ભક્તામર સ્તોત્ર ના મંત્ર

Samir Shah
Jainopediya
Published in
2 min readMar 31, 2020

૬ઠ્ઠી ગાથા

ઋદ્ધિ : ૐ હ્રીં અર્હં નમો કુટ્ટ બુદ્ધિણં

મંત્ર : ૐ હ્રીં શ્રાઁ શ્રીં શ્રૂઁ શ્રઃ હું સં યઃ યઃઠઃ ઠઃ સરસ્વતી ભગવતી વિદ્યા પ્રસાદં કુરૂ કુરૂ સ્વાહા

વિધિવત છઠ્ઠીગાથા ઋદ્ધિ તથા મંત્રનો પાઠ કરવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. વિસ્મરણ થતું નથી વાણી થી શુદ્ધિ થાય છે.

મૂર્ખતા દૂર થાય. જીભ તોતડાતી હોય તો છૂટી થાય. જો આ યંત્ર રૂપાના પતરા પર કોતરાવી તેનું પૂજન કરવામાં આવે તો છ માસમાં સરસ્વતી માતા વરદાન આપે છે.

૧૧મી ગાથા

ઋદ્ધિ : ૐ હ્રીં અહઁ નમો પત્તેય બુદ્ધીણં

મંત્ર : ૐ હ્રીં શ્રીં ક્લીં શ્રાઁ શ્રીં કુમતિ નિવારિણ્યૈ મહામાયાયૈ નમઃ સ્વાહા

વિધિવત ૧૧મી ગાથા ઋદ્ધિ તથા મંત્ર ર૧ દિવસ સુધી લાલ માળા વડે જપવાથી યંત્ર પાસે રાખવાથી વસ્તુ તથા ખોવાયેલ મનુષ્ય દાસ-દાસી પણ પાછા આવે છે.

ચારે દિશા માં તેનો ૧૦૮ જાપ કરવાથી અને ઈન્દ્ર ધ્વજ શણગારી જલયાત્રા કરવામાં આવે એ વખતે ગીત-નૃત્ય તથા પંચામૃતની જલધારા દઈ અમારિપડહ વગડાવી બલિ-બાકુલા ઉછાળી નગરના દેવી-દેવતા ને પૂજી અટ્ટમની તપશ્ચર્યા કરી ૧ર,૦૦૦ સરસવના દાણા પર મંત્ર ગણી તેને ઉછાળવામાં આવે તો જરૂર વરસાદ આવે છે.

૧૪મી ગાથા

ઋદ્ધિ : ૐ હ્રીં અર્હં નમો વિઉલ મઈણં

મંત્ર : ૐ નમો ભગવત્યૈ ગુણવત્યૈ મહામાનસ્યૈ સ્વાહા

વિધિવત ૧૪મી ગાથા ઋદ્ધિ ને મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર ને મસ્તક, ભૂજા કે હૃદય પર ધારણ કરવાથી સરસ્વતી પ્રસન્ન થાય છે. વળી પવિત્ર થઈ શ્વેત વસ્ત્ર ને શ્વેત માળા થી ધૂપ-દીપ પૂર્વક ત્રણ કાળ ૧૦૮ વાર જાપ કરી.

ઘી, ગૂગળ, કસ્તુરી, કેશર, કપૂર, સુખડ, રતાંજલી અગરશિલારસ ની ગુટિકા બનાવી હોમ કરવાથી તેમ જ ત્રણેય કાળ સરસ્વતીદેવીની સુગંધી દ્રવ્યો થી પૂજા કરવાથી મહામૂર્ખ પણ વિદ્વાન થાય છે. લક્ષ્મી ની વૃદ્ધિ અને શત્રુનો ભય ટળે છે. સ્મરણશક્તિ તીવ્ર બને.

ર૦મી ગાથા

ઋદ્ધિ : ૐ હ્રીં અર્હં નમો ચારણાણં

મંત્ર : ૐ શ્રાઁ શ્રીં શ્રૂઁ શ્રઃ શત્રુભય નિવારણાય ઠઃ ઠઃ નમઃ સ્વાહા

વિધિવત ર૦ મી ગાથા ઋદ્ધિ તથા મંત્રનો જપ કરવાથી યંત્ર સ્ત્રીના કંઠે બાંધવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે તેમજ સંપત્તિ સૌભાગ્ય બુદ્ધિ ને વિજય મળે છે.

વિધિપૂર્વક પવિત્ર થઈને રૂપા ના પતરા પર અષ્ટગંધ થી યંત્ર લખી તેની સ્થાપના કરી પૂર્વાભિમુખ બેસી રૂપાની નવકારવાળી ગણવી તેમ જ, સુગંધી ૧૦૮ પુષ્પોનો હાર બનાવી તેના વડે યંત્ર ની પૂજા કરી ચડાવવો પછી- પંચામૃત થી તેનું પ્રક્ષાલન કરીને રૂપાની વાટકીમાં ગ્રહણ કરી સ્નાનાંતરે સ્ત્રીને પીવડાવવું, આ પ્રકારે ઋણઋતુ સમયે પીવડાવવાથી અવશ્ય પુત્ર ની પ્રાપ્તી થાય છે.

--

--