વર્ગ — પ્રત્યાયન બોધ સંશોધીની

Mihir Pathak
LearningWala STUDIO
2 min readFeb 11, 2019

સૂચના : નીચેના વિધાનો સામેના કૌંસ માં યોગ્ય અંક મૂકી તમારો પ્રતિચાર દર્શાવો। તમારા કિસ્સામાં વિધાન જો એકદમ ખરું હોય તો (5) , જો મહદ અંશે ખરું હોય તો (4), જો તમે ચોક્કસ નિર્ણય ન આપી શકતા હો તો (3), જો મહદ અંશે ખોટું હોય તો (2), અને જો એકદમ ખોટું હોય તો (1) નો અંક મુકો. દરેક વિધાન પર પ્રતિચાર આપવો જરૂરી છે.

( ) મને વર્ગમાં દાખલ થતા પહેલા ગભરાટ થાય છે.

( ) મારી બોલવાની ગતિ વધારે છે.

( ) મને વિચારો ઘણા આવે છે ; પરંતુ તેમને હું યોગ્ય શબ્દો માં વર્ગ સમક્ષ રજુ કરી શકતો નથી.

( ) મારા પાઠનો પ્રારંભ સારો થાય તો પછી આખો પાઠ સારો જાય છે.

( ) કોઈ પણ બાબત બોલીને સમજાવવાને બદલે તેને કા.પા પર લખીને સમજાવવાનું મને વધારે પસંદ છે.

( ) વર્ગ શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓ જોડે મૈત્રી કે સ્નેહનો સબંધ હું અનુભવતો/તી નથી.

( ) ‘વિષય પ્રેવેશ’ માટે કોઈ પ્રવૃત્તિ — પ્રવિધિ યોજવાનો બદલે સીધું વિષયવસ્તુ પાર જવું જોઈએ

( ) મારા પાઠને વૈવિધ્યપૂર્ણ બનાવવા માટે હું કોઈ ખાસ મહેનત કરતો/તી નથી.

( ) મને હંમેશા લાગે છે કે વિદ્યાર્થીઓ મને સારી રીતે અભિવ્યક્ત થવા નહિ દે.

( ) વર્ગમાં નિરીક્ષક સાહેબ પ્રવેશે પછી હું વધારે અસ્વસ્થ થઈ જાવ છું.

( ) વિષયવસ્તુ વિદ્યાર્થીઓને સમજાઈ જવું જોઈએ , પછી પરવિધીઓને બહુ મહત્વ આપવાની જરૂર નથી.

( ) વર્ગશિક્ષણ દરમિયાન મારા મુખભાવમાં મારાથી ખાસ પરિવર્તન લાવી શકાતું નથી.

( ) હું મારી અને વિદ્યાર્થીઓની વચ્ચે સન્માનપ્રદ અંતર રાખવાનું પસંદ કરું છું.

( ) પાઠ દરમિયાન વિષયવસ્તુ રજુ કરવામાં એટલું મશગુલ થઈ જવાય છે કે વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા તરફ મારુ ધ્યાન જતું નથી.

( ) વર્ગમાં હું મારા અવાજ પરનો કાબુ ખોઈ બેસું છું.

( ) વર્ગમાં જઈ વિદ્યાર્થીઓ જોડે વાત કરવા હું હંમેશા તત્પર હોઉં છું.

( ) મારુ વક્તવ્ય અને હાવભાવ સમાંતર જતા નથી.

( ) મને લાગે છે કે જો વિષયવસ્તુ પાર મને પ્રભુત્વ આવી જાય તો પછી તે રજુ કરવાની પદ્ધતિમાં નિપુણતા આપોઆપ આવી જશે.

( ) વિદ્યાર્થીઓની આંખો માં જોઈને કે ખભે હાથ મૂકી ને બોલવાનું મને ફાવતું નથી.

( ) જ્યાં મુદ્દાની ગોઠવણી મેં બરાબર ન કરી હોય તો પણ મારી અધ્યયન પ્રવૃત્તિ માં કોઈ ફરક પડતો નથી.

--

--