પક્ષી-નિરીક્ષણ — પરિચય

Educator’s guide for ‘Introducing Bird Watching’

 • પક્ષીઓના અવલોકન વખતે તેમનાથી અંતર રાખો. જો તમને લાગે કે તમારી હાજરીથી પક્ષીને ખલેલ પહોંચે છે અને તે ઉડા — ઉડ કરે છે, તો તેને અનુસરવાનું રહેવાદો.
 • માત્ર પક્ષીને સારી રીતે નિહાળવા માટે કુદરતી વાતાવરણને નુકસાન ન કરો.
 • પહેલેથી બનેલા રસ્તા, ફૂટપાથ અથવા કેડીઓ પર રહીને જ નિરીક્ષણ કરો. ખેતરો, પાક અથવા નાજુક રહેઠાણોને નુકશાન ન પહોંચે તેનું ધ્યાન રાખો.
 • પક્ષી-નિરીક્ષણ કરતી વખતે ખાનગી મિલકતમાં અતિક્રમણ કરશો નહીં. ખાનગી જમીનમાં પ્રવેશતા પહેલા હંમેશા જમીન-માલિકની પરવાનગી મેળવો.
 • ઘોંઘાટ ન કરો.
 • પક્ષીઓને તમારી નજીક લાવવા માટે તેમના જેવા અવાજ ના કાઢશો અને તેમને ખવડાવશો નહીં
 • આસપાસ ફરવાનો અર્થ એ નથી કે તમે વધુ પક્ષીઓ જોશો. જો તમે શાંતિથી અને ધીરજપૂર્વક એક જગ્યાએ ઊભા રહો/બેસો, એકદમ સ્થિર રહો, તો તમે ઘણા પક્ષીઓ જોઈ શકો છો.
 • બ્રીડીંગ સીઝન દરમિયાન પક્ષીઓનું અવલોકન કરવામાં વધુ કાળજી રાખો.
 • કોઈપણ માળાના વિસ્તાર માં ન જાવ. દૂરથી માળાઓનું અવલોકન કરો. નિરીક્ષણ માટે દૂરબીનનો ઉપયોગ કરો.
 • માળો, ઇંડા અથવા બચ્ચાઓને ક્યારેય હાથ માં લેશો નહીં.
 • સામાન્ય રીતે માળાઓ અને બચ્ચાઓના ફોટોગ્રાફ્સ ક્લિક કરવાનું અનૈતિક માનવામાં આવે છે. જો તમે પક્ષીઓના માળાના ફોટોગ્રાફ્સ ક્લિક કરવાનો ઇરાદો ધરાવતા હો, તો તે સુરક્ષિત અંતરથી કરો.
 • જ્યારે તમે ચાલતા હોવ અને પક્ષીઓનું અવલોકન કરતા હોવ ત્યારે પક્ષી-બચ્ચાઓ અને ઈંડા જેવા કે કાગડા, કૂતરા અને બિલાડીઓના સંભવિત શિકારી તમારી આસપાસ આવી શકે છે. મહેરબાની કરીને સાવચેત રહો જેથી કરીને તેઓ માળાના વિસ્તારોમાં ન જાય.
 • જો શક્ય હોય તો, પક્ષી-નિરીક્ષણ કરતી વખતે આછા રંગના કપડાં પહેરો. તીવ્ર ગંધવાળા પાવડર, ક્રીમ, પરફ્યુમ, લોશન વગેરે લગાવાનું ટાળો.
 • યાદ રાખો, પક્ષી નિરીક્ષકોએ હંમેશા પક્ષીઓ અને તેમની આસપાસનું વાતાવરણ જોખમમાં ન મુકાય એવી રીતે કાર્ય કરવું જોઈએ.
 • Feeding: ખોરાક ખાવો અથવા પાણી પીવું.
 • Flocking: પક્ષીઓ એકસાથે જૂથ બનાવે છે (ઉડતી વખતે અથવા ખોરાક શોધતી વખતે)
 • Flying: હવામાં રહેવાની ક્રિયા, પાંખો ફફડાવીને અથવા ઉંચી કરીને.
 • Foraging: ખોરાકની આસપાસ શોધવા/ જોવાનું કાર્ય.
 • Mating: પ્રજનન માટે એકસાથે આવતા પક્ષીઓની ક્રિયા.
 • Nesting: માળો બાંધવાની ક્રિયા
 • Preening: પોતાના અથવા અન્ય પક્ષીના પીંછા સાફ કરવાની ક્રિયા.
 • Bathing: પક્ષીઓ પોતાની જાતને સાફ કરવા અથવા ઠંડું કરવા માટે પાણીમાં ડૂબકી મારે તે
 • Roosting: એક એવી વર્તણૂક જ્યાં પક્ષીઓ ચોક્કસ વિસ્તારમાં આરામ/સૂવા માટે સમૂહમાં (અથવા એકલા) સ્થાયી થાય છે,
 • Singing or calling: પક્ષીઓ વચ્ચેની વાતચીત.
