सबसे बड़ी Eco Buddy

છઠ્ઠા ધોરણ માં Eco buddy club નો અનુભવ અને ચિંતન

Mihir Pathak
LearningWala STUDIO
4 min readFeb 2, 2019

--

શાળા નો સમય સવારે 8.30 થી સાંજે 4 વાગ્યા સુધી નો હોય. બે વાગ્યા સુધી “acadamics” અને ત્યાર પછી હોમવર્ક અને ક્લ્બ પિરિયડ.

Interactive library, Art club, Practical Science club and Eco buddy club — આમ વિવિધ વિષયો ની ક્લ્બ હોય. બાળકોને પોતાને ગમતી ક્લ્બ પસંદ કરવાની સ્વતંત્રતા હોય. ક્લબના સમય દરમિયાના બાળકો પોતાની જાત ને અભિવ્યક્ત કરે, પ્રવૃતિઓ કરે, facilitator સાથે સંવાદ કરે અને કંઈક નવું શીખે એ બોનસ.

Eco buddy club નો હેતુ એના નામ થી પામી શકાય એમ છે પણ જે મને સમજાયું એ એમ —

  • કે બાળકો અને આપણે સૌ પર્યાવરણ ના મિત્રો કેવી રીતે બની શકીએ ?
  • બાળકો ને sensitize કેવી રીતે કરવા
  • આપણે બધા ભેગા થઇ પોતાના થી શરૂઆત કેવી રીતે કરી શકીએ / આપણી આદતો કેવી રીતે બદલી શકીએ ?
  • આ પર્યાવરણ મૈત્રી નો સંદેશો બીજા મિત્રો સુધી કેવી રીતે ફેલાવી શકાય ?

ઉપર ના પ્રશ્નો ઉપર મુક્ત ચર્ચા , વિચારણા , પ્રવૃતિઓ , સાહિત્ય(books, articles, audio, video, PPT, etc) ખેડાણ , Projects સાથે મળીને કરવા.

અત્યારે બાળકો પ્લાસ્ટિક કલેક્શન, પ્લાસ્ટિક બોટલ માંથી બ્રિક્સ બનાવવી, ઇકો બડી પોસ્ટર બનાવવા, વેસ્ટ બેટરી કલેક્શન, વગેરે પ્રોજેક્ટ્સ માં પોરવાયેલા છે.

1st Feb — 2019 ના રોજ હું છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ સાથે હું Eco buddy club નો ભાગ બન્યો એ દિવસ નો અનુભવ અને ચિંતન અહીં મુકવાનો પ્રયત્ન કરું છું.

આજનો મેળાપ એ.વી રૂમમાં થવાનો હતો. અમારી ઈચ્છા હતી કે આજે બાળકો સાથે થોડાક વિડીયો જોઈએ અને સંવાદ કરીએ

છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ નું એક ગ્રુપ પહોંચી આવ્યું અમે (હું અને co facilitator) પ્રોજેક્ટર અને કોમ્પ્યુટર સેટ કરી રાખ્યું હતું, અમે કયા વિડીયો થી શરૂઆત કરીશું એ વિચાર્યું નહોતું પણ મારા co facilitator એ કીધું કે આપણે સોંન્ગ થી શરૂઆત કરીએ અને બાળકો આવ્યા એટલે શરૂઆત પ્લાસ્ટિક સોંન્ગ થી થઇ.

આ સોંન્ગ માં વિવિધ સેલિબ્રિટીઓ પ્લાસ્ટિક ના પ્રોબ્લમ અને સોલ્યુશન વિષે વાત કરે છે. ગીતના શબ્દો ખુબ જ કેચી અને મન માં ઘર કરી જાય એવા છે. બાળકો સેલિબ્રિટી ને જોઈ ખુબ ખુશ થયા અને કદાચ એમ કે “આ લોકો પણ પ્લાસ્ટિક વિષે વાત કરે છે”.

વિદ્યાર્થીઓ ના ગ્રુપ માં ઘણા વિદ્યાર્થીઓ સંગીત માં રસ ધરાવતા (ગાવા — વગાડવા માં જોડાયેલા) હતા. સોંન્ગ ના શબ્દો કેચી હોવાથી કેટલાક વિદ્યાર્થીઓ ગીત ગાવા મંડ્યા, કેટલાક ને ડાન્સ કરવાનું મન થયું તો ડાન્સ કરવા લાગ્યા

ગીત પૂરું થયું એટલે અમારો પહેલો પ્રશ્ન હતો — સોંન્ગ કેવું લાગ્યું ?

કઈ વસ્તુ સૌથી વધારે ગમી ?

“સર મજા આવી.. સરસ સોંન્ગ છે.

