ચાલો બાળકોને મળવા…..

ધોરણ 1 થી 5 ના બાળકો સાથે કરેલી શૈક્ષણિક મુલાકાતોનો અહેવાલ

Mihir Pathak
LearningWala STUDIO
3 min readOct 25, 2021

--

કોરોના મહામારી ના કારણે શાળાઓ બંધ કરવી પડી ત્યારે ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓના શિક્ષણનું શું થશે ? આ વિચાર શિક્ષકો, શાળા મેનેજમેન્ટ અને વાલીઓની ચિંતાનું કારણ બન્યો.

બાળકોને શાળામાં નથી બોલાવી શકતા પણ આપણે તો બાળકો પાસે જઈ શકીએ છીએ ને !!

શું આપણે બધા ગામડાઓ માં દર આઠવાડિયે વિઝીટ કરી લિમિટેડ સંખ્યા માં બાળકોને ભેગા કરીએ તો કેવું રહે?

તારીખ 17–6–2021 ના રોજ ભાયાવદર ગામ માં બાળકો સાથે મુલાકાત કરી. બાળકોને સીધે સીધા ભણાવાની જગ્યાએ લીંબુચમચી, સંગીત ખુરશી જેવી રમતો દ્વારા શિક્ષકો સાથે પરિચય કેળવે એવી તક આપવામાં આવી અને ચોકલેટ આપી મુલાકત માં આવવા બદલ પ્રોત્સાહન પણ આપ્યું. વાલીઓ સાથે મળીને બાળકોના શૈક્ષણિક પ્રશ્નો માટે ચર્ચા કરી અને વિઝીટ માં સપોર્ટ આપવા બદલ આભાર માન્યો

ભાયાવદર ગામના અનુભવ પછી તારીખ 21–6–2021 થી જામજોધપુર, જામવાડી — બાલવા, શેઠવડાના, વલાસણ, ગીંગણી, પાનેલી — માંડાસણ, સીદસર અને ભાયાવદર ગામોમાં વિઝીટની શરૂઆત કરી.

વિઝીટના હેતુઓ :

  • નિયમિત રીતે બાળકો સાથે મળી ઓનલાઇન વર્ગ માં ન થઈ શકે એવી શૈક્ષણિક પ્રવૃતિઓ કરાવવી
  • ઓનલાઇન વર્ગ માં આપેલ હોમવર્ક તથા વર્કશીટ ચેક કરવી અને તેમાં ન આવડત મુદ્દાઓને વિષય શિક્ષકની મદદથી શીખવવા
  • વાલીઓના પ્રશ્નોનું સમાધાન કરવું
  • બાળકોને રમત, વિવિધ એક્ટિવિટી દ્વારા સર્જનાત્મક રીતે ખીલવાની તક આપવી

વિઝીટનું આયોજન :

  • વધારે સંખ્યા ભેગી ન કરી શકાય તેથી દરેક ગામમાં 1 થી 3 અને 4, 5 ધોરણના બાળકોના બે ગ્રુપ પડ્યા
  • વિઝીટ માં જતી વખતે પાણી, રમતના સાધનો, પાથરણું વગેરે જરૂરી ચીજ વસ્તુ લઈને નક્કી કર્યું
  • કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને બાળકો જ્યારે વિઝીટમાં આવે ત્યારે સૅનેટાઇઝ કરવા અને ટેમ્પરેચર માપવું
  • વર્કશીટ અને અન્ય શૈક્ષણિક સામગ્રી સાથે લઈને જવી
  • વાલીઓને સ્માર્ટ કેર અને ઓનલાઇન વર્ગ માં વિઝિટના આયોજનની આગોતરી જાણ કરવી
  • જાણ કર્યા બાદ પણ જો કોઈ બાળક ન આવે તો તેના વાલીને ફોન કરીને જણાવવું

વિઝીટની પ્રક્રિયા:

  • આપેલા સમય પ્રમાણે સંકુલથી શિક્ષકો જે તે ગામ માં નિશ્ચિત કરેલ વિદ્યાર્થીના ઘરે અથવા તો ગામના સમાજે (કોમ્યુનિટી હોલ) પહોંચે
  • બાળકો આવે એટલે તેમને સૅનેટાઇઝ કરવા અને ટેમ્પરેચર ચેક કરવું
  • ત્યારબાદ તેની વર્કશીટ ચેક, પાઠ્યપુસ્તક અને ફેર બુક ચેક કરવી
  • બાળકોને કોઈ મુદ્દો ન આવડતો હોય તો તેના વિષય શિક્ષક તેને શીખવાડે તેવી વ્યવસ્થા કરવી
  • 2 કલાકની વિઝીટ દરમિયાન છલ્લી 30મિનિટ બાળકો સાથે રમતો, બાળગીતો, વાર્તાઓ, શોર્ટ ફિલ્મ કે અન્ય એક્ટિવિટી થાય

