Eco Buddy Film Making Workshop

Mihir Pathak
LearningWala STUDIO
4 min readApr 26, 2019

ગીતા બેને જણાવ્યું કે આપણે નીલપર આશ્રમ શાળા માં સમર કેમ્પ કરવાનો છે ત્યારે મનમાં એક ખુશી ની લહેરકી ઉઠી હતી. મને અંતરિયાળ ગામડાના વિદ્યાર્થીઓ સાથે કામ કરવાની ખુબ મજા આવે. એમનો પ્રેમ, સંવેદનશીલતા, કોઠા સૂઝ, શીખવાની ભૂખ ગજબ હોય છે.

ગયા વર્ષે જનાન્તિક ભાઈ અને મિતેષ ભાઈ સાથે મળી ધરમપૂર માં પિંડવળ ના બાળકો સાથે ફિલ્મ મેકિંગનો વર્કશોપ કર્યો હતો એટલે મને થયું કે લાવ નીલપર ના બાળકો સાથે પ્રયોગ કરી જોઈએ. સ્વરૂપ રાવલ દ્વારા કરવા માં આવતી Life skills through Drama ની શિબિરો પણ પ્રેરણા સ્ત્રોત હતી. આ બે સિવાય હાજી એક એંગલ જોડાયું તે Eco Buddy નું… આપણે પર્યાવરણ સાથેની મિત્રતા ની વાત બાળકો સુધી કેવી રીતે પહોંચાડી શકીયે , બાળકો ને પર્યાવરણ ના મુદ્દાઓ પ્રત્યે જાગૃત અને સંવેદનશીલ કેવી રીતે બનાવી શકાય.. શું ફિલ્મ મેકિંગ / નાટક એક માધ્યમ હોઈ શકે ? આવું બધું વિચારતા વિચારતા જે ગુથણ કામ થયું તે અનોખો ત્રિ દિવસીય ફિલ્મ મેકિંગ વર્કશોપ…

Film Making Crew

વર્કશોપ નો અપ્રોચ :

- વર્કશોપ પછી ના પરફોર્મન્સ કે રિઝલ્ટ કરતા વર્કશોપ દરમિયાન જીવાતું સહજ જીવન , આ જીવાતા જીવન માં રચાતા સંબંધો , લાગણીઓ અને શીખવાની ક્ષણો ઉપર વધારે મહત્વ આપવું

- છેલ્લા પરફોર્મન્સ કરતા પ્રોસેસ ઉપર અને નાની નાની શીખવાની ક્ષણો ઉપર વધારે મહત્વ આપવું

Expected Learning outcome :

સ્કિલ :

- બાળકો સર્જનાત્મક રીતે વિચારે , કલ્પનાઓ દ્વારા વાર્તા રચે

- સ્ટોરી બોર્ડ , ડાઈલોગ તૈયાર કરે

- બેઝિક એક્ટિંગ સ્કિલ શીખે

- બાળકો મોબાઈલ કેમેરા દ્વારા બેઝિક વિડીયો શૂટિંગ (લોન્ગ શોટ , ક્લોઝપ , વગેરે ) કરતા શીખે

- પ્રોબ્લેમ સોલવિંગઃ અને સમૂહ માં કામ કરતા શીખે

- આત્મવિશ્વાસ માં વધારો , ઇફેક્ટિવ કોમ્યુનિકેશન સ્કિલ

- ભાષા કૌશલ્યો નો વિકાસ

જ્ઞાન :

- પર્યાવરણ ને લગતા મુદ્દાઓ જાણે

- પર્યાવરણ ના મુદ્દાઓ સાથે સંકળાયેલી ટર્મિનોલોજી ને સમજે

- ફિલ્મ મેકિંગ બેઝિક નિયમો અને કામ કરવાની તરેહો જાણે

- શબ્દ ભંડોળ નો વિકાસ

એટીટ્યુડ :

- બાળકો પર્યાવરણ ને લગતા મુદ્દાઓ વિષે જાગૃત અને સંવેદનશીલ બને

- પર્યાવરણ સાથે મિત્રતા કરવા માટે ના ઉપાયો વિચારે

- નાટક , વાર્તાઓ દ્વારા પોતાની લાગણીઓ અને વિચારો એક્સપ્રેસ કરે

Process of Workshop :

પહેલા દિવસે બાળકો સાથે ફિલ્મો વિષેની ઇન્ફોર્મલ વાતચીત થી સેશન ની શરૂઆત થઇ. ત્યારબાદ અમે વિવિધ શાળાઓ ના બાળકો બનાવેલી ફિલ્મો જોઈ.

આ પ્રક્રિયા પછી બાળકો માં પોતાની ફિલ્મ બનાવાનો વિશ્વાસ અને ઉત્સાહ આવ્યો..

ફિલ્મ તો બનાવીએ પણ વાર્તા શું હશે ?

