I am શીખing

1 થી 5 ધોરણના શિક્ષકો સાથે ત્રિદિવસીય ગોઠડી

Mihir Pathak
LearningWala STUDIO
4 min readOct 25, 2021

--

ઓનલાઇન વર્ગ અને ગામડાની વિઝીટ બંધ થઇ એટલે શિક્ષકો થોડાક ફ્રી થયા. એટલે વિચાર આવ્યો કે બધા ભેગા થઇ ગોઠડી કરીએને કાંઈક નવું શીખીએ. 1 થી 5 ધોરણમાં ભણાવવું એટલે આમ સાવ સહેલું લાગતું કામ પણ ખરેખર ચિંતન કરીએ તો ખબર પડે કે ઘણી સજ્જતા માગી લે એવું ક્ષેત્ર છે.

1 થી 5 ધોરણ માં તે વળી નવું શું કરાવી શકાય?

ત્રણ દિવસ દરમિયાન થયેલા સેશનના હેતુ :

  • આપણે કયા લર્નિંગ આઉટકમ ઉપર કામ કરવાનું છે
  • તે માટે ક્યાં ટુલ્સ + કન્ટેન્ટ નો ઉપયોગ કરી શકાય
  • આ કન્ટેન્ટ ને ડિલિવર કરવા માટે કેવી પેડાગોજી / મેથડ વાપરી શકાય

પહેલા દિવસે અમે ભેગા થઇ નીચે પ્રમાણેની પ્રવૃતિઓ કરી :

  • જો કોઈ સિલેબસ કે અભ્યાસક્રમ કાંઈ જ નક્કી ન હોય અને તમારે 6 થી 11 વર્ષના બાળકોને શું શીખવાડવાનું છે એ નક્કી કરવાની તક મળે તો તમે ક્યા પાંચ મુદ્દા કહેશો?

શિક્ષકોના ગ્રુપ પાડવામાં આવ્યા અને ઉપરના પ્રશ્ન પર 10 મિનિટ વિચારી અને મુદ્દાઓ લખવાનું કહેવામાં આવ્યું. ઘણા બધા મુદ્દા આવતા હોય તો એમાં થી કયા મુદ્દાને પ્રાથમિકતા આપવી એમ નક્કી કરવાનું કહ્યું.

ત્યારબાદ વારાફરતી વિવિધ ગ્રુપ માંથી પ્રતિભાવો લેવામાં આવ્યા.

  • બાળકનો સ્વભાવ બધા સાથે મેચ થઇ જાય એવો / ફ્રેન્ડલી / ફ્લેક્સિબલ હોવો જોઈએ
  • બાળક જિજ્ઞાસુ હોવો જોઈએ
  • બાળકને સંસ્કાર આપવા જોઈએ
  • બાળકને કોઈ પણ પરિસ્થિતિ માં ‘ગમશે, ફાવશે અને ચાલશે’ એવો માનો ભાવ રાખતા શીખવાડવો જોઈએ
  • બાળક પોતાનું ગમતું ન મળે તો દુઃખી ન થવો જોઈએ
  • બાળકને પોતાના નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપવી
  • બાળકમાં લીડરશીપ ના ગુણ વિકસે
  • બાળકમાં ઈમેજીનેશન -> વિઝયુલાઈઝેશન -> અન્ડરસ્ટેન્ડિંગ -> ડિસિઝન
  • પોતાના ટેલેન્ટ ને સમજે અને એમાં આગળ વધે

કોઈ પણ શિક્ષકે કહેવાતા એકેડમિક હેતુઓ જણાવ્યા નહિ પણ બાળકોને કઈ લાઈફ સ્કિલ શીખવવી જોઈએ એ જણાવ્યું.