પેલો ડાન્સ વાળો પાર્ટ આવે છે ને એ બહુ ગમ્યું”

situation drastic है… એ લાઈન સાંભળી હતી ? એ કઈ પરિસ્થિતિ ની વાત કરે છે ?

बम ये फट जाएगा — એ ક્યાં બૉમ્બ ની વાત કરે છે ?

અમે ફરી વીડિયો જોયો. આ વખતે ગીત ના શબ્દો ઉપર વધારે ધ્યાન અપાયું.

હવે પ્રશ્નો થી શરૂ થયેલી વાત સંવાદમાં ફેરવાઈ

બાળકોએ પણ પ્રશ્નો પૂછ્યા

“સર રિફ્યુઝ એટલે શું ?”

અને અમે પછી inact કરીને બતાવ્યું — શબ્દ શિક્ષણ અને ભાવનાઓ પર કામ

હું બની ગયો દુકાનદાર અને બીજા સર બની ગયા કસ્ટમર

મેં સો ગ્રામ લીંબુ માટે પ્લાસ્ટિક ની કોથળી આપી અને સાહેબે કોથળી લેવા માટે રિફ્યુઝ કર્યું

સેશન પૂરું થતા વાત થઈ કે આપણે બધા ભેગા થઈ ને આવું બીજું ગીત બનાવીએ, એસેમ્બલી માં બધા બાળકો સાથે કરીએ, આપણું ઇકો બડી બેન્ડ હોય તો…

સરે એક બીજી વાત પણ છેડી કે આપણે બીજા લોકો ને પ્લાસ્ટિક ન વાપરવાની સલાહ તો જ આપી શકીએ જો આપણે પોતે પોતાની આદતો માં બદલાવ લાવ્યા હોય. આ વાત મુકવા માટે સરે એક વાર્તાનો ઉપયોગ કર્યો જે ખૂબ અસરકારક રહી.

લગભગ લગભગ આવી જ પ્રક્રિયા છઠ્ઠા ધોરણના બીજા ગ્રુપ સાથે થઈ.

*ચિંતન મનન*

  • સોંગ અને ડાન્સ સીધા ભાવનાઓ સાથે જોડાયેલા હોય એવું લાગે છે. આ ટુલ્સ નો ઉપયોગ વધારવો જોઈએ.
  • સોંગ/વીડિયો માં સેલિબ્રિટી હોય તો એની અસર અલગ થાય છે.
  • કેચી વર્ડ્સ ની અસર થાય છે.
  • બાળકો ને આખી દુનિયા ની સલામતીની વાત કરતા પોતાની સલામતીની વાત વધુ સ્પર્શે છે. — આ વાત પર ચર્ચા કરવાની ઈચ્છા છે.
  • મારો ઇકો બડી કલબ સાથે ખૂબ મર્યાદિત અનુભવ છે પણ એમ લાગે છે કે નિયમિતતા, જોરદાર પ્લાનિંગ, કૉન્ક્રીટ પ્રવૃતિઓનો વધારો, રીફલેક્શન / લર્નિંગ ને નોંધવાની ટેવ — જેવા મુદ્દાઓ પર કામ કરવું જોઈએ એમ લાગે છે.

*સેશન દરમિયાન ના અવલોકનો / ચિંતન*

  • સેશન દરમિયાન જે ચર્ચા થઈ એમા જો આપણે પહેલે થી વીડિયો જોઈ પ્રશ્નો તૈયાર કર્યા હોત તો વધારે કૉન્ક્રીટ મુદ્દાઓ પર વાત થઈ શકત તો પણ જે મુક્ત ચર્ચા થઈ એ સારી હતી.
  • સરે પહેલા ગીત થી શરૂ કરવાનો નિર્ણય લીધો એ ગમ્યું અને એ કારગર નીકળ્યું
  • જ્યારે વિદ્યાર્થીઓ એ ડાન્સ માટે પૂછ્યું અને મેં પરમિશન આપી ત્યારે એમને જરાક અજુગતું લાગ્યું હતું. આપણે હજી મુક્ત વાતાવરણ બનાવવું જોઈએ.
  • આપણે ઇકો બડીની પ્રવૃતિઓ ને બહાર પ્રમોટ / આઉટ રિચ કરવી જોઈએ એને એટલા માટે થઈ આપણે પહેલા આપણી આદતો બદલવી જોઈએ એ વાત પર કેટલી ફોક્સ કરવું જોઈએ ? કેટલી મહત્વની છે એ વાત ? જો મહત્વની હોય તો આ વાત ને બીજી કઈ રીતે મૂકી શકાય ? હજી વધુ કૉન્ક્રીટ રીતે મૂકી શકાય કે કેમ ?

--

--