બાળકની કલ્પના શક્તિનો વિકાસ

Mihir Pathak
LearningWala STUDIO
4 min readOct 15, 2020

સર્જનાત્મકતા , પ્રોબ્લેમ સોલવિંગ જેવી સ્કિલ્સ માટે ‘કલ્પના’ એ પાયાની જરૂરિયાત છે.

આવનારા સમયમાં સ્ટેપ બાય સ્ટેપ , રિપિટેડ રીતે તૈયાર થતા બધા કાર્યો તો રોબોટ કરી લેશે,

નવા સંશોધન — ઇનોવેશન કરવા માટે, સર્જનાત્મક રીતે વિચારવા માટે કલ્પના શક્તિ એ પહેલું પગથિયું છે.

નાસાના વૈજ્ઞાનિક જણાવે છે કે આપણી શૈક્ષણિક વ્યવસ્થાના કારણે બાળકોની મૌલિક રીતે વિચારવાની શક્તિ 4 થી 5 વર્ષની વય સુધી માં જ નષ્ટ થઇ જાય છે. (રેફરન્સ — NASA scientists say we’re born geniuses and the education system dumbs us down! )

આપણી પ્રાથમિક શાળાઓ માં બાળકની કલ્પના શક્તિ ખીલવા માટે કોઈ જગ્યાઓ નથી. આપણે બાળકોને ફક્ત માહિતીકીય અને ક્લોઝડ એન્ડેડ પ્રશ્નો પૂછીએ છીએ, આપણે બાળકને પ્રોબ્લમ જાતે સોલ્વ કરવાના અને અનેક જાતની શક્યતાઓ વાળા ઓપન એન્ડેડ જવાબો વિચારવાની સૌથી ઓછી તકો આપીએ છીએ.

અહીં 3 થી 11 વર્ષના બાળકો સાથે કલ્પના શક્તિ ઉપર કઈ રીતે કામ કરી શકાય તેના કેટલાક નુસ્ખાઓ આપ્યા છે જે પ્રાથમિક શાળાના શિક્ષકો તથા વાલીઓ પોતાના બાળકો સાથે અપનાવી શકે છે.

The little Prince
  • તમારી કલ્પનાનું સુપર હીરો કેરેક્ટર બનાવો
  • તમારી કલ્પનાનું પ્રાણી બનાવો, તેનું નામ પાડો તે ક્યાં રહેતું હશે, શું ખાતું હશે, કેવી રીતે સુઈ જતું હશે તે વિષે વિચારો અને કહો
  • તમારે કોઈકને ગાયબ કરી દેવાનું હોય તો કોને ગાયબ કરો ? તમે 20 ફૂટ ઊંચા થઇ થઇ જાવ તો શું કરો
  • જો ચોકલેટનો વરસસાદ પડે તો.. જો બધાના ઘર કાચના હોય તો.. જો બધાને ગુસ્સો જ ન આવે તો.. જો બધાના ઘર રૂપિયા થી ભરાય જાય તો.. આવી પરિસ્થિતિ વિષે વિચારો અને આગળ ચલાવો
  • કપડાં નીચે કોઈ વસ્તુ સંતાડીદો અને કઈ વસ્તુ હશે તે બાળકોને વિચારવા માટે કહો
  • બાળકો ને ઉખાણાં પૂછો , ઉખાણાં બનાવવા માટે કહો
  • જે વસ્તુઓની એડ ન આવતી હોય એની એડ બનાવાની
  • વાર્તા કે પાઠ માંથી ઓપન એન્ડેડ પ્રશ્નો પૂછવા
  • કાર્ડબોર્ડ અને બીજા મટીરીઅલ સાથે ટિન્કરિંગ અને મેકિંગની પ્રવૃતિઓ કરાવવી

નાટક દ્વારા

  • ઈમ્પ્રોવ થીએટરની રમતો રમાડી શકાય
  • દાખલ તરીકે બાળકો પહેલા કોઈ એક પોઝિશન લઈલે અને પછી શિક્ષક તેમને કોઈ એક પરિસ્થિતિ આપે જેમકે તમે બસ ડેપો ઉપર બસની રાહ જોઈ રહ્યા છો , તમારા ઘર માં આગ લાગી છે — પછી બાળકોએ આ પરિસ્થિતિની કલ્પના કરીને જયારે શિક્ષક કહે ત્યારે તરત જે આવે તે ડાયલોગ બોલવાનો રહે છે.
  • તમારી આસપાસની નિર્જીવ વસ્તુ લઇ આવો જેમકે એક છોકરો પેન લાવ્યો અને બીજો છોકરો નોટબુક લાવ્યો હવે પેન અને નોટબુકનો સંવાદ રાચો બંનેને એક બીજા સાથે વાતો કરાવો.
  • શિક્ષક પરિસ્થિતિ આપે જેમકે “બરફ વાળો પ્રદેશ અને ત્યાંની રાત” હવે આ જગ્યાએ આ સમયે ક્યુ કેરેક્ટર હશે એ બાળકોએ વિચારવાનું અને એનું નામ શું હશે , એ કેવું બોલતું હશે, એના કપડાં કેવા હશે એ બધું જ બાળક નક્કી કરે.
  • કાર્ડ બોર્ડ , કંપાસ બોક્સ , આસપાસ દેખાતી ગમે તે વસ્તુ માંથી પપેટ બનાવીને રમવું , વાતો કરાવવી
  • બાળકોને પપેટ શો બતાવવો
  • વાર્તા ના કેરેક્ટર કરતા ઊંધું વર્તન કરવું , કેરેક્ટર ચાલતું હોય તો આપણે ઉડવાની એક્ટિંગ કરવાની
  • તમારી આસપાસ રહેલી નિર્જીવ વસ્તુઓ માંથી વાર્તા બનાવો જેમકે સ્કૂલ બેગ બોલતી હોય , કંપાસ બોક્સ બોલતું હોય એવી વાર્તા
  • પ્રાણિયો કેવું નાચતા હશે કેવું ચાલતા હશે એવી એક્ટિંગ કરવાની અને એને સ્ટોરી માં ગુંથી લેવાનું

