ભાષા શિક્ષણ

Mihir Pathak
LearningWala STUDIO
1 min readJun 8, 2017

ભાષા સંવર્ધક ક્રિયાઓ : ભાષા શીખવતી વખતે ખાસ શું — શું કરવુ :

  1. અનેક પ્રકારની ભાષા તરેહ — વાર્તા, ગીત, જાહેરાત, સંવાદો, કવિતા — વિદ્યાર્થીઓને સંભળાવતા, બોલાવતા રહો
  2. વર્ગમાં પણ ચારે બાજુ સચિત્ર ભાષા દેખાવી જોઇએ. વિદ્યાર્થી ને રસ પડે એવા ચાર્ટ, પુસ્તકો, મેગેઝીન, વગેરે વર્ગમાં હોવા જોઈએ.
  3. વર્ગમાં અડધાથી ઉપરની સામગ્રી વિદ્યાર્થીની સામન્ય કક્ષા થી ઉપર હોય તો સારું.
  4. કાવ્ય પઠન, વાર્તાકથન દરરોજ થવું જોઈએ કવિતાઓ ગાઈને મોઢે કરાવવી.
  5. શબ્દભંડોળ વધારવા એક પાના માંથી 10 શબ્દો પસંદ કરીને એવી રીતે વાપરવા, જેથી એક અઠવાડિયામાં એટલા શબ્દો તૈયાર થઇ જાય. શીખેલી ભાષાનો રોજ — બરોજ ઉપયોગ કરો, રમૂજી પ્રસંગો / કિસ્સાઓ / જોક્સ વાંચી સંભળાવો.
  6. શ્રુતલેખન કરાવવું
  7. શબ્દરમતો રમાડવી. જેમકે ચિત્ર શબ્દો માંથી શબ્દખોજ, શબ્દ ચાવી, વગેરે
  8. સર્જનશીલતા વિકસાવવી. દા.ત , વાર્તાનો અંત બદલો, વાક્યમાં નવા વિશેષણો ઉમેરો, વાર્તા આગળ ચલાવો, વગેરે
  9. કવિતા/વાર્તા ને નાટકરૂપે લખો. જૂથ ચર્ચા કરો.
  10. વિદ્યાર્થીઓ વર્ગમાં કથન તેમજ વાંચનમાં મોટેથી બોલે એવી પ્રેક્ટિસ કરાવવી
  11. મુખવાંચન કરાવવું, તેમાં મહાઘોષકરાવવો એટલેકે મોટે થી બોલવું.
  12. કવિતા ઓછામાં ઓછા 2 કલાક ચલાવવી જોઈએ. (આસ્વાદ, રસદર્શન, પ્રાસનું સર્જન કરી એના જેવી એકાદ પંક્તિ લખે ત્યાં સુધી લઈ જવું.)

ભાષા વિકાસ માં બાધારૂપ ક્રિયાઓ : ભાષા શીખવતી વખતે ખાસ શું — શું ન કરવુ :

  1. (ધો. 1- 2 માં કક્કો બારાખડી ન શીખવવા — લખવા વાંચવા પર મુખ્ય ભાર ન આપવો.)
  2. ગોખાવવું નહીં
  3. જેના જવાબ સીધા મળી જતા હોય એવા પ્રશ્નો ન પૂછવા,
  4. ગૃહકાર્ય માં એક જ વિષયવસ્તુ ને 5 વાર લખવા જેવી ટાસ્ક ન આપવી
  5. શબ્દોના અર્થ સીધા સમજાવી ન દેવા
  6. કવિતામાં કવિ શું કહેવા માંગે છે તેની ઉપર ઓછું ધ્યાન આપવું. વિદ્યાર્થીની સમજ પર વધુ ધ્યાન આપવું

--

--