હોલિસ્ટિક લર્નિંગ ના ચક્કરડા ભમરડા

Mihir Pathak
Apr 2, 2019 · 4 min read

હું કોલેજ નથી ગયો. ફક્ત દશમાં ધોરણ સુધી શાળામાં ગયો છું. ખુબ રખડ્યો છું, જાત જાત ના પ્રોજેક્ટ કર્યા છે , નાટકો થી લઈને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, કવિતા થી લઈને માર્કેટિંગ કર્યું છે… જાત જાત ના લોકોને મળ્યો છું. જીવન ને ટુકડાઓ માં એટલે કે પહેલા ભણવાનું પછી નોકરી પછી લગ્ન પછી રિટાયરમેન્ટ એમ નહિ પણ સમગ્રલક્ષી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે.

કદાચ થોડું વધારે લખાઈ ગયું :) આજે હું છેલ્લા ચાર વર્ષ થી બાળકો સાથે કામ કરી રહ્યો છું. બાળકો ની જીવવાની અને શીખવાની તણા-વાણા વાળી પ્રક્રિયાનો ભાગ બનવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જુદી જુદી જાત ની સ્કૂલો , લર્નિંગ સ્પેસ, શિક્ષણ ના દર્શન વગેરે ને જરાક જરાક ચાખવાની તક મળી છે.

આ બધા માંથી મને જે કાંઈ સમજાયું તેને એક ચકરડા ભમરડા વાળા મોડેલ માં મુકવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

ચકરડા-ભમરડા

હું નાનો હતો ત્યારે કોઈ એવું પૂછે કે તારે શું બનવું છે તો હું ખુબ મુંજાતો. મને તો ખેડૂત પણ બનવું હોય , લેખક પણ અને વૈજ્ઞાનિક પણ… બધું સાથે કેવી રીતે બનાય ? એટલે હું તો કહી દવ મારે બધું જ બનવું છે. મને બધા જ વિષય ગમતા વિજ્ઞાન, સાહિત્ય , સમાજવિદ્યા બધું જ… ટેક્નિકલ કામ પણ ગમે અને પેઈંટીગ કરવું પણ…

જીવન ફક્ત એ ફક્ત ભાવનાઓ થી નથી બનતું કે નથી બનતું ફક્ત લોજીક કે એનાલિટિકલ સ્કિલ્સ થી જીવન તો સમગ્રતા થી બને છે.

મનુષ્ય નો માનસિક , શારીરિક , ભાવનાત્મક , આધ્યાત્મિક તથા અન્ય ઘણા પાસાઓ માં વિકાસ થાય ત્યારે તે સમગ્રતા તરફ કુચ કરે છે.

સમગ્રતા લક્ષી શિક્ષણ વિષે થોડી વધારે સમજ અહીં

આવું સમગ્રતા લક્ષી શિક્ષણ માટેનું વાતાવરણ કેવી રીતે આપી શકાય તેની થોડી વાત કરીએ..

ઉપર ના ચિત્ર માં સૌથી પહેલું ચકરડું મેથડ્સ નું છે જેના દ્વારા આપણે સમગ્રતાલક્ષી શિક્ષણ માટેનું વાતાવરણ ઉભું કરી શકીએ છીએ

શીખવા માટે ઘણા બધી જાત ના મોડેલ હોઈ શકે , દરેક ની જરૂરિયાત , લોકલ કોન્ટેક્ષ વગેરે ને ધ્યાનમાં રાખી તે ઉભરતા હોય છે. મને છેલ્લા થોડા દિવસો માં મારા જીવન સાથે જોડી શકું એવું મોડેલ ધ્યાન માં આવ્યું છે તે છે ‘Eco Buddy Club’

જસ્ટ ઈમેજીન કે 12 થી 15 વર્ષ ના વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલની આજુબાજુ સાઇકલ લઈને પ્લાસ્ટિક નો કચરો ભેગો કરવા જાય છે, પછી પલાસ્ટીક ના ખાલી બોટલો માં એ કચરો ભરી પલાસ્ટીક બ્રિક બનાવે છે અને છેલ્લે એ બ્રિક એટલે કે ઈંટ નો ઉપયોગ સ્કૂલ માં ફરતા ગલુડિયાંઓ ના ઘર બનાવ માટે કરે છે.

તમે વિચારો કે બાળકો જંગલ વિશેની એક ડોક્યુમેન્ટરી જોઈ રહ્યા છે અને પોતે પોતાની આદતો કેવી રીતે બદલે જેથી પર્યાવરણના સારા મિત્ર બની શકે તેના પર ચર્ચા થઇ રહી છે.

એમાં મને તો પ્રોબ્લમ સોલવિંગ સ્કિલ , સંવેદનશીલતા , પ્લાંનિંગ સ્કિલ , પ્લાસ્ટિક વિષે ના રિડ્યુસ-રી યુજ- રીસાઇકલ જેવા કોન્સેપટ ની અવેરનેસ દેખાઈ રહી છે.

