સંવેદનશીલતાના પ્રેમની કેળવણી

Mihir Pathak
LearningWala STUDIO
5 min readMar 23, 2020

છેલ્લા બે વર્ષ થી સંવેદનશીલતા અને સંવેદનશીલતાની કેળવણી વિષે ના વિચારો વિવિધ લોકો દ્વારા , પુસ્તકો દ્વારા મારા મનમાં ઘુંટાયા કરે છે. ખાસ કરીને તનુજ સર અને મહેન્દ્ર સર સાથે જે ચર્ચા થઈ એ અહીં મુકવાનો પ્રયત્ન કરું છું.

23/6/2019 — રવિવાર — સ્વજન ઓફિસ

તનુજ સર અને બીજા શિક્ષકો સાથે ચર્ચાનું આયોજન હતું. ચર્ચાના અંતમાં મારા મનમાં એક વાત અટકી ગઈ.

“આપણે આપણી બિલીફ માંથી એક્ટ નથી કરવાનું, કંડિશનિંગ માંથી નિર્ણયો નથી લેવાના”

તો પછી નિર્ણયો લેવાના કઈ રીતે ? જો આપણી પાસે નોલેજ જ ન હોય તો કેવી રીતે કામ થાય ? સર તો કહે છે કે એ તો મેમરી છે અને એ પાસ્ટ છે.

સાંજે આ જ મુદ્દા ઉપર મહેન્દ્ર સર સાથે ફોન ઉપર વાત થઈ -

બિલીફ અને મેમરી તો પાસ્ટ છે અને આપણે જાણીએ છીએ તેમ સામે આવેલી પરિસ્થિતિ તો હંમેશા નવી હોય છે. તો આવા સમયે રિસ્પોન્ડ કેવી રીતે કરવાનું ?

થીંકીંગ કરવાનું ? ના થીંકીંગ થી આગળ નથી વધવાનું

આવા સમયે ‘understanding’ માંથી રિસ્પોન્ડ કરવાનું છે.

અન્ડરસ્ટેન્ડિંગ ક્યાંથી આવે ? જે.કે કહે છે સમજદારી — સંવેદનશીલતા માંથી આવે.

જેટલી સંવેદનશીલતા વધુ એટલી સમજદારી વધુ. તમારી કોઈ પરિસ્થિતિ વિશેની સમજ કેટલી છે. તમે જગતના ચાલન વિશેનો જાડો ખ્યાલ ધરાવતા હોવ તો પણ આ સમજદારી આવે.

જેમ કશું જ ન બગડવું જોઈએ એમ આ પણ ન જ બગડવું જોઈએ. જેમ માનવનો જીવ અગત્યનો છે એમ કુતરાનો કે બિલાડીનો પણ…

જે.કે અને બુદ્ધ આ ને ‘ધર્મ’ કહે છે.

મુખ્ય વાત એ છે કે જયારે પરિસ્થિતિ સામે આવે ત્યારે આ સંવેદનશીલતા હાજર થવી જોઈએ તો નિર્ણય લેવાય. આપણા present being માં એ આવવું જોઈએ.

education is all about that

તમારે બાળકોને એવા અનુભવો આપવા પડે કે જેમાં તેઓને આવું બધું ઘણી ઘણી વાર કરવું પડે. તમે નિર્ણયો કેવી રીતે લેવાય છે એની ટ્રેનિંગ આપી શકો પણ નિર્ણય તો બાળકો એ સમયે એમને કેવું ફીલ થયું એમનો ઈરાદો શું હતો એ પ્રમાણે જ લેશે. એમની લેવલ ઓફ સેન્સટીવીટી જે પ્રમાણે હશે એ રીતે લેશે.

તમને એવો ખ્યાલ આવે કે હું ઘાસ ઉપર ચાલુ છું અને ઘાસ કચડાય છે તો ઘસને પણ નુકશાન થતું હશે. એવો ખ્યાલ ઘાસ ઉપર ચાલતી વખતે જ આવે એ સંવેદનશીલતા છે.

આવું ક્યારે શક્ય બને જો તમે વિદ્યાર્થીઓને સજીવો સાથે, પ્રકૃતિ સાથે રગદોળો , રખડાવો …

જે.કે કહે છે તેમ બાળકોને પક્ષીઓ બોલતા હોય, ઝરણાં વહેતા હોય , પર્વતો હોય એવી જગ્યાએ લઇ જાવ

એમાં કઈ શીખવવાનું નથી આપણે તો બાળકોની કટાઈ ગયેલી બારીઓ ખોલવાની છે. બારીઓ ખુલશે એટલે એ આપો આપ નિર્ણયો લેતા થી જશે

જે.કે કહે છે એમ હું ધર્મ માં નહિ પણ ધાર્મિકતા માં માનું છું.

આપણે વિદ્યાર્થીઓના સંવેદન તંત્રને રણઝણાવવું પડશે. — એને કહેવાય ‘સંવેદનશીલતાના પ્રેમની કેળવવની’

આ ફક્ત ફિલોસોફરો માટે કે મોટા લોકોની ચર્ચા માટે છે ?

જો ના તો પછી આ વસ્તુ ને કલાસમાં કઈ રીતે કરી શકાય ?

10 વર્ષ સુધી ના બાળકો સાથે ફીલિંગ ઉપર કામ કરવું સહેલું હોય છે. મોટા બાળકો સાથે જરાક અઘરું. આપણે જયારે ફીલિંગ ઉપર કામ કરવાનું હોય છે ત્યારે આપણે તર્કશાસ્ત્ર શીખવવા મથીએ છે.

