વિજ્ઞાન નો ક્લાસ

Mihir Pathak
LearningWala STUDIO
3 min readJan 30, 2019

“સર આજે શું કરાવીશું કલાસ માં ?

કયો પાઠ છે બેન ?

સર ઈલેક્ટ્રીસીટી…”

વિજ્ઞાન હોય કે અન્ય વિષય મને ‘માહિતી’ વાળા ભાગ થી હમેશા અણગમો રહ્યો છે. વિજ્ઞાનનો ક્લાસ હોય એટલે થોડા અવલોકનો , ચર્ચાઓ થાય અને ‘સાયન્ટિફિક થીંકીંગ’ પર કામ થાય. સામાન્ય રીતે કલાસ માં કોર્સ પતાવવા પાછળ અને નોટ્સ લખવામાંથી ઊંચા જ નથી અવાતું એટલે વિજ્ઞાન વિષય નો મૂળ હેતુ તો ભુલાય જ જાય…

શાળામાં શીખવાતા વિષયો એ વિદ્યાર્થીઓની બોધાત્મક, ભાવત્મક અને ક્રિયાત્મક શક્તિઓનાં વિકાસના સાધનો છે. વિષયમાં આવતા વિષયવસ્તુના સ્તર બદલાયા કરે જેથી વિદ્યાર્થી જે — તે વિષયમાં નિપૂણતા પ્રાપ્ત કરી શકે. એટલે કે, નાના ધોરણમાં વિષયના જે હેતુ હોય તેના કરતા મોટા ધોરણમાં જુદા હોય (સંદર્ભ : પ્યાજેનો સંરચનાવાદ)

છેલ્લા બે અઠવાડિયા માં છઠ્ઠા ધોરણમાં વિજ્ઞાન ભણવાના અનુભવો માંથી થોડા અનુભવો યાદગીરી માટે અહીં નોંધ્યા છે.

ઇલેક્ટ્રિસિટી અને ઇલેક્ટ્રિક સર્કિટ પાઠ ભણાવતી વખતે બે રસપ્રદ ચર્ચાઓ થઈ.

1. હવા insulator કહેવાય કે conductor ?

સામાન્ય રીતે હવા insulator તરીકે જણાઈ આવે છે પણ જ્યારે વીજળી થાય છે અથવા તો કોઈક જગ્યાએ સ્પાર્ક થાય ત્યારે લાગે છે કે હવા તો કન્ડક્ટર છે…

મારી સાથે ભણાવતા કો — ટીચર આ રસપ્રદ પ્રશ્ન શોધી લાવ્યા હતા. વિદ્યાર્થીઓ સમક્ષ આ પ્રશ્ન મુક્યો ત્યારે લગભગ એક કલાક ચર્ચા ચાલી.. જુદા જુદા તર્ક આવ્યા અને અલગ અલગ રીતે વિચારવાનું બન્યું.

- જો હવા સુવાહક હોય તો એક વાયર માંથી બલ્બ સુધી વિધુત કેમ નથી પહોંચાડતી ?

- પણ જ્યારે આકાશ માં વીજળી થાય છે ત્યારે તો હવા સુવાહકનું કામ કરે છે

મારી પાસે પણ કોઈ ચોક્કસ જવાબ નહતો પણ એટલે હું પણ જુદા જુદા તર્ક બાળકો સામે મુકતો રહ્યો. આ વાત ને પ્રયોગ દ્વારા કેવી રીતે તપાસી શકાય એ શકયતા વિશે પણ વાત થઈ પણ કઈ નોંધપાત્ર આવ્યું નહિ.

મને લાગે છે ત્યાં સુધી હવા મોટા ભાગ ના કિસ્સાઓ માં insulator તરીકે વર્તે છે પણ જ્યારે વોલ્ટેજ ખૂબ મોટા પ્રમાણમાં હોય ત્યારે કન્ડક્ટર અને તે પણ બેડ કન્ડક્ટર તરીકે વર્તે છે.

2. રબર ના બુટ પહેરીને વિધુત પ્રવાહવાળા તાર ને અડકીએ તો ઝટકો લાગે ?

- પહેલા તો મોટા ભાગના વિદ્યાર્થીઓ નો જવાબ ‘ના’ હતો.

પછી કોઈક બોલ્યું કે “રબર ના બુટ ભલે પહેર્યા હોય પણ હાથ થી વાયર અડકીયે તો તો ઝટકો લાગે જ..”

મેં તર્ક આપ્યો કે “ચોપડી માં તો લખ્યું છે કે ઇલેક્ટ્રિસિટી સાથે કામ કરતી વખતે રબર ના બુટ પહેરવા જોઈએ.”

સર્કિટ પુરી થાય છે કે કેમ ?

સર્કિટ પુરી થાય તો જ ઝટકો લાગે ?

આ મુદ્દા પણ પર લગભગ અડધો કલાક ચર્ચા ચાલી.

આજ રીતે living organisms and their surroundings પાઠ ની શરૂઆત એક અનોખી પ્રવૃત્તિ થી કરી હતી એ અહીં વહેંચુ છું.

1. પાઠ ના હેતુઓ માંથી થોડાક હેતુઓ એવા છે કે બાળકો વિવિધ હેબીટેટ વિશે એમા રહેતા પ્રાણીઓ તેમના એડોપટેશન , ફીચર્સ જાણે.

રણ પ્રદેશ નું પ્રાણી પર્વતીય પ્રદેશ માં કે નદી/તળાવ માં નથી રહી શકતું. એ પ્રાણી ના ફીચર્સ અને એડોપટેશન અલગ હોય છે. શુ આપણે એવું પ્રાણી ડિઝાઇન કરી શકીએ જે બધા હેબીટેટ માં રહી શકે ?

ત્રણ ટિમ બની અને બધા બાળકો એ પોતે વિચારી, ચર્ચા કરી અને પોતપોતાના પ્રાણીઓ રજૂ કર્યા ,

બાળકોએ defense mechanism , survival in extreme condition, food storage, features to fly, walk in desert + mountain + aquatic region

કેટલાક ફોટોગ્રાફ્સ

organisms and their surroundings — દરેક habitat માં રહી શકે એવા પ્રાણીઓ ના સ્કેચ / પ્રોટોટાઈપ

--

--