ઓનલાઇન લર્નિંગની વેળાએ
વધારે પ્રસ્તાવના નથી બાંધવી, થોડી વાતો સીધે સીધી વહેંચવાનું મન છે.
પહેલા એક બે લોક ડાઉન સુધી તો સ્કૂલોએ રેન્ડમ વર્કશીટ અને વિડીયો ના વોટ્સ એપ પાર ખડકલા કરીને ચલાવ્યું પણ હવે બધા મુંઝવણ માં મુકાયા છે.
મોટા ભાગની પ્રાઇવેટ સ્કૂલો ઓનલાઇન કલાસ લેવાના રસ્તાઓ વિચારી રહી છે , આ વાત માં બાળકો નું શિક્ષણ ન રોકાય અને બાળકો સતત શીખતાં રહે એ હેતુ તો હશે જ પણ એ સિવાય ભણાવે નહિ તો ફીસ કોણ આપશે એવી છુપી ગણતરી પણ હશે એવી મારી માન્યતા છે.
કેટલીક સંસ્થાઓ જે ગામડા આમ રેમીડીયલ શિક્ષણનું કામ કરી રહી છે એ લોકો પણ પોતાના બાળકો સુધી કેવી રીતે પહોંચી શકે એ વિચારી રહ્યા છે
- ટેક્નિકલ સુવિધાઓ હોવી એક સમસ્યા
- શિક્ષકો તૈયાર હોવા બીજી સમસ્યા
- આ બધું બરાબર થાય તો સ્ક્રીન ટાઈમ વધી જાય
- કોન્ટેન્ટ કેટલું અસરકારક છે , બાળક શીખી રહ્યો છે એવું ટ્રેક કેવી રીતે કરીશું ?
- ઇન્ટરએક્ટિવ સેશન રાખીએ કે ખાલી વિડીયો બનાવી યુ ટ્યુબ લિંક શેર કરી દઈએ ?
આ અને આવા બીજા ઘણા બધા પ્રશ્નો સાથે શૈક્ષણિક સંસ્થાઓ અત્યારે મથી રહી છે. ઘણા મિત્રોના ફોન પણ આવ્યા અને બાળકો અને માબાપ પ્રત્યેની સંવેદના પણ તેઓ જણાવી
બીજી બાજુ માં બાપ પોતાની વર્ક — લાઈફ બેલેન્સ કરવા માંથી રહ્યા છે. બાળકોને એન્ગેજ કરવા માટે પૂરતો સમય નથી આપી શકાતો. બાળકના પ્રશ્નો ના જવાબ મોબાઈલની સ્ક્રીનમાં જોઈને આપાય છે
નવા ટેબ્લેટ અને લેપટોપ ખરીદવામાં આવી રહ્યા છે. કારણકે માં — બાપ અને બાળક બંનેને ઝૂમ પર હાજરી આપવાની હોય છે.
કેટલાક વાલીઓ હોમ સ્કૂલિંગ તરફ વાલ્વનું વિચારી રહ્યા છે તો કેટલાક વાલીઓ આ વર્ષે સ્કૂલ નહિ મોકલી ડાયરેક્ટ આવતા વર્ષે સ્કૂલ મોકલવાનું વિચારી રહ્યા છે
કોઈક જાતે થોડી શોધ ખોળ કરી કેટલીક એપ્સ અને કેટલાક રસપ્રદ વેબિનાર બાળકો પાસે એટેન્ડ કરાવે છે તો કોઈ સીધા ઓનાલીન કોર્સ માં જ સાઈન એ કરી આપે છે
જે ફેમેલી પહેલેથી જ હોમ સ્કૂલિંગ કે અલ્ટરનેટિવ સ્કૂલિંગ માં વિશ્વાસ રાખતા હતા એ લોક હમણાં કોલર ઊંચા કરીને ફરી રહ્યા છે.
