પદ્માવતીદેવી ના મંત્ર

Samir Shah
Jainopediya
Published in
2 min readMar 31, 2020

ૐ હ્રીં ઐં કલીં હ્રીં મહાલક્ષ્મી પદ્માવત્યૈ નમઃ

સવાર ના મંગલ પ્રભાતે સર્વતઃ શુદ્ધિ કરીને ત્રિકાળ ૧ માળા ગણો. પરિણામે ૮૧ દિવસ પછી લક્ષ્મીની વૃદ્ધી થતી જોઈ શકાશે.

ૐ હ્રીં ઐં ક્લીં સર્વ રોગ નિવારિણી શ્રી પદ્માવતી દૈવ્યૈ નમઃ

કોઈ પણ રોગ શોક-આપત્તિ માંથી ઉગરવા માટે હંમેશા ૩ માળા ગણો.

ૐ પદ્માવતિ પદ્મનેત્રે, લક્ષ્મીદાયિનિ, વાંછાપૂરણી ઋદ્ધિં સિદ્ધિં જયં જયં કુરુ કુરુ સ્વાહા

આ મંત્ર નો પૂર્વાભિમુખ રક્તાસને રક્ત માળા થી ર૧ દિવસ રોજ ૧૦૦૦ જાપ કરવાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય, ધારેલા કામ પાર પડે. કોર્ટ કચેરી માં જય મળે.

ધંધા માટે ઘડેલી યોજના એક યા બીજા કારણે તૂટી જતી હોય તો પણ આમંત્રનો ઉપર્યુક્ત વિધિ થી જાપ કરવો. ભગવતી તથા યંત્રનું પૂજન કમળ કે કરેણ ના પુષ્પો થી કરવું.

જો બેંક માંથી લોન મેળવવા પ્રયાસ થતો હોય તો તેની સફળતા માટે પણ આ જાપ ઉપયોગી છે. દેવાદાર ની સ્થિતિ ટાળવા માટે આ જાપ કરવા જેવો છે.

ૐ હ્રીં એં ક્લીં સર્વ સૌભાગ્ય દાયિનિ શ્રી પદ્માવતી દૈવ્યૈ નમઃ

આ મંત્ર નો પૂર્વાભિમુખ રક્તાસને રક્તમાળા થી ૪ર દિવસ ૧૦૦૦ જાપ કરવાથી કન્યા માટે ઈષ્ટ વર અને વર માટે ઈષ્ટ કન્યાની વધુમાં વધુ ૬માસ માંપ્રાપ્તિ થાય છે.

ભગવતી તથા યંત્રનું પૂજન. જાસુદ પૂષ્પથી કરવું સ્ત્રી-પુરુષો ના તૂટેલા સંબંધો સાંધવા માટે પણ આ મંત્ર ઉપયોગી છે.

ૐ ભ્રાઁ ભ્રીં ભ્રૂઁ ભ્રઃ પદ્મે પદ્માવતિઃ

આ મંત્ર નું રટણ કરવા થી સંકટના સમય માં સર્વ રીતે રક્ષણ મળે છે.

--

--