ત્યારબાદ નીચેંના મુદ્દાઓ પર માંડીને ચર્ચા થઇ

  • 6 થી 11 વર્ષના બાળક માટે લર્નિંગ આઉટકમ કેવા હોઈ શકે
  • ભાવાત્મક વિકાસ, શારીરિક વિકાસ, બોધાત્મક વિકાસ કેવી રીતે થાય
  • સ્વતંત્રતા એટલે શું? બાળકોને સ્વતંત્રતા આપવી એટલે શું?
  • બાળકોની ક્રિટિકલ થીંકીંગ, ડિસિઝન મેકિંગ, પ્રોબ્લેમ સોલવિંગની સ્કિલ ઉપર કામ કેવી રીતે કરવું
  • પેરેન્ટીંગ કેવું હોવું જોઈએ? બાળકને એને જે ગમે છે એ જ કરવા દેવું એ મહત્વનું છે કે એને કઈ પરિસ્થિતિમાં કેવા નિર્ણય લેવા એ માટે કેળવવા એ મહત્વનું છે
  • બાળકો સાથે મિત્રતા કેવી રીતે કેળવવી , મિત્રતા કેળવવા થી શું શિખવાની પ્રક્રિયા ઉપર શું અસર થાય?

વિચાર વલોણું :

  • પર્સનલ લાઈફ માં મિત્રતા કેળવવા માટે શું અવરોધ આવે છે?
  • બાળકો સાથે મિત્રતા કેળવવા માટે કેવા અવરોધ આવે છે?
  • તમારા વિષય માં થીંકીંગ / પ્રોસેસિંગ પર કામ કરવા માટે કેવી પ્રવૃત્તિ કરાવી શકાય

શિક્ષકો સાથેની ચર્ચા ખુબ રસપ્રદ રહી, બાળકો સાથે મિત્રતા કેળવવાનો મુદ્દો બધા માટે ખુબ વિચારપ્રેરક રહ્યો.

સાંજના સેશનનો વિષય : પ્રોજેક્ટ્સ અને અનુભવલક્ષી પ્રવૃતિઓ દ્વારા પર્યાવરણનું શિક્ષણ

સેશનમાં ચર્ચાયેલા મુદ્દાઓ :

  • બાળકોનું જે તે મુદ્દા ઉપરનું પૂર્વજ્ઞાન કેવી રીતે જાણવું અને પાઠની શરૂઆત કેવી રીતે કરવી એ વિષે ચર્ચા કરી. તે માટે અમીયાની વાર્તાનું ઉદાહરણ લીધું
  • ત્યારબાદ પર્યાવરણ વિષયના બે પાઠના ઉદાહરણ લઇ , પાઠની શરૂઆત કેવી રીતે કરી શકાય તેનું પ્રેક્ટિકલ કરી જોયું. જેમાં બાળકના પૂર્વજ્ઞાન થી શરૂ કરી બાળકના જીવન સાથે એ મુદ્દાને કેવી રીતે જોડવો , તેના માટે એ મુદ્દો મીનિંગફુલ કેવી રીતે બનાવવો એ વિષે ખાસ વાત કરી

ત્યારબાદ પાઠને અનુભવલક્ષી પ્રવૃતિઓ દ્વારા આગળ વધારવા માટે ગ્રુપ ટાસ્ક આપ્યા :

  • આપણા કેમ્પસ કેટલા પ્રકારના પ્રોબ્લેમ્સ દેખાય છે તે નોંધો
  • આપણા કેમ્પસ માં વિવિધ પ્રકારની પેટર્ન્સ છે આ પેટર્ન્સ ની ફોટોગ્રાફી કરો
  • આપણી આસપાસ માં પ્રકાશ અને પડછાયો સાથે આવતા એવી ફોટોગ્રાફી કરો
  • એક મુદ્દા અથવા concept ને અલગ અલગ વિષયની બારી માંથી જોઈ માઈન્ડ મેપ બનાવો
  • તમારી આસપાસની કોઈ એવી વસ્તુનો / મુદ્દાઓને મેપમાં દર્શાવો જે સામાન્ય રીતે મેપમાં દર્શાવતી ન હોય (જેમકે પ્રકાશ, આવાજ, ટેમ્પરેચર)

દરેક ગ્રુપ દ્વારા પોતાના ટાસ્ક સબમિટ કરવામાં આવ્યા અને તેના પરથી પર્યાવરણના પાઠ માં આ પ્રવૃતિઓ કેવી રીતે ઉમેરી શકાય તેના ઉપર ચિંતન કર્યું.