 • Territorial display: વૃક્ષની ડાળીઓ, માળો બનાવવાની જગ્યા અથવા જમીન પરના વિસ્તારને સુરક્ષિત રાખવાનું કાર્ય. આમાં અન્ય પક્ષી અથવા પ્રાણી પર હુમલો/લડાવવાનો પણ સમાવેશ થઈ શકે છે.
 • Walking/hopping/wading/swimming: જમીન પર/પાણીમાં હલનચલન.
 • Courtship: જીવનસાથીને આકર્ષવાના પ્રયાસમાં ગીતો, નૃત્ય, પીંછા ફેલાવવા વગેરે જેવા સંદેશાવ્યવહારના વિવિધ સ્વરૂપો.
Figure 1: Parts of a bird | Adapted from: Pixabay (CC0 Creative Commons)
 • તમે સામાન્ય રીતે પક્ષીને (ઘાસ, ઝાડવા, જમીન, વૃક્ષો) ક્યાં જોયું હતા?
 • મોટાભાગે દિવસના કયા સમયે તમે પક્ષીને જોયું હતું? તે સૌથી વધુ સક્રિય ક્યારે હતું?
 • પક્ષીએ ક્યાં પ્રકારની (ઉચ્ચ શાખા, નીચલી શાખા, જમીન) જગ્યાએ બેઠું હતું ?
 • શું પક્ષી લાંબા સમય સુધી એક જ જગ્યાએ રહે છે કે તે તેનું સ્થાન બદલતું રહે છે?
 • પક્ષી શું ખાતું હતું ?
 • શું પક્ષી જૂથમાં જોવા મળ્યું કે સામાન્ય રીતે એકલું જોવા મળતું હતું?
 • શું પક્ષીઓ હંમેશા જોડીમાં જોવામાં આવતા હતા (નર/માદા અથવા નર/નર અથવા માદા/માદા અથવા અન્ય પ્રજાતિના પક્ષી સાથે)?
 • શું પક્ષી તેના પોતાના પ્રકારના (સમાન જાતિના) પક્ષીઓની નજીક રહેવાનું પસંદ કરે છે?
 • શું પક્ષી વિવિધ જાતિના પક્ષીઓની નજીક રહેવાનું પસંદ કરે છે?
 • શું પક્ષી ખૂબ જ અવાજવાળું હતું (ઘણા કૉલ/અવાજ કરે છે) કે શાંત?
 • કયા જૈવિક ઘટકો (સમાન પ્રજાતિના અન્ય સભ્યો, પક્ષીઓની અન્ય પ્રજાતિઓ, અન્ય પ્રાણીઓ) સાથે પક્ષી ક્રિયાપ્રતિક્રિયા કરતુ જોવા મળ્યું ?
 • પક્ષીએ કયા અજૈવિક ઘટકો (જળ, માટી) સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી હતી?
 • શું તમે કોઈ નેસ્ટિંગ સાઇટ્સ/માળાની જગ્યા જોઈ ? કેટલા પક્ષીઓ માળો બાંધતા હતા?
 • શું પક્ષીનો પડછાયો / આઉટલાઈન (silhouette) હંમેશા એકસરખું દેખાતું હતું?
 • એવા કયા જીવ (પક્ષીઓ/પ્રાણીઓ/સરિસૃપ) ​​હતા જેનાથી પક્ષીને ડર લાગતો હતો?
 • એવા કયા જીવ (પક્ષીઓ/પ્રાણીઓ/સરિસૃપ) ​​હતા જેનાથી પક્ષીને ડર લાગતો ન હતો?
 • શું મનુષ્ય નજીક હતા ત્યારે પક્ષીઓ દૂર ઉડી ગયા?
 • તમે નોંધ્યા તેમાં સૌથી રસપ્રદ અવલોકન કયા હતા?
 • પક્ષીનું અવલોકન કરતી વખતે કઈ વર્તણૂક (ચારો ચણવો, પીછા સાફ કરવા) સૌથી વધુ જોવા મળી હતી?
 • શું તમે કોઈ રોસ્ટિંગ(roosting) સાઇટ્સ જોઈ ?ત્યાં કેટલાં પંખીઓ બેઠા હતા?
Figure 2: Templates: Example of a possible flash card (left); an interaction map of a blue rock pigeon (right)

--

--

Space for reflective writing, learning resources and creative exploration

Get the Medium app

A button that says 'Download on the App Store', and if clicked it will lead you to the iOS App store
A button that says 'Get it on, Google Play', and if clicked it will lead you to the Google Play store