ગણિતના ગલ - ગલિયા…

ત્રીસ ધુરન્ધરો ધરાવતા પાંચમા ધોરણના ક્લાસમાં ગણિત ભણાવવાના અનુભવો ઉપર ચિંતન

Mihir Pathak
LearningWala STUDIO
2 min readFeb 1, 2019

--

પહેલા ગણિત કોઈ દિવસ નથી ભણાવ્યું અને અધૂરામાં પૂરું આપણને ગણિત ગમે નહીં — દસમા માં બેડે બેડે પાસ થયો હતો.. મેં પણ શીખવાનું શરૂ કર્યું , મને પણ ગણિત ધીમે ધીમે ગમવા માંડ્યું છે — ક્લ્ટીવેટેડ ટેસ્ટ યુ નો ? હવે બાળકો ને પણ ગલ -ગલિયા કરીશુ…

આયોજન + અવલોકન રોજનીશી માં ડોકિયું

“सर आज क्या करवाओगे ?

मेथ्स करेंगे बेटा…

सर नेचर वॉक पे चले ?

सर प्लेस चेंज करलु ?

सर पानी पीलू ?

सर वॉशरूम जा कर आउ ?

सर एक्टिविटी करवाओगे ?”

આટલા બધા પ્રશ્નો ની વણજાર પછી તમે ઢગલાબંધ બૂમો પાડો, થોડીક લાલચ કે બીક દેખાડી છોકરાઓ ને ચૂપ કરાવો પછી કંઈક ગણિત ની વાત થવાની સંભાવના બને.

“सर नोटबुक निकले ?

सर नए पेज से शुरू करे ?

सर हेडिंग क्या दे ?

सर नोटबुक घर पे भूल गया हूँ, क्या करू ?”

આ બધા વહેણ ને સામે તરીને તમે કોઈક પ્રવૃત્તિ કરાવવાની શરૂ કરો અને બાળકોને એ પ્રવૃત્તિ માં રસ પડે તો તમે શૂરા :)

જયારે શહેર ના બાળકો કે જેમને ઘણું બધું જાત — જાત નું એક્સપોઝર મળ્યું છે એવા બાળકો સાથે કામ કરતી વખતે ક્લાસ માં જઈએ ત્યારે એમનું ધ્યાન આકર્ષવા ઘણી બધી તૈયારી સાથે જવું પડે.

  • બાળકો ના પૂર્વજ્ઞાન ને ધ્યાન માં રાખી ને બાળકો ને વિસ્મય થાય એવી પ્રવૃત્તિ હોવી જોઈએ
  • બાળકોને ચેલન્જ મળે એવી પ્રવૃત્તિ હોવી જોઈએ
  • બાળકો ને મેથડ કે જવાબ કહેવાને બદલે બેબી સ્ટેપ્સ આપવા
  • બાળકો ને દાખલો કે પ્રવૃત્તિ પોતાની રીતે પણ કરવા દો — કોઈ પણ એક વાત જડતા થી પકડી ન રાખો
  • હોશિયાર/વહેલું કામ પતાવી દેનાર વિદ્યાર્થીઓ માટે બીજી પ્રવૃત્તિ તૈયાર રાખવી
  • જૂથ માં અને જોડી માં કામ આપવું
  • કોઈ પણ પ્રકરણ માટે પહેલા કોન્ક્રીટ પ્રવૃત્તિ + જીવન સાથેનું જોડાણ ઉભું કરવું અને કોઈ પણ કોન્સેપટ વિવિધ ડાઈમેંશન થી વિચારી , તપાસી જ્ઞાનની સંરચના બાળકો જાતે કરે એવું વાતાવરણ ઉભું કરવું જોઈએ
  • પ્રવૃત્તિ કરવામાં કે દાખલા / પ્રોબ્લેમ ના ઉકેલ માં બાળકો ઘરેડ કરતા અલગ રીતે વિચાર કરે તે માટે પ્રોત્સાહિત કરવા જોઈએ
  • બાળકો માં મેથેમેટિકલ માઈન્ડસેટ વિકસે એના ઉપર ભાર આપવો જોઈએ
  • બાળકો ના કામનો રચનાત્મક ફીડબેક આપવો

--

--