મારી મોજીલી મથામણ….

Mihir Pathak
LearningWala STUDIO
2 min readFeb 8, 2019

કલાસ માં…

એય અવાજ બંધ કરો

એય વિશાલ તને ખબર નથી પડતી ?

કપિલ આ તને લાસ્ટ વોર્નિંગ છે પછી સિધ્ધો કલાસની બહાર

કલાસ હવે જો તમારો અવાજ આવ્યો તો તમારા બધાં ની ક્લબ અને સ્પોર્ટ્સ પિરિયડ કેન્સલ

સ્ટાફ રૂમ માં…

કોર્સ પત્યો કે નહિ..

સર એ છોકરા તો એવા જ છે.. સહેજ પણ સિરિયસ નથી…

સર એ તો બહુ હાયપર એક્ટિવ છે…

બસ માં..

એય ક્યુબ અંદર મૂકીદો…

એય કાજલ મોઢું બંધ કર..

કાલ થી તમારે પાછળ નથી બેસવાનું..

આવું બધું સાંભળી અને અનિવાર્ય પણે કેટલુંક બોલી ને હું અત્યારે ઓફિસ માં બેઠો બેઠો બોરબોન બિસ્કિટ ખાતો ખાતો વિચારું છું ત્યારે એમ થાય છે કે શું આવું જ હોય ?

બધા પોતાની માન્યતાઓ થોપવા માટે બાળકો ને હેરાન જ કર્યા કરશે ?

શું બધા પોતે કમ્ફર્ટ અનુભવે એ માટે થઈને જ નિયમો બનાવતા રહેશે ?

શું લોકો સમાજ ના ડર થી નવો સમાજ પણ ખોખલો બનાવશે ?

શું પોતાનું પ્લાંનિંગ ના હોય , પોતે તૈયાર ન હોય , પોતે રસપ્રદ રીતે શીખવાનું વાતાવરણ ઉભું ન કરી શકતા હોય , પોતે શીખવાનું બાળકો ના દિલ ને અડે એવું જીવન લક્ષી ન બનાવી શકતા હોય તો પણ બાળકો નો જ ભોગ લેવાનો ?

બે ત્રણ સ્કૂલો માં કામ કર્યું અને ઢગલાબંધ અલગ રીતે કામ કરતી સ્કૂલો જોઈ, હોમ સ્કૂલિંગ ગ્રુપ્સને મળ્યા પછી પણ આજે જે મથામણ થઈ રહી છે એ નહોતી થઈ..

થોડીક મથામણ હતી, કદાચ આ જૂની મથામણ વધુ તીવ્ર અને સ્પષ્ટ બની છે…

હું શું કરી શકું ? કદાચ ફક્ત એક જ ચીજ — સંવેદનશીલ બનવું.

બાકી હવે કોઈ વિશેષ હેતુઓ સાથે કે મિશન સાથે કઈ કરવું નથી…મારે કઈ બદલી નાખવું નથી કે સુધારી દેવું નથી… બસ ઉઘડવું છે, વહેવું છે, વ્યક્ત થવું છે..

- મથામણ કરતો મિહિર -

હમણાં શાળામાં હું જે વિષયો સાથે જોડાયેલો છું -

  • ધોરણ 4, 5 -ગણિત કો-ટીચિંગ
  • ધોરણ 6 ના વિજ્ઞાન માં કો ટીચિંગ
  • ધોરણ 5 (ફક્ત પ્રેક્ટિકલ ) અને 9 નું કોમ્પ્યુટર
  • ડ્રિપ ઇરીગેશન પ્રોજેક્ટમાં સપોર્ટ
  • Proxy Periods

અન-ઓફિસિઅલી

  • ઇકો બડી ક્લ્બ માં નવા ideas and participation
  • spoken english classroom

હમણાં જે મન છે અને સહજતાથી થાય તો ખરું…

  • ધોરણ 1 થી 4 ના બાળકો સાથે ભાષા, અલગ-અલગ રીતે વિચારતા , નાટકો , ગીતો પ્રવાસો , ફિલ્મો દ્વારા શીખવા-શીખવવાના પ્રયોગો
  • મોટા બાળકો સાથે નાટક , વાર્તાઓ , સર્જનાત્મક લેખન, પ્રવાસો, પ્રોજેક્ટ્સ , પર્યાવરણ અને સમાજવિદ્યા ના વિષય નો ઉપયોગ કરી ભાષા , ભાવનાઓ , લાઈફ સ્કિલ ઉપર વિદ્યાર્થી કેન્દ્રી , અનુભવ કેન્દ્રી શીખવા-શીખવવાના પ્રયોગો
  • વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો સાથે મુવમેન્ટ, ગીતો , પ્રવાસો, પ્રોજેક્ટ્સ, કાઉન્સિલિંગ દ્વારા યાત્રા
  • ગુજરાતી સુગમ સંગીત વધુ ને વધુ સાંભળવું અને માણવું છે + ગાતા શીખવું છે
  • બિન હેતુ પ્રવાસો , ટ્રેકિંગ શરૂ કરવા છે
  • લેખન પર વધુ કામ કરવું છે
  • બાળકો માટે ફરતું પુસ્તકલાય શરૂ કરવું છે
  • બીએ — સોસિયોલોજી કોર્સ રસપૂર્વક પૂરો કરવો છે
  • બાળ વિકાસ ના કોર્સ સાથે ખુબ ધ્યાનથી , રસ પૂર્વક યાત્રા કરવી છે

--

--