ખેડૂતો અને મજૂરો વધારે સંવેદનશીલ હોય કારણકે તેઓ પ્રકૃતિ સાથે રહે અને લોજીક થી નહિ ફીલિંગ થી નિર્ણયો લે એક સમજ / કોઠા સુજ થી નિર્ણયો લે

16/3/2020 — તનુજ સર અને બધા શિક્ષકોની ની મિટિંગ — સ્કૂલ, મ્યુઝીક રૂમ

મારી સમજ પ્રમાણે સરે બે મુખ્ય મુદ્દાની વાત કરી અને થોડા પ્રશ્નો + આમંત્રણ મુક્યા

1. સ્કૂલનો હેતુ — thinking , questioning, learning, sensitive , happy, well adjustable children તૈયાર થઈ શકે તેવી વાતાવરણ આપવું

2. આ બધી વસ્તુ કલાસરૂમ માં, રોજ બરોજ ના જીવનમાં કેવી રીતે ઈમ્પ્લીમેન્ટ કરી શકાય ?

- આપણે ફાર્મિંગ , લોકલ ઈકોનોમી , સસ્ટેનેબલ ડેવેલોપમનેટ આ બધાને વિજ્ઞાન અને પર્યાવરણ જેવા વિષયો માં ગુંથી લઈએ

- co — existence, web of life, observation, inquire જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપીએ

- outdoor silent assembly

- physical activity and sport, more play time in junior classes

- introducing the drama and poetry in language classes

- introducing dance, lezim

- work on enjoyment, celebration of music in classes

- introducing activities like ThinkQ for critical thinking and logic

CAA-NRC ના ઉદાહરણ દ્વારા સરે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આપણે કઈ રીતના કર્ટિકલી વિચારવું જોઈએ.

સ્પર્ધા, તુલના, ઓથોરિટી, ફિયર, રિલેશનશિપ, કોમ્યુનિકેશન, સંવેદનશીલતા, ફ્રીડમ- ઉપર થયેલી ચર્ચા માંથી કેટલાક મુદ્દાઓ

  • આપણી એક્શન જ્યારે સેલ્ફીશ થઈ જાય છે ત્યારે એ આપણે જ નુક્શાન કરે છે, આપણે આપણી એક્શનનો સ્ત્રોત જોવો જોઈએ. આપણે જયારે સ્વ કેન્દ્રી એક્શન લઈએ છીએ એનો મતલબ એ ફિયર ડ્રિવન છે અને જયારે ફિયર નીકળી જાય ત્યારે જ ખરી સ્વતંત્રતા હાટ લાગે છે.
  • આપણે આપણી બધી ઓળખો (identity) છોડવાની છે… હિંસાનું મુખ્ય કારણ સ્ટ્રોંગ ઓળખ ને પકડી રાખીએ છે એ જ છે.
  • આપણે સતત ભૂતકાળ માંથી લેવાયેલા રિએક્શનમાં ફસાઈ જઈએ છે અને પછી ખરી એક્શન માટે સ્વતંત્ર રહેતા નથી
  • આપણે વસ્તુઓને જેમ છે એમ જોવા માટે , વધુ સ્પષ્ટ જોવા માટે — listing and looking શીખવું પડશે
  • શિક્ષકે અને બાળકે બંને એ શીખવાનું છે..
  • આપણે એવા સમાજ માટે કામ કરી રહ્યા છે જ્યાં બધા ઓછા selfish હોય બધા એક બીજા સાથે harmonusly રહેતા હોય
  • શું આપણે આપણી જાત ને ઓથોરિટી માંથી મુક્ત કરી શકીએ છીએ ? શું આપનો હેતુ / ક્લચર કામ કરવા માંડે ઓથોરિટીની જરૂર ન પડે એવું શક્ય છે ?
  • ઓથોરિટી જશે તો જવાબદારી વધશે
  • શિસ્ત નહિ, શીખવામાં એક ઓર્ડર ની જરૂર છે. જે અંદરથી આવવો જોઈએ અને એ ના આવે ત્યાં સુધી બહાર થી લાવી શકાય
  • આપણે આપણા ક્લચર પ્રમાણે વાઘા / ઓળખાણો પકડી ને રાખીએ છીએ
  • શું આપણું કોમ્યુનિકેશન humility , openness, sensitivity / empathy થી ભરેલું હોઈ શકે ?

આ બધી વાતો ને થોડીક સમ અપ કરવાનો પ્રયત્ન કરું તો ,

  • એવી જગ્યા જ્યાં મોટેરાઓ અને બાળકો માટે comparison, competition, authority, fear, reward — punishment ના હોય
  • ભૂલો કરવાની આઝાદી હોય , પ્રશ્ન કરવો , રિફ્લેક્ટ કરવું એ જીવન પદ્ધતિમાં વણાય ગયું હોય
  • વસ્તુઓને બિલીફ કે કન્ડિશનિંગ માંથી નથી જોવાતી પણ વસ્તુઓ જેવી છે તેવી જોવા માટે નો પ્રાયસ હોય.
  • નાનપણ માં પંચેન્દ્રિઓ ઉપર, ભાવનાઓ ઉપર કામ થાય, અવલોકન કરતા , સાંભળતા શીખવવામાં આવે, ધીમે ધીમે ઍબ્સ્ટ્રક્ટ થીંકીંગ અને લોજીક ઉપર કામ થાય
  • વિષયોના ટુકડાઓ માં નહિ પણ બને એટલું અખંડ — આંતરગ્રંથિત શિક્ષણ આપવમાં આવે
  • બાળકોને wholesome રીતે તૈયાર કરતા હોય
  • બાળકોની સંવેદનશીલતા ઉપર કામ થાય
  • એવી જગ્યા જ્યાં શીખવા માટેનો પ્રેમ ઉભો થાય

--

--