એક પ્રતિબદ્ધ શિક્ષકની ભૂમિકા :

Mihir Pathak
LearningWala STUDIO
2 min readDec 10, 2018

1. વ્યક્તિ તરીકે આપણે પ્રસન્ન અને સ્વસ્થ રહી શકીએ એ માટે જાત સાથે કામ કરવું. પોતાની સાથે મૈત્રી વિકસાવવી.

2. સંસ્થા વિષે હકારાત્મક, બિનટીકાપ્રદ અભિગમ ધરાવવો.

3. સ્વવિકાસ માટે સતત કર્મશીલ/પ્રયત્નશીલ રહેવું.

4. છાત્રવાસીઓને માવતરની ખોટ સાલવા ન દેવી.

5. છાત્રવાસીઓ ની મહત્તમ જાણકારી રાખવી.

6. સંસ્થાની પ્રગતિ માટે ચિંતિત રહેવું

7. નવા પ્રયોગો અને અયોજનોમાં પહેલ કરવી

8. પોતાની જવાબદારીઓ અને કર્યસોંપણી નિભાવવી.

9. પારસ્પરિક સંવાદ, સહકાર દ્વારા સૌનો વિકાસ.

10. આકસ્મિક સંજોગોમાં અન્યને સોંપેલું કામ પણ આપણી જવાબદારી માની સ્વંયમપણે કરી લેવું.

11. વાલીવર્ગ અને પિંડવળના લોકો સાથે કુટુંબ સહજ સંબધો વિકસાવવા.

12. મુલાકાતીઓને સંસ્થાની હાર્દરૂપ પ્રવૃતિઓ — વિચારણાનો પ્રભાવશાળી પરિચય આપવો.

13. મુલાકાતીઓ મહેમાનો / તજજ્ઞો પાસેથી શીખવાનો અભિગમ રાખવો.

14. સર્વોદય દર્શનને સાંપ્રત પરિસ્થિતિના સંદર્ભમાં સમજવું અને અમલમાં મુકવા સંનિષ્ઠ પ્રયાસ કરવા (વ્યક્તિગત અને જાહેરજીવનમાં)

15. પ્રકૃતિ અને પ્રાકૃતિક તત્વો સાથે સંલગ્ન રહેવું, પરિચય કેળવવો તેને પોતાના આનંદનો સ્ત્રોત બનાવવી.

16. સ્વ અધ્યયન અને સ્વ નિરીક્ષણ દ્વારા સ્વ વિકાસ સંધવો.

17. પોતાના વિષયની સમજ ઉત્તરોઉત્તર વધતી રહે તે માટે સ્વાધ્યાય ચાલુ રાખો.

18. વિદ્યાર્થીઓને વ્યક્તિ તરીકે સન્માનીય ગણવા. તેઓના વિકાસનું મનોવિજ્ઞાન સમજવું.

19. વિદ્યાર્થીઓના સ્વસ્થને ઉત્તમ કક્ષાએ લઈ જવા માટે ધ્યાન રાખવું. સક્રિય સહભાગ લેવો.

20. શિક્ષક તરીકે વધુ ને વધુ સજ્જતા કેળવતા રહેવું. પ્રશિક્ષણ લેતા રહેવું અને તેનો વર્ગમાં વિનિમય કરતા રહેવું.

21. ઇતરવાંચન કરતા રહેવું. પરર્થના પ્રવૃત્તિમાં આપણા વિચારો, અનુભવોની અભિવ્યક્તિ કરતા રહેવું.

22. સાંપ્રત સામાજિક — રાજકીય પરિવેશથી પરિચિત રહેવું

23. સહઅભ્યાસ પ્રવૃતિઓનું આયોજન અને અમલીકરણ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ અને કેન્દ્રમાં રાખીને

24. શિક્ષણકાર્યમાં અનુબંધનો સતત ઉપયોગ કરવો (સમવાયી શિક્ષણ)

25. પરિશ્રમ અને ઉધોગ કેળવણી દ્વારા શિક્ષણનો પણ અવકાશ રાખવો

26. સંસ્થાની સુવર્ણજયંતિ ઉજવણી માટે ટીમવર્ક કરવું.

--

--