કંડિશનિંગ તોડવાના કાવતરા

Mihir Pathak
LearningWala STUDIO
3 min readMar 29, 2020

(મહેન્દ્ર સર સાથે ફોન પર થએલી વાતચીત ઉપરથી)

શિક્ષકે પોતાનું કંડિશનિંગ તોડવાનું હોય એમાં બે રીત હોઈ શકે

1. રિફ્લેક્શન

2. એક્શન

એક્શનની રીત એવી હોય કે ,

  • You should start your class with a joke
  • બધા બાળકોને સાથે કોઈ પિક્ચરના ગીત પર ગાંડો — ઘેલો ડાન્સ કરીને કલાસ શરૂ કરવાનો
  • એક બીજાને ગ્રીટ કરીએ ત્યારે ‘ગુડ મોર્નિંગ’ કહેવાને બદલે ભયંકર રીતે મોઢા બગાડવાના
  • કોઈ જગ્યાએ જવું હોય તો છોકરાઓ અને શિક્ષકે ઊંધા પગે ચાલીને જવાનું

આ બધું વાહિયાત લાગે પણ વાહિયાત નથી. આ તમને શક્તિ આપે છે. “જો તમે પહેલા ફિઝીકલી પેટર્ન્સ તોડી શકશો તો પછી આગળ જતા મેન્ટલ પેટર્ન્સ તોડી શકશો”

અન્નમય કોષ માંથી મનોમય કોષમાં જવાનું છે.

  • રોજિંદા કામો ડાબા હાથે કરવાના
  • રોજ એક એવી વસ્તુ કરો જેનાથી થી તમને ડર લાગે છે
  • રોજ એક કોઈ રેન્ડમ વસ્તુ કરો
  • અડધું શર્ટ ઈન અને અડધું બહાર કરીને સ્કૂલમાં જવાનું
  • શર્ટ ઊંધો પહેરીને સ્કૂલમાં જવાનું, છોકરાઓને પણ કહેવાનું કે શર્ટ ઊંધો કરીદો
  • ગમે એવો ગાંડો ઘેલો ડાન્સ કરવાનો
  • જિબ્રીશ ગેમ, માઈન્ડ જોગ જેવી થીએટર ગેમ
  • છોકરાઓ કલાસમાં આવે ત્યારે કમ ઈન બોલવાની જગ્યાએ શિક્ષકે છોકરાને ‘વેલકમ સર’ કહીને બોલવાનો
  • રમત — પ્રશ્ન પૂછે એનો ખોટો જવાબ આપવાનો

જેમકે ક્યાં ફરવા ગયો હતો = આકાશ માં, બકરીને કેટલા પગ હોય = રીંગણનું શાક (પ્રશ્ન થી જેટલો દૂરનો જવાબ હોય, લાગતો વળગતો ન હોય એવો જવાબ હોય તો વધારે સારું )

આવી રીતે હિંમત ઉભી થાય

અવલોકન કરતા શીખવાની પ્રવૃતિઓ

  • છોકરાઓને એક પાંદડું આપીને જોવાનું કહેવાનું , ઝીણું ઝીણું જોવાનું કહેવાનું
  • રમત

ચપ્પા ચપ્પા છાન મારો — એક છોકરો ચહેરા ઉપર કાંઈક નિશાની કરીને આવે અને બીજા છોકરો એ ચહેરો ધ્યાન થી જોઈને શોધી કાઢે

  • એક આખું વાક્ય લખવાનું જેમાં એક જગ્યાએ સાચો શબ્દ બનતો હોય જે બાળકો શોધી કાઢે

જેમકે — હરકકદહલગાયલકમસદનમહલઓ

શિક્ષકો માટે

  • તમારું ડેઇલી રૂટિન ડિટેઇલ માં લખો (2 પેજ ભરીને), તમે રોજ કેટલા વાગે શું કામ કરો છો અને પછી જોવાનું કે આ રૂટિન માં કેવી રીતે બદલાવ લાવી શકાય

જેમકે — રોજ સવારે નાહવાની જરૂર નથી ગમે ત્યારે નાહવાનું , ખાવામાં આ જ અને આટલું જ જોઈએ એવું નહિ, વાળ ઓઢ્યા વગર સ્કૂલે જવાનું , ઊંધો શર્ટ પહેરીને બજારમાં નીકળવાનું

આ બધું પહેલા નક્કી કરીને કરવું પડે પછી જાતે આવતું જાય

માન્યતાઓ પર કામ કરવાનું

  • આગળનું સ્ટેપ છે કે તમારી માન્યતાઓ ઉપર કામ કરવાનું

તમે શું માનો છો — પોતાના જીવન વિષે, બીજાના જીવન વિષે, સુખાકારી વિષે, માન આપવા વિષે, સંબંધો વિષે

  • માન્યતાઓની યાદ કરો પછી એના ઉપર ભેગા થઈ વિચાર કરો

નો રિએક્શન

  • you should be quite neutral to any criticism

તમારી કોઈ ટીકા કરે તો તમને કઈ થવું ન જોઈએ (ઈરાદા પૂર્વક પણ બીજાની ટીકા કરીને જોવું જઈએ)

જેમકે,

મિહિરને કહેવાનું

“મિહિર એ આજે સાવ ભંગાર કામ કર્યું…”

પછી મિહિરને પૂછવાનું કે કેવું લાગ્યું ?

કઈ જ પણ રિસ્પોન્સ નથી આપવાનો , હાવ ભાવ પણ નથી બદલવાના

આ વખતે જોવાનું છે કે હું ખરેખર સાંભળું છું ને ? ડિસ્ટર્બ નથી થઈ જતો ને ?

  • last but not the least — મિર્ચી મુર્ગા માં નંબર આપી દેવાનો :)

--

--