અધ્યાપન કરતાં અધ્યયન મહત્વનુ છે.

Mihir Pathak
LearningWala STUDIO
2 min readJan 30, 2018
 • શિક્ષક નહીં વિધ્યાર્થી મહત્વનો છે.
 • શિક્ષકે બાળક ‘અધ્યયન’ કરી શકે એવી તકો ઊભી કરવાની છે.
 • શિક્ષકે બાળકને ઓળખવાનો હોય છે. તેની અધ્યયન કરવાની તરેહ સમજવાની હોય છે, અને તેને અધ્યયન કરતી વેળાએ ક્યાં મુશ્કેલી આવે છે તે શોધવાનું હોય છે.
 • જોડી માં કામ કરવું, ગ્રૂપ માં કામ કરવું અધ્યયન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.
 • લેશન પ્લાનિંગ માં નબળા વિધ્યાર્થીઓ અને હોશિયાર વિધ્યાર્થીઓ બંનેને ધ્યાન માં રાખી બનાવવો જોઈએ.

વિધ્યાર્થીના અનુભવ અધ્યયન માટેનું પ્રવેશદ્વાર છે. બાળકોના પૂર્વ અનુભવ દ્વારા અધ્યયનની શરૂઆત થવી જોઈએ. પાઠ માં બાળકોના પોતાના અનુભવો, પોતાની વાત આવવી જોઈએ.

 • બાળકોને વધુ માં વધુ અનુભવો આપવા જોઈએ જેથી અધ્યયન માટે ના વધુ પ્રવેશ દ્વાર ખૂલતાં જાય.
 • વિધ્યાર્થીઓના જવાબની શિક્ષકોના ચેહેરા પર કોઈ અસર ન થવી જોઈએ.
 • બાળકને બિરદાવવા જોઈએ જેથી તેમનો આત્મ વિશ્વાસ વધે છે અને અધ્યયન માટે તે ખૂબ જ મહત્વનું છે.
 • પાઠના પ્લાનિંગ વિધ્યાર્થીઓની વાત — અનુભવો આવે એવી રીતે કરવું. ક્યાં પ્રશ્નો પૂછવા, ક્યાં શબ્દોનો અર્થ સમજાવવો વગેરે બાબતોની નોધણી કરવી.

જ્ઞાન ભાષા દ્વારા વ્યક્ત થાય છે. એટ્લે જેટલા વધારે પ્રમાણ માં ભાષા આવડે તેટલા વધુ પ્રમાણમાં જ્ઞાન બને અને વ્યક્ત થાય.

 • જે વિષય ભણાવવો હોય તેની ભાષા તૈયાર હોવી જોઈએ.
 • શિક્ષકને કોઈ શબ્દ ન આવડતો હોય તો ડિક્શનરી માથી કે શોધી લેવો. શબ્દોનો સીધે સીધો અર્થ ન કહો પણ વાક્ય પ્રયોગ કરી બતાવો.
 • ભાષાના અનુભવો પણ યાદ કરવો. આ શબ્દ ક્યાં સંભળાય છે ? ક્યાં વપરાય છે ?
 • ભૂલ એ તમે કઈ રીતે શીખી રહ્યા છો તેની નિશાની છે.
 • જાહેરમાં બાળકની ભૂલો ન કાઢો. જો ભાષાની ભૂલ હોય તો તેની સામે સાચું વાક્ય બોલી બતાવો.
 • ભૂલ ન થાય તો કેવી રીતે શિખાય ? બાળકો સાથે મિત્રતા કેળવો, તેઓ ભૂલ થવાથી ડરે નહીં તેવું વાતાવરણ કેળવો.
 • બાળક તેની રીતે હમેશા સાચો જ હોય છે. ‘ભૂલ’ એ આપણો ખ્યાલ છે.
 • બાળકો ભૂલ થવાનો ડર છોડી સર્જનાત્મક બને તે માટે વિવિધ રમતો — પ્રવૃતિઓ કરાવી શકાય.
 • રમત : હું જે પ્રશ્ન પૂછું તેનો ખોટો જવાબ આપો.
 • અમુક શબ્દો ને ઉપયોગમાં લાવવા માટે : આ અઠવાડીયા માં અમુક શબ્દોનો વારંવાર ઉપયોગ કરીશું.

વર્ગમાં વિધ્યાર્થીઓને શારીરિક અને માનસિક રીતે સક્રિય રાખવા. હળવી કસરત, રમુજ, દેડકા કૂદ

 • આપની બુદ્ધિનો વિકાસ ‘મુવમેંટ’ સાથે જોડાયેલો છે.
 • એવી મુવમેંટ ક્રિએટ કરો કે બાળક ને યાદ રહી જાય.
 • બાળકની પાચન શક્તિ ખીલવવાની છે. બાળકને ચાવી ચાવી ને આપવાનું નથી.
 • બધા વાક્યો સમજાવવાના નથી બાળકો ને જે સમજાય તે અભિવ્યક્ત કરવાની તક આપવાની છે.
 • બાળકોનું અવલોકન કરો : એ શું કરે છે તો એને આવડે છે અને જે બાળક ને નથી આવડતું એ શું કરે છે.
 • શબ્દો શોધવાના, ખાલી જગ્યા વાળા વાક્યો પૂરા કરવા, કુદકા મારવા, રમુજ કરવી વગેરે.

વિધ્યાર્થીઓ પ્રશ્નોના જવાબ આપે કે સમસ્યા ઉકેલ આપે તે માટે જરૂર પડે ત્યારે નાના નાના ટેકા શોધી કાઢો. (એટ્લે કે આખે — આખો જવાબ ન આપો પણ બેબી સ્ટેપ્સ દ્વારા વિધ્યાર્થી ને જવાબની નજીક લઈ જાવ)

 • એક માહિતીનું અલગ — અલગ પાસાઓનું એકસ્પોજર આપવાથી જ્ઞાન સર્જાય છે.

જે અધ્યયન થાય તેની લેખિત નોધ વિધ્યાર્થીઓ પાસે કરાવવી (મુખ્ય મુદ્દાઓ, શબ્દો નોટ માં લખવવા)

 • અધ્યયન
 • અનુભવ
 • ભાષા
 • સક્રિયતા
 • બેબી સ્ટેપ

ચાલો અનુભવોના પ્રવેશદ્વાર દ્વારા થતું ‘સક્રિય અધ્યયન’ નાના નાના ટેકાઓ દ્વારા આગળ ધપાવીએ. ભાષા એ જ્ઞાનની ભાષા છે.

અધ્યયનના વિકાસ માટે વિધ્યાર્થીનું જીવન, ભાષા અને સક્રિયતાનો સમન્વય કરી ટુકડે ટુકડે આગળ વધતા રહેવું…

 • જોન ડ્યુઈ , જીન પિયાજે, એક્ટિવ લર્નિંગ, સંરચનાવાદ

--

--