ગામડાઓનો તો અલગ સિનારિયો છે , માં બાપ કોઈ ખેતીના કામ માં વ્યસ્ત છે વોટ્સ એપ કે યુ ટ્યુબ ના કોઈ ઠેકાણા નથી , કોઈ રીક્ષા ચલાવી ને ઘર ચલાવવા મથે છે. ઘર માં એક જ મોબાઈલ છે એ પપ્પા પાસે છે અને રાત્રે પપ્પા આવે ત્યારે વોટ્સ એપ ના સ્કૂલ ગ્રુપ્સ માં ખડકાયેલી વર્કશીટ નો ઢગલો ઉકેલવાનો પ્રયત્ન થાય છે, ઘરમાં મરાઠી કે ગુજરાતી બોલાતી હોય અને વર્કશીટ અંગ્રેજી માં આવે…
શિક્ષકો પણ મુંઝવણમાં છે નવી ટેક્નોલોજી શીખવી પડશે, આવતા મહિને પગાર મળશે કે નહિ ?, મારા બધા lesson plan ફરી તૈયાર કરવા પડશે, — આ બધું જ બપોરના 1 વાગે રોટલી કરતા કરતા વિચારવાનું કેટલું ભયાનક થઈ પડતું હશે એની કલ્પના કરવી પણ મારા રુવાડા ઉંચા કરી દે છે.
કેટલાક શિક્ષકોએ પોતાની યુ ટ્યુબ ચેનલો ચાલુ કરી દીધી પોતે અપગ્રેડ થવા માટે વિવિધ વેબિનાર માં જોડાવા લાગ્યા , કેટલાક તો હોસ્ટ પણ કરવા મંડ્યા
જેની માટે આ બધી ઝફા થઇ રહી છે એ બાળક શું વિચારતો હશે ? એની કેવું ફીલ થતું હશે , કીસીને પૂછા ? એના માટે કેટલું નવું હશે યાર , મમ્મી પપ્પા જે આખો દિવસ ઓફિસ માં રહેતા ને ક્યારેય જોવા નહોતા મળતા એ આજકાલ અહીં જ હોય છે પણ એટેંશન તો એટલું જ મળે છે જેટલું પહેલા મળતું હતું , બાળકની સાથે ગાળવામાં આવતા સમય માં કોઈ બહુ ફેરફાર થયો નથી
મારા ફ્રેન્ડ્સ જેની સાથે હું બધું શેર કરતો હતો એ આજકાલ દખાતા નથી , વિડીયો માં જ દેખાય છે અને એ પણ કોઈક વાર
કોઈ વર્કશીટ મોકલાવે છે , કોઈક સ્ટોરી સંભળાવે છે, કોઈક ક્રિએટિવ ક્રિએટિવ કહીને મારી પાસે મજૂરી કરાવે છે, મને તો કોઈ પૂછતું નથી મારે શું કરવું છે
ઘણો કોમ્પ્લેક્ષ મુદ્દો છે , આખા સ્પ્રેકટ્રમમાં ઘણી અસમાનતાઓ દેખાઈ રહી છે. એકવી રીતે સોલ્વ કરીશું ? મને જે સૂઝ્યું એ અહીં વહેંચવાનો પ્રયત્ન કરું છું
સૌથી પહેલા શરૂ કરીયે પ્રિ સ્કૂલ અને જુનિયર ક્લાસીસ ના એટલે કે ધોરણ એક થી ચારના બાળકોની. — પહેલા ચિત્ર જોઈએ અમદાવાદ — વડોદરા જેવી સીટી અને એની આસપાસ ના નાના ટાઉનનું
- જે બાળકો સાથે કલાસરૂમમાં કામ કરવા આપણે કેટલું મથવું પડે છે એ બાળકો ઓનલાઇન કેવી રીતે ભણશે ?
- સ્ક્રીન ટાઈમ વધી જશે , આ ઉંમરે આટલી સ્ક્રીન સારી નહિ ,
- આપણા શિક્ષકો ઓનલાઇન ભણાવવા માટે તૈયાર નથી ,
- ટેક્નિકલ સુવિધાઓ નથી , પેરેન્ટ્સ ને પ્લેટફોર્મ વાપરતા આવડશે કે નહિ
- આપણે ફક્ત વિડીયો અને વર્કશીટ મોકલીએ કે ઇન્ટરેક્ટિવ કલાસ રાખીએ
- બાળકોના સોશિયલ ઈમોશનલ લર્નિંગ નું શું ?
