બ્લાઇન્ડ વોક ના તા-તા થૈયા

Mihir Pathak
LearningWala STUDIO
2 min readFeb 15, 2019

જયરાજ સર હિમાચલ પ્રદેશ ગયા એટલે એમનો ક્લબ પિરિયડ મારા આવ્યો. છઠ્ઠું ધોરણ હતું. મે સવાર થી વિચારી રાખ્યું હતું કે બાળકો ને નેચર વોક ઉપર લઇ જઈશ અથવા તો ‘પર્યાવરણ વિષે જાગૃતિ’ વધે એવા વિડીયો જોઈશું. પણ મારા છઠ્ઠા માળ પર ના ફ્લેટ ના દાદરા ઉતરતા — ઉતરતા મને વિચાર આવ્યો કે આપણે બાળકો ને ‘બ્લાઇન્ડ વોક’ કરાવીએ

વિદ્યાર્થીઓ ની જોડીઓ બનાવી દેવાની, એક વિદ્યાર્થી આંખે પાટા બાંધે અને બીજો વિદ્યાર્થી એને કેમ્પસ માં ફેરવે , ઓછા માં ઓછી પાંચ અલગ — અલગ વસ્તુઓ નો સ્પર્શ કરી ઓળખાણ કરાવે, 10 મિનિટ પછી જે વિદ્યાર્થી એ આંખે પાટા બાંધ્યા છે એ ખોલી નાખે અને પોતાના પાર્ટરનાર ને પાટા બાંધી દે- ફરી એ જ પ્રક્રિયા ચાલે.

આ પ્રવૃત્તિ પાછળ મારો ખુબ ઊંડો લર્નિંગ ઓબ્જેક્ટિવ ન હતો

  • બાળકો ના આનંદ નો વિસ્તાર વધે
  • ઓછી વપરાતી ઇન્દ્રિ ને જાગૃતિ સાથે એક્સપ્લોર કરે
  • સંવેદનશીલતા, જાગૃતિ , પોતાની જાતનું અવલોકન, જવાબદારી લેવી, સાથે કામ કરવું’- જેવા વિસ્તારોની ઝલક મળે

મહદ અંશે પ્રવૃત્તિ વિચારી એ પ્રમાણે થઈ , બાળકો ને ખુબ મજા પડી. પ્રવૃત્તિ પત્યા પછી મેં બધા બાળકો ને તેમના અનુભવો જણાવવા કહ્યું

  • તમારી આંખો પાર પાટા બાંધ્યા હતા ત્યારે તમને કેવું લાગતું હતું ?

જવાબો :

સર પહેલા પહેલા બહુ બીક લાગતી હતી

સર મને બહુ મજા આવતી હતી

મને એવું થતું હતું કે આ મારો પાર્ટનર મને પડી નાખશે

સર નવી નવી વસ્તુ સ્પર્શ થી ઓળખવાની માજા પડતી હતી

સર અમને ખબર પડી કે જે અંધ હોય એને કેવું લાગતું હશે

  • જયારે તમે તમારા પાર્ટનર ને કેમ્પસ માં ફેરવતા હાતા ત્યારે તમને કેવું લાગતું હતું ?

જવાબો :

સર એવું લાગતું હતું કે મારે મારા પાર્ટનર નું ખુબ ધ્યાન રાખવું પડશે કે એ ક્યાંક ભટકાઈ ના જાય

મને મારા પાર્ટનર ને જુદી જુદી જગ્યાએ લઇ જવાનો અને તેને વિવિધ વસ્તુઓ નો સ્પર્શ કરાવવાની માજા પડી. હું ખુબ ઉત્સાહી હતો કે હવે હું એને ક્યાં લઇ જવ…

હવે મૂળ વાત…બધું પત્યા પછી જતા જતા બાળકો એ પૂછ્યું…

સર આ ક્યાં વિષય ની પ્રવૃત્તિ હતી ? સાયન્સ ની ? તમે સેન્સિસ ની વાત શીખવાડવા ના છો ? સર અમને ખબર છે કે આપણી પાંચ સેન્સિસ હોય છે..

મેં જવાબ આપ્યો કે આ ફક્ત મજા માટે ની પ્રવૃત્તિ હતી.. તમે વિષય માં જ કેમ જુવો છો ? બધી જ પ્રવૃત્તિ માં બધા જ વિષયો છે અને મજા પણ…

મને તો એમ હતું કે બાળકો વિષયો માં ના વિચારે એ તો જીવન ને એક આખા તરીકે એટલે કે life as whole જોતા હોય છે, પણ કદાચ આપણી સ્કૂલની દિવાલોએ એમના મગજ માં પણ આ વિષયો ની દીવાલો ચણવા માટે મજબુર કરી દીધા હશે.

હવે હું આ પેટર્ન ને તોડવાનો જાગૃત રીતે પ્રયત્ન કરીશ

વિજ્ઞાન ના પિરિયડ માં ગણિત ની વાતો , ગીતો, પર્સનલ અનુભવો વહેંચવા બધું જ કરીશું..વિષય લક્ષી નહિ પણ જીવન લક્ષી એટલેકે સર્વ લક્ષી બનવાનો પ્રયત્ન કરીશ..

--

--