બાળકો એ પોતાના આઈડિયા આપ્યા અને મેં મારા વિચારો કેટલીક બીજી ટૂંકી ફિલ્મો બતાવી ને રજુ કર્યા

અમે પલાસ્ટીક દ્વારા થતા જમીન અને પાણીના પ્રદુષણ વિશેની ફિલ્મો જોઈ, પ્લાસ્ટિક દ્વારા પ્રાણીઓ ને શું નુકશાન થાય છે , નદીઓની શું હાલત થાય એ જાણ્યું

મેં બાળકો સામે પર્યાવરણ ના મિત્ર બનવાની વાત મૂકી, બાળકોએ પણ હોંશે હોંશે સ્વીકારી અને આ જ વિષય પર વાર્તા બનાવવા નો નિર્ણય લીધો

ત્યારબાદ બાળકો વિવિધ ગ્રુપ માં વહેંચાઈ ગયા અને પોતાની વાર્તા ઉપર કામ કરવા લાગ્યા

બીજા દિવસે અમે બાળકોનું પર્યાવરણ સાથે ભાવનાત્મક જોડાણ થાય તે માટે ની પ્રવૃતિઓ કરી. આ દરમિયાન અમે ચિલ્ડ્રન યુનિવર્સીટી ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલી સર્વલક્ષી આનંદ પોથી — ઉમંગ નામની ચોપડી નો ઉપયોગ કર્યો જે ભાષા દ્વારા બાળકો ના ભાવાત્મક અને સર્જનાત્મક વિકાસ કરવા માટે શિક્ષણવિદ મહેન્દ્ર ચોટલીયા ના માર્ગદર્શન હેઠળ ડિઝાઇન કરવામાં આવી છે. આ પ્રવૃત્તિ માં બાળકોને ખુબ મજા પડી.

ત્યારબાદ અમે વિવિધ ગ્રુપ્સ દ્વારા તૈયાર કરેલી વાર્તાઓ સાંભળી અને એમાંથી એક વાર્તા બહુમતી દ્વારા પસંદ કરી. વાર્તા તો પસંદ કરી પણ વાર્તા અધૂરી હતી… અંત શોધવાનો બાકી હતો એટલે અમે ફરી મગજ કશવા બેઠા બધા વિદ્યાર્થીઓ મળી ને આખરે અંત શોધી જ લાવ્યા..વાર્તા પસંદ કાર્ય પછી અમે સૌ કામે લાગી પડ્યા, એક ગ્રુપ શૂટિંગ માટે આગળ આવ્યું તો એક ગ્રુપ પ્રોપ્સ બનાવવા માટે, અને એક્ટિંગ માટે કેટલાક વીરલાઓ તૈયાર થયા.

પછી બાકી શું રહ્યું ? ઉત્સાહ નું વહેણ એવું હતું કે અમે સૌ વહેતા રહ્યા અને ઘણી મહેનત ના અંતે મોબાઈલ કેમેરા થી શૂટ થયેલી ફિલ્મ એડિટિંગ ટેબલ સુધી પહોંચી અને ભાર આવી સાત મિનિટ માં સઁગ્રહાયેલી ત્રણ દિવસ ની યાત્રા

પ્રથમ દિવસેના અંતે બાળકોએ રજૂ કરેલા વિચારો

Feedback from children

ફિલ્મ મેકિંગ વર્કશોપ માંથી શું ઉભરી આવ્યું ? બાળકો અને હું પોતાની જાત વિષે શું નવું જાણતા થયા ?

- કોઈક બાળક ને શારીરિક તકલીફ ને કારણે બોલવામાં મુશ્કેલી થતી હતી એવો વિદ્યાર્થી લીડ રોલ કરવા માટે તૈયાર થયો. વચ્ચે થોડો નિરાશ થયો ભાંગી પડ્યો પણ આખી ટિમ ના સથવારા થી પેચો ઉભો થયો અને ખુબ સરસ કામ કર્યું

- બાળકો નો પોતાના પરનો વિશ્વાસ વધ્યો

- પોતાના વિચારો રજુ કરવાની , સર્જનાત્મક રીતે વિચારવાની , સમૂહ માં કામ કરવાની તક મળી

- પર્યાવરણ વિશેની જાગૃતિ વધી

- હું વર્કશોપ દરમિયાન જાણી શક્યો કે સંબંધો ના ડોરા માં લર્નિંગ કેવી રીતે ગુંથી શકાય છે.

  • મેં પહેલા ફિલ્મ એડિટિંગ કર્યું ન હતું , હું વાર્તા લેખન માં અને અન્ય પ્રક્રિયા માં વધારે ભાગ લેતો પણ વર્કશોપ દરમિયાન એડિટિંગ કરવાનો અનુભવ કર્યો જેમાં ખુબ મજા પડી.

--

--