ઉમંગ અને રોમાંચ

Mihir Pathak
LearningWala STUDIO
4 min readOct 7, 2019

ઉમંગ અને રોમાંચ એ સાતમા અને આઠમા ધોરણ માટે ચિલ્ડ્રન યુનિવર્સીટી દ્વારા તૈયાર કરવામાં આવેલ બોનસ ચોપડી / સપ્લિમેન્ટ્રી રીડર છે. આ પુસ્તકો મહેન્દ્ર ચોટલીયા સર ના માર્ગદર્શન હેઠળ બનાવામાં આવ્યા છે જેમાં મુખ્યત્વે ભાષા કૌશલ્યો , સર્જનાત્મકતા અને સંવેદનશીલતા ઉપર કામ કરી શકાય એવી પ્રવૃતિઓ સમાવામાં આવી છે.

ઉમંગ અને રોમાંચ કોઈ વિષય ની ચોપડી નથી , આ ચોપડી માં મુખ્ય વિષય બાળકો જ છે. બાળકો ના ભાવ, બાળકોની જીજ્ઞાશા અને જાત જાત ના વિષયોની ભાષા…આ ચોપડી માંથી વિજ્ઞાન , સમાજવિદ્યા, ગુજરાતી બધું જ ભણાવી શકાય છે. કારણકે આ ચોપડી માં વિષયો ના વાડા પાડવાની જગ્યાએ આખે આખા જીવનના અમુક અંશો મુક્યા છે જેમાંથી આપણે વિવિધ વિષયો તરફ વાત દોરી લઇ જઈ શકીએ છીએ. મુખ્ય કામ બાળકો ની હોરાઈજન વિસ્તરે અને સંવેદનશીલતા વિકસે એ છે.

મહેન્દ્ર સર દ્વારા લખાયેલી પુસ્તકની પ્રસ્તાવના વાંચવા માટે અહીં ક્લિક કરો

નીલપર- સોનટેકરી ‘ગ્રામ સ્વરાજ સંઘ’ આશ્રમશાળા માં યોજાયેલી શિબિર માં 6 અને 7 માં ધોરણના વિદ્યાર્થીઓ સાથે રોમાંચ પુસ્તક નો આધાર લઈ કરેલી પ્રવૃત્તિની વિગતો મુકું છું.

નીલપર ના વિદ્યાર્થીઓ સાથે તેમના કોન્ટેક્ષ પ્રમાણે ઉપરાંત પૂર્વજ્ઞાન ને ધ્યાન માં લઈ પુસ્તક માં આપેલી ઘણી બધી પ્રવૃતિઓ માંથી થોડીક પ્રવૃતિઓ ઉપરાંત મેં ડિઝાઇન કરેલી કેટલીક પ્રવૃતિઓ દ્વારા પાઠ લીધો હતો.

પાઠ ની મુખ્ય થીમ- દરિયો

કલાસની શરૂઆત અનૌપચારિક વાત-ચીત થી કરી ત્યારબાદ પ્રશ્ન મુક્યો ‘શું તમારા માંથી કોઈએ દરિયો જોયો છે ? જવાબ- હા… (મોટાભાગના બાળકોએ દરિયો જોયો હતો)

તમે દરિયો શબ્દ સાંભળો ત્યારે શું યાદ આવે ? જવાબ- તોફાન, સુનામી, નાવડી, સ્ટિમ્બર, માછલી, મીઠું (આ રીતે અમે વર્ડ વેબ બનાવ્યું)

ક્યાંનો દરિયો જોયો છે ? કોઈએ જવાબ આપ્યો દ્વારકા તો કોઈએ કીધી માંડવી…

દરિયો તમને ગમે ? જવાબ- હા….

“મને દરિયો ગમે છે કારણ કે…એમાં માછલી હોય / એમાં મોટી મોટી નાવડી હોય / નાહવાની મજા આવે…”

પછી મેં બાળકોને એક સંવાદ સંભળાવ્યો જેમાં દરિયા કિનારે ચાલવાનો , નાહવાનો અનુભવ હોય જેમાં દરિયાના રૂપ અને સૌંદર્ય વિષેની વાત હોય. ત્યારબાદ બાળકોની ટુકડી પાડી તેમના અનુભવો સાથેનો સંવાદ રજુ કરવા કહ્યો. બાળકોને સંવાદ બોલવા માટે તૈયાર કરવામાં થોડી મુશ્કેલી પડી પણ બાળકોને આ પ્રવૃત્તિ ખુબ ગમી.

