FilmWala Class

Mihir Pathak
LearningWala STUDIO
4 min readSep 26, 2019

થોડા મહિના પહેલા મહેન્દ્ર સર ને ફોન કર્યો હતો. અમે વાત કરતા હતા કે હું અહીં સ્કૂલ માં વિવિધ વિષયો ભણાવતા શિક્ષકો સાથે સપોર્ટ કરવામાં માટે ક્લાસમાં જાવ છું, કોઈક શિક્ષક સાથે સારું ટ્યુનીંગ થાય તો કોઈક વિષય માં સરસ મજાની પ્રવૃતિઓ પણ થાય. પણ ટૂંકમાં કોર્સ અને સિલેબસ ની દોડ માં કોઈ એક વિષયમાં ઊંડાણ માં ઉતરી સતત અનુભવ લક્ષી શિક્ષણ તરફ કામ કરવું મારા માટે અઘરું થઈ પડતું હતું.

મેં સર ને પૂછ્યું કે કોઈ એવો પ્રોગ્રામ શરૂ કરી શકીએ કે જેમાં પ્રવૃત્તિ દ્વારા , અનુભવો દ્વારા આપતા શિક્ષણનો એક ડેમો થાય જે સતત ચાલુ હોય , વિષયો થી- સિલેબસ થી પરે હોય, જેમાંથી શિક્ષકો ને પોતાના વિષય માં કંઈક નવું કરવા માટે આઈડિયા મળી રહે.

સર ને તરત જે વિચાર આવ્યો એનું નામ ‘ફિલ્મવાલા કલાસ’

“આપણે ગુજરાતી- હિન્દી કે કેટલીક અંગ્રેજી ફિલ્મો ના ટુકડાઓ બાળકોને બતાવીએ આ ફિલ્મો ઉપરથી ચર્ચા થાય , ત્યારબાદ ક્રિએટિવ રાઇટિંગ કે રોલ પ્લે થાય અને અંતે કોમ્યુનિટી વર્ક તરફ આખી વાત જાય”

“ફિલ્મો માં ઘણા બધા વિષયો આવે ભાષા , સમાજવિદ્યા , વિજ્ઞાન, બીજા ઘણા બધા ટોપિક્સ અને જીવન આખે આખું..કૃષ્ણ મૂર્તિના શબ્દોમાં કહીએ તો મૂળ તો સંવેદનશીલતા ઉપર કામ થાય.

બાળકો ભાષા ઉપર ધ્યાન આપે , પ્રોબ્લેમ ઉપર ધ્યાન આપે અને એમાંથી શીખે. મહિને એક વખત બાળકો સાથે મળી એક શોર્ટ ફિલ્મ બનાવે.

અફેક્ટિવ ડોમેન થી શરૂ કરી કોગ્નેટિવ તરફ બાળકો ને લઇ જવાના અને આગળ કોમ્યુનિટી વર્ક તરફ જઈ શકાય.

ફિલ્મ સિવાય ફિલ્મના ટોપિક ને લગતા ન્યુઝ, પોસ્ટર, વાર્તાઓ, ગીતો નો પણ સહારો લઇ શકાય.

કલાસ નું નામ હોય દિવારો કે પાર… આપણે દીવાલ પર ફિલ્મ બતાવવાની , ન્યુઝ કટિંગ ચોટાડવાના પણ લાઈફ તો દિવારોની પાર છે.

આ કલાસની અલગ નોટબુક પણ હોય , અઠવાડિયામાં બે કલાક બાળકો આ કલાસ માં આવે. કદાચ એવું કરી શકાય કે ધોરણ 4 થી 8 ના 30 બાળકો પસંદ કરી છ મહિના સુધી આ પ્રકારનો પ્રોગ્રામ કરી શકાય. શિક્ષકોને પણ વિદ્યાર્થી તરીકે આ પ્રકારના કલાસમાં જોડી શકાય.”

મહેન્દ્ર સર સાથે આખી વાત કર્યા પછી હું રાજીનો રેડ થઈ ગયો , મને થયું કે મને જે રીતે સિલેબસ કે પરીક્ષાના પ્રેસર વગર,વિષયોની સીમાઓ વગર બાળકો સાથે કામ કરવું છે એના માટેનું આ એક મોડેલ હોઈ શકે છે.

