પ્રોગ્રામિંગના પ ધ ની શા…

Mihir Pathak
LearningWala STUDIO
3 min readSep 25, 2019
logo and MIT Scratch Programing

સ્કૂલમાં 5 થી 9 ધોરણને કોમ્પ્યુટર વિષય શીખવવા નું સોપાયું ત્યારે મારા મન માં સ્પષ્ટ હતું કે આપણે બાળકો ને ફક્ત પાવર પોઇન્ટ , વર્ડ અને એક્સેલ શીખવવું નથી. કંઈક વિશેષ કરવું છે.

MIT Scratch સાથેના પ્રયોગો વિષે ઘણું સાંભળ્યું હતું અને ગોરજ કામ કરતો હતો ત્યારે સમ્યક ભાઈ સાથે મળી બાળકો સાથે થોડા પ્રોયોગો કર્યા હતા એટલે થયું કે ચાલો અહીં અજમાવી જોઈએ.

MIT Scratch એ Massachusetts Institute of Technology ના lifelong kindergarten ગ્રુપ દ્વારા બાળકો ને પ્રોગ્રામિંગ શીખવવા માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલ પ્લેટફોર્મ છે.

સ્ક્રેચ દ્વારા બાળકોની અભિવ્યક્તિ ખીલે છે, કોમ્પ્યુટેશનલ થીંકીંગ , સિક્વન્સીઅલ થીંકીંગ , ટિમ માં કામ કરવાની કળા વગેરે જેવી 21મી સદી ની સ્કિલ્સ નો વિકાસ પણ શક્ય બની રહ્યો છે.

સ્ક્રેચ દ્વારા શીખવાની પદ્ધતિ વિષે આ બે લેખો દ્વારા વધુ ખ્યાલ મેળવી શકાશે —

learning with SCRATCH - click here

Kindergarten Is the Model for Lifelong Learning - click here

શરૂઆત થી જ બાળકો સાથે સ્ક્રેચનો અનુભવ ખુબ જ સરસ રહ્યો. સૌથી પહેલા અમે પોતાના નામ નું એનિમેશન બનવાનો પ્રોગ્રામ લખતા શીખ્યા, ત્યારબાદ બે પાત્રો ને ડાઈલોગ બોલાવતા અને નાનકડી સ્ટોરી બનાવતા શીખ્યા અને અત્યારે વિવિધ પ્રકારની ગેમ્સ બનાવી રહ્યા છે.

સ્ક્રેચ શીખવા દરમિયાન બાળકો ને મગજ કશવું પડે છે, વિચારવું પડે છે, પ્લાંનિંગ કરવું પડે છે, અંગ્રેજી સાથે પનારો પડે છે, વિવિધ વિવિધ પ્રકારના પ્રોબ્લેમ્સ સામે આવે છે ને બીજા મિત્રો સાથે મળી એ પ્રોબ્લેમ સોલ્વ કરવાની અનોખી મજા છે.હવે બાળકો પોતાના પર્સનલ પ્રોજેક્ટ્સ લઇ કામ કરતા પણ થઈ ગયા છે.

વચ્ચે વચ્ચે લોગો અને લાઈફ લોન્ગ કિન્ડરગાર્ડન ગ્રુપ ના જ એક રિસર્ચર દ્વારા વિકસાવામાં આવેલી ‘મેકી- મેકી’ નામની સર્કિટ ના પ્રયોગો પણ વિદ્યાર્થીઓના એક ગ્રુપ સાથે કરી જોયા.

Makey - Makey

ઇડર વર્કશોપ કરાવવા ગયો હતો ત્યારે ધ્રુવ ભાઈ એ Arduino કીટ ભેટ આપી હતી , હવે આગળ જતા આ પ્રકારના માઈક્રો કંટ્રોલર દ્વારા ફિજિકલ કોમ્પ્યુટીંગ ની ઓળખાણ કરવાનો વિચાર છે.

arduino uno at our desk

બાળકો વિચારે , પ્રોબ્લેમ સોલ્વ કરે, ટિમ માં કામ કરે , એટલે શીખવાની પ્રક્રિયા કે પૂછો જ નહીં. આત્મવિશ્વાસ પણ વધે જે બીજા વિષયો માં પણ ઝળકી ઉઠે છે.

ભવિષ્યમાં સ્ક્રેચ ની એક હેકેથોન અને આર્ડયૂનો ની એક મેકાથોન કરવાનો વિચાર છે જેમાં બાળકો કેટલાક સામાજિક પ્રોબ્લેમ્સ ને સોલ્વ કરવા સ્ક્રેચ તથા ફિઝિકલ કોમ્પ્યુટીંગ ટેક્નોલોજી નો ઉપયોગ કરશે એવો વિચાર છે.

આ પ્રક્રિયા દ્વારા પ્રોગ્રામિંગ , ટેક્નોલોજી સાથે જોડાયેલા એથિક્સ અને અફેક્ટિવ ડોમેઈન ને એક્સપ્લોર કરવાનો ઈરાદો છે.

તો આ હતા પ્રોગ્રામિંગ ના પ ધ ની શા…

--

--