ઉપર જણાવેલ હેતુઓ, આયોજન અને પ્રક્રિયાને ધ્યાનમાં લઈ અમે સતત બાળકો સાથે કામ કરતા રહ્યા. ખુબ વરસાદ, પૂર કે રસ્તો બંધ હોવાથી એક અઠવાડિયું વિઝીટ મોકૂફ રાખવામાં આવી હતી. આ સિવાય જ્યાર થી વિઝીટ શરૂ કરી છે ત્યારથી દિવાળી વેકેશન સુધી વિઝિટમાં એક પણ દિવસ બંધ રાખવામાં આવ્યો નથી.

કેટલાક ગામમાં ઓછા વિદ્યાર્થીઓ હોય તો બે ગામના વિદ્યાર્થીઓને એક ગામમાં ભેગા કરી વિઝીટનું આયોજન કરવામાં આવતું જેમકે બાલવા અને જામવાડી ના બાળકો બાલવા ભેગા થતા એવી જ રીતે વલાસણ અને શેઠવડાના ના બાળકો શેઠવડાના ભેગા થતા. આ માટે જયારે વિઝીટ હોય ત્યારે આ ગામના વિદ્યાર્થીઓને અમારા વાહનમાં તેડી આવવામાં આવતા જેથી એ સરળતા થી બીજા ગામ પહોંચી શકે.

અશ્વિન સર જ્યારે સંકુલની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓ એ અમારી સાથે બાલવા — જામવાડી વિઝીટ માં જોડાયા હતા.

વિઝીટ મળેલી તકો ઉપર ચિંતન :

  • વિઝીટ દરમિયાન શિક્ષકો એક બીજાને વધુ સારી રીતે જાણતા થયા અને તેમને શાળા સંકુલ સિવાય એક બીજા સાથે સમય વિતાવાની તક મળી
  • બાળકોને વર્ગ સિવાય બીજી જગ્યાએ મળવાની અને શિક્ષણિક પ્રવૃતિઓ કરવવાની તક મળી
  • બાળકો કેવા પરિવેશ માંથી આવે છે, તેમના માતા — પિતા કોણ છે ને શું કરે છે આ બધી બાબતોને નજીકથી જાણવાની તક મળી
  • આ સિવાય બાળકોના શૈક્ષણિક વિકાસમાં અવરોધ ન આવે તે માટે નવા નવા પ્રયોગો જેમકે વર્કશીટ, અલગ જાતનું હોમવર્ક વગેરે કરવાની તક મળી

વિઝીટ દરમિયાન પડેલી મુશ્કેલીઓ :

  • ક્યારેક વિઝીટ માટે નક્કી કરેલી જગ્યાએ સફાઈ ન થયેલી હોય કે ત્યાં બીજો કોઈ પ્રસંગ ચાલતો હોય ત્યારે તાત્કાલિક બીજી જગ્યા શોધવી પડી હતી. આ વખતે બાળકો, વાલીઓ અને શિક્ષકોની ટીમને દોડાદોડી થઈ ગઈ હતી.
  • કેટલીક વાર અમે જે વાહનમાં શિક્ષકોની ટીમને લઈને વિઝીટ માટે જતા એ વાહન હોસ્ટેલના વિદ્યાર્થીઓને દવાખાને લઇ જવા માટે જોઈતું હોય. ત્યારે અમારે તાત્કાલિક ટીમના મિત્રો પાસેથી બીજી ગાડીની વ્યવસ્થા કરવી પડી હતી.
  • વિઝીટ પર જવાનું હોય એ દિવસે શિક્ષકમિત્રો સંકુલે પહોંચે અને તરત બધી જરૂરી વસ્તુઓ લઈને 8.40 એ વિઝીટ પર જવા નીકળી જતા હતા. એટલે થોડી દોડાદોડી થઇ જતી.
  • ભારે વરસાદ અને રસ્તો બંધ હોવાના કારણે એક અઠવાડિયા માટે વિઝીટ બંધ રાખવી પડી હતી
  • ધોરણ 1 અને 2 ના ઓનલાઇન વર્ગો સવારમાં હોય એટલે જ્યારે વિઝિટમાં જવાનું થાય ત્યારે એ વિષય શિક્ષકોને ઓનલાઇન વર્ગમાં રજા રાખવી પડતી. અમુક વાર બીજા શિક્ષકો વર્ગો એડજેસ્ટ પણ કરી લેતા.

--

--