હવે પોસિબિલિટીની વાત કરીએ
સ્ટેજ 1
સૌથી પહેલા તો ‘વર્ચ્યુઅલ પ્રિ સ્કૂલ’ , યુટયુબ પર ફક્ત વિડીયો અને બોરિંગ વર્કશીટ મોકલવા કરતા મારા મતે
વીક માં બે કે ત્રણ દિવસ વધારે માં વધારે એક કલાક ના ઇન્ટરેક્ટિવ — 2 વે કલાસ લઇ શકાય
આ કલાસ માં શિક્ષક વિડીયો કોલ કરે જેમાં બાળકો પોતાના મિત્રો ને જોઈ શકે , શિક્ષક ને જોઈ શકે તેમનો અવાજ સાંભળી શકે , શિક્ષક દરેક બાળકનું નામ લે જેનાથી કનેક્શન બને છે.
આ કલાસ માં વાર્તાઓ કહેવાય , થઇ શકે તો પપેટ અને બીજા સ્ટોરી ટેલિંગ એડ્સની મદદ લઈને આખી વાત થાય
બાળકોને પણ વચ્ચે પ્રશ્નો પૂછવામાં આવે , ભલે ઘોઘાટ થાય પણ શિક્ષક અને બાળકો સાથે મળીને ગીત ગાવાનો પ્રયત્ન કરે
વાર્તા માં જ ઘણી બધી એકેડમિક વાતોને વાણી લેવાનો પ્રયત્ન કરવામાં આવે
પછી થોડીક આમ તેમની વાતો થાય આજે શું ખાધું અને શું રમ્યા અને કયું કાર્ટૂન જોયું અને મમ્મી શું કરે છે અને પપ્પા એ આજે શું કર્યું …. બાળકોને બોલવાનો ભરપૂર મોકો આપો એમને સાંભળનારા લોક ઓઆજ કાળ ખુબ ઓછા છે.
કલાસ પત્યા પછી પેરેન્ટ્સ — ફેમેલી માટેની પ્રવૃતિઓ આપો જેમાં પેરેન્ટ્સ બાળકો સાથે ક્વોલિટી ટાઈમ ગાળી શકે અને શીખવાનું પણ થાય
થોડાક એવા વેબિનાર અને ઓનલાઇન પ્રોગ્રામ જે એજ એપ્રોપીએટ કોન્ટેન્ટ હોય એના રેફરન્સ પણ આપી શકાય
પેરેન્ટ્સે ગમે તે એપ કે ઓનલાઇન પ્રોગ્રામની લોભામણી જાહેરાતોથી લલચાઈ જવાની અને બાળકોને ગમે તે ડાઉનલોડ કરીને આપી દેવાની જરૂર નથી. એ એપ્સ ક્યાં હેતુ થી બનાવામાં આવી છે બાળકની ઉમર પ્રમાણેનું કોન્ટેન્ટ એમાં છે કે નહિ એ બધું જ જોવું જોઈએ.
રીસોર્સીસ અને રેકમન્ડેશન -
વેગ ટેલ્સ (https://www.instagram.com/wag.tales/) મુંબઈનું એક ખુબ જ સંવેદનશીલ કપલ જે પોતે વોલડોર્ફ કિન્ડરગાર્ટન ટીચરનો કોર્સ કરી બાળકની ઉંમર, રસના વિષયને ધ્યાનમાં રાખી ઇન્સ્તાગ્રામ ઉપર વાર્તાઓ કહે છે અને પેરેન્ટ્સે પોતાના બાળકોને વાર્તાઓ કેવી રીતના કહેવી એના ઉપર વર્કશોપ પણ કરે છે.