ભૂતકાળ માં જે પણ સ્કૂલમાં કામ કર્યું ત્યાં એ.વી રૂમ / બાળકોને ફિલ્મો બતાવવાની જવાબદારી નિભાવી છે, એટલે બાળકોને કેવી ફિલ્મો ગમે , ફિલ્મ જોતી વખતે કેવા પ્રશ્નો પૂછવા એવી થોડીક ખબર પડવા મંડી છે.

ફિલ્મવાલા નો પહેલો પ્રયોગ ઇડરની યુનિક- યુ સ્કૂલ માં કર્યો, વિષય હતો- Socio Emotional learning through films.

Moments from filmwala class

ઇડરની સ્કૂલમાં ત્રણ દિવસનો વર્કશોપ પ્લાન કર્યો હતો જેમાં ધોરણ 5 થી 8 (ગુજરાતી + અંગ્રેજી મીડીયમ )ના બાળકો સાથે સિલેક્ટેડ શોર્ટ ફિલ્મ જોઈ ચર્ચા કરવાનો વિચાર હતો.

પસંદ કરેલી ફિલ્મો-

Two - Satyajit Ray

Right Here Right Now (Part 1,2) - Anand Gandhi

Tubelight ka chand - Anurag Kashyap

Boundary - Ida Ali

આ વર્કશોપ દરમિયાન બાળકોને પસંદ કરેલી ફિલ્મો બતાવી વિવિધ વિષયો ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે સમાજમાં દેખાતા ભેદભાવો , ઉચ નીચ , વિવિધ સંજોગો માં માનવીય સંવેદનાઓ ઉપર વિશેષ વાત થઈ હતી. આનંદ ગાંધીની શોર્ટ ફિલ્મ ‘રાઈટ હીઅર રાઈટ નાઉ’ દ્વારા બાળકોએ આપણી એક્શનની શું અસર થાય છે એ એક્સપ્લોર કર્યું. બાળકો અને શિક્ષકો ના ફીડબેક ખુબ જ વિચાર પ્રેરક હતા.

Workshop at Uniq - You School

ભવિષ્યમાં આ પ્રકારનો એક રેગ્યુલર કલાસ શરૂ કરવાનો વિચાર છે.

જ્યાં કોઈ વિષય, પરીક્ષા , સિલેબસની બાઉન્ડરી વગર બાળકો સાથેનું એક એવું વાતાવરણ ઉભું થાય જ્યાં બાળકો સહજ રીતે વર્તી શકે, ભૂલો કરી શકે, પોતાની બધી વાતો વહેંચી શકે , જ્યાં ભાષા, સર્જનાત્મકતા, ક્રિટિકલ થીંકીંગ, પ્રોબ્લેમ સ્લોવિંગ જેવી 21મી સદી ની સ્કિલ્સ ઉપર નાટક , પ્રોજેક્ટ્સ , પ્રવાસ, ફિલ્મ અને વિવિધ અનુભવ લક્ષી પ્રવૃતિઓ દ્વારા કામ કરવામાં આવતું હોય.

આ પ્રયોગ માં પહેલા પ્રિ ટેસ્ટ લેવામાં આવે પછી વિદ્યાર્થીઓ ના એક ગ્રુપ સાથે બે વર્ષ સુધી અઠવાડિયા માં બે વખત આ પ્રકારનો અનોખો કલાસ હોય જ્યાં બાળકો,

નાટક , ક્રિએટિવ રાઇટિંગ, ફિલ્મ સ્ક્રીનિંગ, વિવિધ વિષયો ઉપર ચર્ચા, પ્રોજેક્ટ્સ બનાવવા, કોમ્યુનિટી માં કામ કરવું, પ્રવાસો તથા એક્સપોઝર વિઝીટ દ્વારા શીખે.

એક વર્ષના અંતે આ પ્રોગ્રામ દ્વારા બાળકોમાં શું બદલાવ આવ્યો એ તપાસવા માટે પોસ્ટ ટેસ્ટ ડિઝાઇન કરવાની ગણતરી છે.

આ પ્રોગ્રામ વિષે આપના શું વિચારો છે તે જરૂર થી જણાવજો

ઈમેલ- mihirism1995@gmail.com

--

--