વાર્તા દ્વારા

  • વાર્તા કહ્યા પછી બાળકો વાર્તા માંના અમુક કેરેક્ટર દોરે , અમુક સીન અથવા અમુક જગ્યાઓ દોરે
  • બાળકોને કોઈ ત્રણ શબ્દો આપો ( જેના વચ્ચે કોઈ સંબંધ ના હોય તેવા) જેમકે કીડી, મોબાઈલ, પાકીટ. હવે આ શબ્દો માંથી વાર્તા બનાવાનું કહો.
  • વાર્તા માં કોઈ સીનનું વર્ણન થતું હોય ત્યારે બાળકોને એ સીનની વિગતો પૂછવાની કે એમાં બીજું શું હશે…જેમકે “એક મોટો બંગલો હતો બાંગ્લા માં બહુ બધી ગાડીઓ હતી , કાચના બાર બારણાં હતા.. પછી બીજું શું હોય તમને ખબર છે ?” સીનની ડિટેલિંગ બાળકો પાસે કરાવવાની
  • બાળકોને એકદમ ફેન્ટસી વાળી વાર્તા સંભળાવો (કોઈ નવા જ પ્રદેશની કથા, કોઈ નવા પ્રકારના પ્રાણીની કથા)
  • અધૂરી વાર્તા કહેવાની પછી આગળની વાર્તા બાળકોને પુરી કરવા માટે કહેવાનું
  • વાર્તા કહેવાની પછી વચ્ચેથી પોઝ કરી બાળકોને પૂછવાનું આગળ શું થશે ?
  • વાર્તાનું કોઈ કેરેક્ટર વાર્તામાં ન બતાવી હોય એવી પરિસ્થિતિ માં શું કરતુ હશે એ બાળકો સાથે મળીને વિચારવાનું અને ઈન એક્ટ કરવાનું
  • વાર્તા ની અમુક પરિસ્થિતિ ના ગીતો બનાવવા ના જેમકે વરસાદ પડતો હશે ત્યારે આ કેરેક્ટર કેવું ગાતું હશે

ચિત્ર દ્વારા

  • ચિત્ર જુઓ અને ગપ્પા મારો
  • ચિત્રમાં મુખ્ય વસ્તુઓ જ દોરેલી હોય બાળકોએ ચિત્ર માં બીજું શું ઉમેરી શકાય , શું બદલી શકાય , ડિટેલિંગ કાયા કરી શકાય એવો ટાસ્ક આપવો જોઈએ
  • ચિત્ર માં આવતા કેરેક્ટર શું વાતો કરતા હશે તે બાળકો જણાવે
  • અડધું ચિત્ર બતાવો અને અડધું ચિત્ર પોતાની કલ્પનાથી વિચારવા માટે કહો
  • ચિત્ર માં કોઈ કેરેક્ટર હોય તો એનું નામ પાડો , એ ક્યાંથી આવ્યો હશે , કાયા જતો હશે એ બસહુ વિચારો

મ્યુઝિક અને મુવમેન્ટ દ્વારા

  • વિવિધ ટ્યુન સંભળાવીને બાળકોને ગીત ઓળખવા કહેવાનું
  • કોઈ કવિતાની ધૂન બેસાડવાની પ્રક્રિયા શિક્ષક અને બાળકોએ સાથે કરવાનું
  • કોઈ એક ગીત ને બીજા ગીતના રાગ માં ગાવાનું
  • એક ગીતને જુદા જુદા ત્રણ ઢાળમાં / ત્રણ રીતે ગાવાનો પ્રયત્ન કરવો
  • કોઈ પણ કવિતા ઉપર ડાન્સ કરવો , પોતાના સ્ટેપ્સ બનાવવા
  • કોઈ ગીત માં આવતા શબ્દો ઉપરથી બેઠેબેઠા સ્ટેપ બનાવીને ડાન્સ કરવો
  • સંગીતના વિવિધ વાદ્યો સાથે ટયુન્સ ના થોડા પ્રયોગો , ટ્યુનની સાથે ગાવાનું , અડધી ટ્યુન વગાડ અડધી માટે ઈમ્પ્રોવાઇઝેશન કરવાનું

વિડીયો અને ઓડિયો દ્વારા

  • ડિઝનીના કાર્ટૂન બતાવવાના વચ્ચે પોઝ કરવાનું અને આગળ શું થશે એ પૂછવાનું
  • આસપાસની વિવિધ વસ્તુઓનો સાઉન્ડ રેકોર્ડ કરવો અને એ સાઉન્ડ એ સેના જેવો સંભળાય છે એની કલ્પના કરવી
  • વિડીયો માંથી ઓપન એન્ડેડ પ્રશ્નો પૂછવા
  • એકદમ ફેન્ટસી વાળી ફિલ્મો બતાવાની
  • ફેન્ટસી વાળા ચિત્રો પણ દેખાડી શકાય

કલ્પનાનની પ્રયોગશાળા — વિડીયો સિરીઝ

ભાગ 1, ભાગ 2 , ભાગ 3

--

--