કરાડી ટેલ્સ (https://www.facebook.com/karaditales) ખુબ જાણતી પબ્લિશિંગ કંપની , બાળકો માટે ખુબ બધા નવા નવા સ્ટોરી ટેલર્સ ને ભેગા કરી ફેસબુક લાઈવ ના માધ્યમ થી વાર્તાઓ પીરસે છે. નસિરુદીન શાહ , નંદિતા દાસ, ઉષા ઉથથપ જેવા મોટા કલાકારો પણ આ માધ્યમથી વાર્તા કહેવા માટે જોડાય છે.
વિવિધ ભાષાઓમાં વાર્તાની ચોપડીઓનો ખજાનો (https://storyweaver.org.in/ )
શિક્ષકો માટે દિવાસ્વપ્ન અને તોતોચાન જેવા શિક્ષણ પ્રોયોગોની ઓડિયો સ્ટોરી (https://www.youtube.com/Yunhi) મુંબઈના મિત્ર અંકિત દ્વિવેદી દ્વારા
શાળાઓ અને શિક્ષકો માટે ખાસ — અર્લી ચાઇલ્ડહુડ એસોશિએશન — ઇન્ડિયા (https://www.facebook.com/EarlyChildhoodAssociation.India/) ના ફેસબુક પેજ ઉપર ખુબ જ સુંદર વેબિનાર યોજાઈ રહ્યા છે — ઓનલાઇન લર્નિંગ વિષે અને કોરોના પછી જયારે શાળાઓ ઉઘડશે ત્યારે ખાસ કરીને નાના બાળકો માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ એના વિષે ઘણું બધું ઓથેન્ટિક સાહિત્ય અહીં ઉપલબ્ધ છે.
બાકી બાળકોને એન્ગેજ કેવી રીતે કરવા, આવા સમયે બાળકો સાથે કેવી રીતે વાત કરવી, સાથે સમય કેવી રીતે પસાર કરવો — આ બાબતો માં કોઈ મુંઝવણ હોય કોઈ રીસોર્સીસ જોઈતા હોય તો કોઈ પણ શિક્ષક મિત્ર કે વાલી મિત્રો મારો સંપર્ક કરી શકે છે. હું કાંઈ એક્સપર્ટ નથી પણ આપણે પરિસ્થિતિને સમજીને સાથે કાંઈક એક્સપ્લોર કરીશું
કોલોબ્રેશન જરૂરી છે, દરેક સ્કૂલ પોતાનું અલગ કોન્ટેન્ટ બનાવ બેસે એના કરતા થોડીક સ્કૂલો સાથે મળીને કાંઈક કરે , અથવા એક બીજાનું કોન્ટેન્ટ રી યુઝ કરે તો ઘણું સરસ કામ થઈ શકે
સ્ટેજ 2
બાળકો , શિક્ષકો અને વાલીઓ બધા એક વખત પ્લેટફોર્મ અને પેટર્નથી ટેવાઈ જાય ત્યાર બાદ 2 થી 4 ધોરણના બાળકો સાથે થોડુંક એકેડમિક તરફ આગળ વધી શકાય પણ એમાં પણ વેરાઈટી ઓફ એક્ટિવિટી , પર્સનલ એટેંશન , પ્લે વે મેથડ , ગ્રુપ સાઈઝ નાની
આ બધી બાબતો નું ધ્યાન રાખી શકાય
ગામડાના બાળકોની વાત કરીએ તો જો વોટ્સએપ ન અવેલેબલ હોય તો સદા વોઇસ કોલ થી જોડાવ, ગ્રુપ કોલ કરો , વાર્તાઓ કહો — બધું ભણાવી દેવાની કે શીખવાડી દેવાની આશા હમણાં ના રાખો , તમે કનેક્ટ થવાના હેતુ સાથે જાવ પછી રસ્તાઓ ખુલતા જશે.