બીજા દિવસે સવારે ભાષા શિક્ષણ ઉપર ચર્ચા કરવામાં આવી જેમાં ખાસ કરી પાઠપુસ્તક સિવાય ભાષાના વર્ગ માં વાર્તાઓ, બાળગીતો અને ચિત્ર સાથેની કેવી પ્રવૃતિઓ થઈ શકે તે માટેની વિગતવાર ચર્ચા થઇ

જેમાં પરાગ — ટાટા ટ્રસ્ટ દ્વારા બનાવેલા લાઈબ્રેરી એડ્યુકેટર માટેના વિડીયો ખુબ જ ઉપયોગી થયા

વાર્તા કેવી રીતે કહેવી અને તેના ઉપરથી કેવી કેવી પ્રવૃતિઓ કરાવી શકાય, તેનું પ્રેક્ટિકલ કરીને જોયું.

ત્યારબાદ ધોરણ 1 અને 2 ના ભાષા શિક્ષકો સાથે તમને આવતા ચેલેન્જીસ, હોલ લેન્ગવેજ અપ્રોચ અને બાળક વાંચતા કેવી રીતે શીખે છે તેના ઉપર વિગતવાર ચર્ચા કરી.

ત્રીજા દિવસે ગણિત વિષયને ધ્યાનમાં રાખીને ચર્ચા કરી જેમાં બાળકોને ગણિતના concept ની મેથડ શીખવાડતા પહેલા તેનો અર્થ કેવી રીતે સમજાવવો, મેથેમેટિકલ થીંકીંગ માટે કેવી રીતે પ્રેરવા તે વિષે વિડીયો જોયા અને ચર્ચા કરી.

આ ચર્ચા માં એકલવ્ય — ભોપાલ દ્વારા બનાવામાં આવેલા અપૂર્ણાંક વિશેના વિડીયો અને કોન્સ્ટન્ટ કામી દ્વારા બનાવેલા ભાગાકારના વિડીયો ખુબ જ ઉપયોગી થયા.

શિક્ષક વઢતો હોય કે નેગેટિવ બોલતો હોય ત્યારે બાળકના આત્મવિશ્વાસ ઉપર અને શીખવાની પ્રક્રિયા ઉપર કેવી અસર પડે છે તેના વિષે ચર્ચા કરી. જેમાં ગ્રોથ માઈન્ડસેટ એટલેકે આપણે કોઈ પણ નવી વસ્તુ શીખી શકીએ છીએ એવા વિશ્વાસ સાથેનો માઈન્ડસેટ કેવી રીતે વિકસાવવો એ વિષે વાત થઇ.

ધોરણ 1 થી 5 માં સૂચિત નવીનીકરણો :

ગણિત :

  • મેથડ શીખવાડતા પહેલા મુદ્દાઓની સમજ આપવી અને પ્રોસેસિંગ કરાવવું
  • પ્રોજેક્ટ અને ચેલેન્જ આપવાની પદ્ધતિનો ઉપયોગ કરવો

પર્યાવરણ :

  • પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરી પાઠને જીવન સાથે જોડવો, બાળકો માટે શીખવાનો મુદ્દો મીનિંગફુલ બનાવવો
  • ઇન્દ્રિયોનો ઉપયોગ થાય એવી અનુભવ લક્ષી પ્રવૃતિઓ / પ્રોજેક્ટ્સ કરવા

ગુજરાતીઃ

  • ધોરણ 1 અને 2 ના શિક્ષકો પ્રજ્ઞાનું મટીરીઅલ અપનાવે અને બાળકોના પ્રારંભિક ભાષા શિક્ષણને ગંભીરતા થી લે
  • ધોરણ 3 થી 5ના શિક્ષકો પાઠપુસ્તક સિવાયના વાર્તા, બાળગીત, ચિત્રો, શોર્ટ ફિલ્મનો ઉપયોગ કરી વિવિધ પ્રવૃતિઓ કરાવે

એક્ટિવિટી કલાસ :

  • ઇન્દ્રિયો ને લગતી ગેમ્સ
  • ગણિત માટે બોર્ડ ગેમ્સ
  • ટિન્કરિંગ એક્ટિવિટી
  • વાર્તા , ગીતો , શોર્ટ ફિલ્મ પરથી પ્રવૃતિઓ
  • નાટકની ગેમ્સ
  • પ્રોજેક્ટ વર્ક
  • નેચર વોક અને પ્રવાસ

--

--