બાળકો પોસ્ટર્સ બનાવી રહ્યા છે , પેપર રીસાઇકલ કરવાની તરકીબો શોધી રહ્યા છે, પ્લાસ્ટિક ને બદલે કાર્ડબોર્ડ માંથી બનતી પેન ઉપયોગ કરવા માટે તૈયારી કરી રહ્યા છે.

હા, આ બધા દ્રશ્યો સાચા જ છે અને શાળા માં વિદ્યાર્થીઓ જાત જાત ના પ્રોજેક્ટ્સ, પ્રયોગો, પ્રવાસો , અનુભવો દ્વારા શીખી રહ્યા છે.

આ ક્લ્બ ની વિશેષતાઓ

  1. સમગ્રતા લક્ષી છે : આ ક્લબ માં માનસિક ક્ષમતાઓ ના વિકાસ માટે ની પ્રવૃતિઓ , ભાવનાત્મક વિકાસ માટેની પ્રવૃતિઓ અને હેન્ડ ઓન પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે.
  2. Transdisciplinary : આ ક્લ્બ માં ફક્ત પર્યાવરણ કે વિજ્ઞાન ની નહિ પણ આર્ટ , સમાજવિદ્યા , ભાષા , ગણિત મોટાભાગ ના વિષયોની વાત પ્રોજેક્ટ દ્વારા , પ્રવાસો દ્વારા , અનુભવો દ્વારા મુકવામાં આવે છે. બે વિષય ભેગા થઇ કઈક નવો વિષય બને છે જેમકે , eco + theater (પર્યાવરણ + નાટક- પર્યાવરણને લાગતું નાટક) = ઈકો થીએટર
  3. ડેમોક્રેટિક : આ ક્લબ માં તાનાશાહી નથી અહીં બાળકો દરેક નિર્ણય પ્રક્રિયામાં સાથે છે , બાલકો પોતાના વિચારો પ્રસ્તુત કરી શકે છે, બાળકો પોતાના વિચારો ને એક્શન માટે જવાબદાર હોય છે.
  4. અનુભવ કેન્દ્રી અને જ્ઞાન રચનાવાદી : આ ક્લબ ફક્ત ચોપડીની વાતો પોપટની જેમ ગોખાવતી નથી પણ બાળકો ને જાત જાત ના અનુભવો કરવે છે અને સ્વ નિરીક્ષણ દ્વારા પોતે પોતાનું જ્ઞાન કન્સટ્રક્ટ કરે એવું વાતાવરણ પૂરુંપાડે છે
  5. પર્યાવરણ , interdependence અને સહ અસ્તિત્વની વાત કરે છે : આજે શિક્ષણ ફક્ત ઇન્ડસ્ટ્રી માટે સારા વર્કર તૈયાર કરવા પૂરતું સીમિત બની રહ્યું છે ત્યારે , ગ્લોબલ વોર્મિંગ જેવા પ્રશ્નો સળગી રહ્યા છે ત્યારે , લોકોમાં સંવેદનશીલતા ઘટી જય રહી છે ત્યારે આ ક્લબ પ્રકૃતિ સાથે ફરી જોડાણ સાંધવાની અને સહ અસ્તિત્વ ને સુઘડ બનાવવાની તક આપી રહી છે.
  6. Project Based Learning : પ્રોજેક્ટ દ્વારા સ્કિલ્સ , નોલેજ અને એટીટ્યુડ ત્રણેય બાબતો ઉપર ખુબ સુંદર રીતે જીવનના સાચા અનુભવો ને કેન્દ્રમાં રાખી કામ કરી શકાય છે. પ્રોજેક્ટ એ શીખવાની પ્રક્રિયાનું જીવન સાથેનું જોડાણ વધારે મજબૂત બનાવે છે.
  7. અત્યારના પાઠપુસ્તક સાથે જોડાણ : આજે પાઠપુસ્તકો અને કોર્સ વધારે અગત્યનો બન્યો છે ત્યારે આ ક્લબ વિજ્ઞાન , પર્યાવરણ , સામાજિક વિજ્ઞાન જેવા વિષયો ના પાઠ સાથે જોડી શકાય એવી પ્રવૃતિઓ કરવે છે. જીવન લક્ષી છે..

આ પ્રક્રિયા માં જો સાથે મળી ને જીવવાનું અને શીખવાનું એમ કહો ને કે જીવાતા જીવન માંથી શીખવાનું જોડાયું હોત એટલે કે કોમ્યુનિટી લિવિંગ જોડાયું હોત તો કદાચ આ પ્રક્રિયા વધારે સમગ્રતા લક્ષી બની શકત…

અત્યારે મારા જીવન માં જે ઉતાર ચઢાવ ચાલી રહ્યા છે , જે રીતે હું જીવ્યો છું અને જીવી રહ્યો છું , જે રીતે મેં અલગ અલગ ટપકાઓ ને જોડી શિક્ષણ ને સમજવાનો પ્રયત્ન કર્યો છે એ બધા ને જોતા હમણાં આ પ્રકારની પ્રવૃત્તિ ને માં આગળવાની ઈચ્છા થાય છે.