કેટલાક મિત્રોએ રેડિયો ટેક્નોલોજી, મોબાઈલ સાથે લાઉડ સ્પીકર જોડી, ટીવી ચેનલનો ઉપયોગ કરી વર્ગો ચલાવવાના પ્રયત્નો કાર્ય છે. મૂળવાત કનેક્શનની છે , સંબંધની છે જેના માટે આપડે માસ માં ડિલ કરવાનું છોડી ડી સેન્ટ્રલાઇઝ થવું પડશે. નાના નાના ગ્રુપ માં બાળકો સાથે જોડાવું પડશે. થોડી મહેનત વધશે પણ કાંઈક નવું ઉઘડશે…
હવે મોટા બાળકોની વાત કરીએ
કેટલીક સ્કૂલો વાળાએ તો મોટા છોકરાઓ માટે આખેઆખું ટાઈમટેબલ જ બનાવી નાખ્યું હતું , મને કેટલાક મિત્રો જણાવતા હતા કે બાળકો પાંચ પાંચ કલાક સ્ક્રીનની સામે બેસી રહે છે….
કેટલાક બાળકોને ઉંઘ પણ આવતી હશે , કેટલું શીખતાં હશે કાંઈ ખબર નહિ
પણ મને તો ઓનલાઇન માધ્યમ માં ઘણી શક્યતાઓ દેખાય છે જો આપણે વ્યવસ્થિત પ્રયત્નો કરીએ તો
ફ્લિપ કલાસરૂમ
શિક્ષકો ભણાવાનું છોડે અને બાળકોને લીડ કરવાની તક આપીયે તો ? મારો મોટા બાળકો સાથેનો અનુભવ ઓછો છે પણ હું અત્યારે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગના કલાસ ચલાવું છું એમાં બાળકો જ લીડ કરે છે , હું તો ફક્ત ડાઉટ સોલવિંગઃ કરું છું.
શું વિજ્ઞાન માં એવું થઇ શકે બાળકો બે ટોપિક વિષે વાંચીને તૈયાર કરી લાવે અને ઓનલાઇન માધ્યમ પાર જયારે આખો કલાસ મળે ત્યારે એ પ્રિઝેન્ટ કરે , શિક્ષક એમાં થી બીજા પ્રશ્નો પૂછે અને સમજ તરફ દોરી જાય ,ખાન એકેડમી અને બૈજુ જેવા ટુલ્સ તો બાળકો જાતે વાપરી જ શકે છે પણ મિત્રો સાથે મળીને શીખવાની જે વાત છે, સેલ્ફ લર્નિંગ અને કોપરેટીવ — કોલોબ્રેટિવ લર્નિંગ પર ભાર મૂકી શકાય
આવી વિવિધ પેડાગોજી આપણે વિચારવી પડશે , અફ કોર્સ વિદ્યાર્થીઓનું બેકરાઉન્ડ , શિક્ષકની સ્કિલ , ટેક્નિકલ વસ્તુઓ બધું મેટર કરે છે પણ તેમ છતાં જેટલું શક્ય છે એટલું કરવું જોઈએ ,પણ બોરિગં યુ ટ્યુબ વિડીયો કે ઝોક આવે એવા ઝૂમ કલાસીસ તો નહિ જ
અને ગાઈડ માંથી કોપી કરીને લખી શકાય કે ગુગલ પાર થી સઁકેલી લેવાય એવી વર્કશીટનો શું ફાયદો ? હા શિક્ષકોનું કામ વધી જશે , ઘર પણ સાંભળવાનું છે, પોતાના દીકરા દીકરીનું હોમવર્ક પણ કરવાવવાનું છે અને પાછા આ ઓનલાઇન ના લમણા !!
પણ મિત્રો બાળકો માટે આપણે આ કરવું જ રહ્યું , અમારા જેવા મિત્રો આપની સાથે જોડાવા તૈયાર છે. આપણે સાથે મળીને આ એક્સપ્લોર કરવાનું છે
બીજી ઘણી વાતો કરવાનું અને કામ કરવાનું મન થાય છે પણ આ લેખ એક ઈનવીટેશન તરીકે મુકું છું
મિહિર પાઠક
મોબાઈલ - +91 9537068736