और बंटाई क्या बोलते भाय- तुजे फील बिल दिल में कुछ हुआ काय ?

Mihir Pathak
LearningWala STUDIO
4 min readFeb 18, 2019
Ecobuddy poster by Rutvid Dhodakiya

આજે સવારે હું અને ઋત્વીદ સર Ecobuddy મેગેજીન વિષે વાત કરી રહ્યા હતા , સર જણાવતા હતા કે આપણે મેગેજીન માં તેમણે બનાવેલું એક પોસ્ટર પણ પ્રકાશિત કરીએ

મેં આવકારો આપ્યો ત્યાં સરે એમને પેઇન્ટ કરેલું પોસ્ટર બતાવ્યું અને પૂછ્યું કે આ પોસ્ટર ની બંને બાજુ જોઈને તમને કેવું ફીલ થાય છે ? મને વિચાર આવ્યો કે આપણે આ પોસ્ટર દ્વારા બાળકો સાથે એક પ્રવૃત્તિ કરીએ….

સાંજે ક્લ્બ દરમિયાન ધોરણ આઠ ના બાળકો ને ભેગા કર્યા અને થોડું માઈન્ડ જોગ કરાવડાવ્યું

અને પછી સૂચના આપી કે અમે કાંઈક બતાવાના છીએ એ જોઈને તમને કેવું ફીલ થાય છે એ લખવાનું છે. અહીં લોજીક વાપરવાનું નથી, બહુ વિચારવાનું નથી પણ તમને અંદરથી જ ે ભાવ આવતો હોય એ જ લખવાનો છે. ઈમોજી નો ઉપયોગ પણ કરી શકો છો.

આટલું કહ્યા પછી અમે પોસ્ટર નો પહેલો હરિયાળો ભાગ દેખાડ્યો અને થોડીવાર પછી બીજો ભાગ દેખાડ્યો અને પોતાની ભાવનાઓ લખવા જણાવ્યું

બાળકોના પ્રતિભાવો

મોટાભાગ ના બાળકો એ કીધું કે પોસ્ટર નો પહેલો ભાગ જોઈને એક calmness feel થાય છે જ્યારે પોસ્ટર નો બીજો ભાગ ડરાવી દેનારો, હોરિબલ છે….

કોઈકે પ્રશ્ન ઉઠાવ્યો કે આપણને ખબર છે કે વૃક્ષ આપણને કેટલા ઉપયોગી છે તેમ છત્તા આપણે કેમ જંગલો નું નિકંદન કાઢીએ છીએ ?

કોઈક બોલ્યું કે જંગલો નું નિકંદન કાઢવું એ આપણી ‘જરૂરિયાત’ નથી પણ ‘ઈચ્છા’ છે.

એક વિદ્યાર્થીએ તો લખ્યું હતું કે જેને આ જંગલ સળગાવ્યું છે એ માણસ ને થપ્પડ મારવાનું મન થાય છે…

કોઈ વિદ્યાર્થી કહે કે મને તો હરિયાળી જોઈ એમાં રમવાનું અને રહેવાનું મન થાય તો કોઈ બોલ્યું કે ટ્રેકિંગ કરવાની કેવી મજા પડે…

ઋત્વીદ સર બોલ્યા કે મને તો કાપેલા ઝાડ જોઈને લાશ પડી હોય એમ લાગે છે

સેશનમાં સંધ્યા બેન પણ જોડાયા હતા એમણે જણાવ્યું કે વૃક્ષો ને જયારે કાપવામાં આવતા હશે ત્યારે તેઓ ને દુખતું હશે , તેઓ પણ રડતા જ હશે. હું એવું મશીન બનાવવા માંગીશ કે જે વૃક્ષો નો આક્રંદ બધા ને સંભળાવે તો કદાચ લોકો ના દિલ માં કાંઈક થાય…

એમને એક શબ્દ વાપર્યો ‘slaughtering’- આપણે વૃક્ષો ને કાપતા નથી તેમનો નરસંહાર કરીએ છીએ. બેને કીધું કે એક એવા ચશ્મા પહેરવાનું મન થાય કે જેનાથી બહારનું કાંઈ દેખાય જ ના…

સમય ની અછતને કારણે સેશન દરમિયાન મારી ભાવનાઓ બધા સામે મૂકી ના શક્યો પણ અહીં મુકવાનો પ્રયત્ન કરું છું. મને આ પોસ્ટર નો પહેલો ભાગ જોઈ ને એક અનોખો રોમાંચ અને સાથે સાથે એક પ્રકારની શાંતિ વર્તાઈ, બીજા ભાગ ને જોઈને લાગ્યું કે યાર આપણે કેમ અત્યાર સુધી ઊંઘીએ છે ? આખી માનવ જાત ઘાડ઼ નિંદ્રા માં જીવે છે, સાવ બુઠ્ઠા થઇ ગયા છે બધા.. આપણે આપણી ચેતના જગાડવી જ પડશે..

આજે ટેક્નોલોજી નો વિકાસ હરણફાળ ભરી રહ્યો છે ત્યારે માણસનું સંવેદનશીલ હોવું ખુબ જ મહત્વનું બન્યું છે. એકલું વિજ્ઞાન માણસજાત ને કદાચ કોઈ અવળી દિશા માં લઇ જશે..

અહીં Ecobuddy club માં બાળકો ક્રિટિકલ થીંકીંગ જ નહિ પણ સાથે ભાવાત્મક પાસાને પણ ઉઘાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

प्रकृति का रेप- जेप

और बंटाई क्या बोलते भाय

तुजे फील बिल दिल में

कुछ हुआ काय ?

हरे पत्तो को देखे

बहती नदिया को देखे

तेरे दिल में कुछ कील बिल हुआ काय

या फिर कुछ नजर न आये

पिलाऊ तुजे चाय

सारा समय निकला जाय

सारे पेड़ कट जाय

सब सूखा सूखा जाय

तुजे चिड़िया भी बुलाए

किसीको समज न आय

तेरे घर में भी

आग- बाग़ लगाऊ काय

तुजे कटर से काटके के

दिखाऊ काय

और बंटाई क्या बोलते भाय

तुजे फील बिल दिल में

कुछ हुआ काय

--

--