃદ્ધિ થાય છે.

વિશેષમાં મુઠ્ઠીશી, ગંઠસિ, વેઢસિ વગેરે પચ્ચકખાણ બહુ ફળ આપનારાં છે.

રાત્રીભોજન ત્યાગ થી અર્ધું આયુષ્ય ઉપવાસમાં વ્યતીત થયેલું ગણાય.

થાળી ધોઈને પીવાથી ૧ આયંબીલનું ફળ મળે છે.

--

--