ત્યારબાદ ધ્રુવદાદાની નવલકથા ‘સમુદ્રાન્તિકે’ માંથી એક અંશ વાંચ્યો (લગભગ 2 પાના)

જેમાં દરિયા માં વાવાઝોડું આવતા બધા ભોંયરા માં જતા રહે છે. બાથરૂમમાં વીંછી નીકળતા લેખક બુટ કાઢી ને મારવા માટે આગળ વધે છે ત્યારે સાથે ઉભેલા બાળકો તેમને રોકે છે અને કહે છે કે ‘એના ઘરમાં પણ પાણી ભરાયા હશે, એ પણ અત્યારે આપણા જેવી જ સ્થિતિ માં છે એટલે જીવ પણ સમજશે, કોઈને નહિ કરડે. આપણે પણ તેને હેરાન ન કરવો જોઈએ..

બીજો એક સંવાદ છે કે જેમાં વાત આવે છે કે દરિયા માં વાવાઝોડું કેમ આવ્યું હશે ? શું દરિયો ગુસ્સે થયો હશે ? દરિયો શેના કારણે ગુસ્સે થયો હશે ? શું આપણે કોઈએ પથ્થર માર્યા એટલે ?

નવલકથાનો અંશ વાંચ્યા પછી મેં બાળકો સાથે આ સંવાદોની ચર્ચા કરી અને પ્રશ્ન મુક્યો કે ‘કુદરતમાં વધારે તાકાત છે કે માણસ માં ?’ ‘દરિયો, નદી કે વરસાદ..ધરતીકંપ કે વાવાઝોડું આ કેમ આવે ? આ કુદરત ગુસ્સે કેમ થતી હશે ?

આ પ્રશ્નો મુકયા પછી આમ ટાઇટેનિક ફિલ્મ નો એક અંશ જોયો જેમાં સ્ટીમર હિમશીલા સાથે અથડાતા તેમાં પાણી ભરાવા લાગે છે. વિડીયો જોયા પછી કેવા ભાવ થાય છે એ પૂછ્યું, તથા આ ઘટના પાછળના વિજ્ઞાન વિશેની વાત કરી.

ત્યારબાદ ઉપરના પ્રશ્નો ફરી આગળ વધાર્યા

કોઈએ જવાબ આપ્યો કે આપણે ખરાબ કામ કરીયે એટલે , કોઈએ કીધું કે ના ધરતીકંપ તો જમીનની અંદર કંઈક થાય એના કારણે આવે આપણા લીધે નહિ. ચર્ચા કરતા કરતા વાત પ્રદુષણ અને કલાઇમેટ ચેન્જ ઉપર આવી. શું આપણી વ્યક્તિગત એક્શન પ્રકૃતિને કોઈ અસર કરે ? જો હા તો કઈ રીતે અસર કરે ?

વાત પલાસ્ટીક ઉપર અને પલાસ્ટીક દ્વારા પ્રકૃતિને અને અલ્ટીમેટલી બધા જીવોને થતા નુકશાન તરફ આવી, બીચ ઉપર ફેલાતી ગંદકી ના કારણે સૌંદર્ય માં થતી બરબાદી તરફ પણ કોઈના વિચારોના ઘોડા દોડ્યા.

ત્યારબાદ અમે એક વિડીયો જોયો જેમાં દુનિયાના વિવિધ સમુદ્રો માં ફેલાયેલા પલાસ્ટીક પોલ્યુશન અને તેના કારણે મરીન લાઈફ અને માઇગ્રેટેડ બર્ડ્સને થતા નુકશાન વિષે વાત કરી હતી. વિડીયો માં પલાસ્ટીક ખાઈ જવાના કારણે મ્ર્ત્યુ પામેલા બર્ડ્સનું પેટ ચીરી પલાસ્ટીક ના ટુકડાઓ કાઢીને બતાવામાં આવ્યા હતા.

આ વિડીયો પછી થોડીક મિનિટો સુધી એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. ત્યારબાદ થોડી ચર્ચા થઈ કે આપણે આપણામાં શું બદલાવ લાવી શકીએ- રીયુઝ , રીસાઇકલ અને રિડ્યુસ ની વાત થઈ.

અંતે અમે જૂથ બનાવી પ્રતિભાવો લખી છુટા પડ્યા.

પુસ્તકમાં ભાષા કૌશલ્યો તથા સર્જનાત્મકતા ખીલવવા માટે ઘણી પ્રવૃતિઓ આપી છે જે સમયના અભાવ ના કારણે નથી કરી શક્યો પણ ફરી કોઈ શિબિર વધુ સારી રીતે આયોજન કરી આ બધી જ પ્રવૃતિઓનું એક્સપોઝર બાળકોને આપવાની ઈચ્છા છે.

બાળકોના પ્રતિભાવો

--

--