Learning by Whole Language Approach (WLA)

(પહેલા — બીજા ધોરણ માં ચાલતા ભાષા શિક્ષણના પ્રયોગો પાછળ રહેલી પ્રાથમિક સમજ )

Mihir Pathak
LearningWala STUDIO
4 min readDec 31, 2017

--

WLA એ જીવન સાથે જોડાયેલ અભિગમ છે.

  • રોજબરોજ ના જીવન માં જેટલા ફંક્શન હોય એ બધા જ ભાષા ના ફંક્શનો તરીકે પણ જોવા મળે છે.
  • જેમકે સૂચના આપવી વિનંતી કરવી સહમતી –અસહમતી દર્શાંવવી વર્ણન કરવું કથા કહેવી આશાઓ અને અપેક્ષાંઓ જાહેર કરવી આયોજન રજૂ કરવું, ઔપચારિકતાઓ, અભિવાદન, ભૂતકાળ યાદ કરવો, સંભાવનાઓ રજૂ કરવી , કાર્ય કારણ સંબંધો દર્શાવવા, આજ્ઞા માંગવી, વગેરે.
  • આમ જેટલા કાર્યો ભાષાના છે એટલાજ જીવનના પણ છે. WLA માં ભાષાને ગ્રામરના ટુકડાઓ માં વહેચવામાં આવતી નથી પરંતુ આખે આખી પીરસવામાં આવે છે.
  • ભાષા એ અક્રમ વિજ્ઞાન છે. ભાષા શિક્ષણ માં એક જ્ઞાન બીજા જ્ઞાન પીઆર અવલંબિત હોતું નથી.
  • જેમ આપણે આપણી માતૃભાષા આપણાં જીવન, પરિવાર , આજુબાજુના વાતાવરણ માથી શોષી લઈ શિખી છે એમ WLA માં ‘ભાષા સમૃદ્ધ વાતાવરણ’ ઊભું કરી સાહજિક રીતે ભાષા શિખવવાનો પ્રયાશ કરવામાં આવે છે.
  • અહી બાળકો શિખતા હોય એવું ન લાગેપણ એક ભાષા સમૃદ્ધ વાતાવરણ દ્વારા એનવી ભાષા થી પરિચિત થાય , તે ભાષા તેઓને પોતાની લાગવા માંડે, સાહજિક રીતે જવાબ આપવા માંડે એવા પ્રયન્ત કરવામાં કરવા આવે છે.
  • નવી ભાષા શીખવી એ બાળકોની જરૂરિયાત નથી એટલે બાળકોને રસ પડે તેવી પ્રવૃતિઓ કરવામાં આવે છે.
  • બાળકો ને આરએસ પાડવામાં માંડે, પ્રવૃતિઓ અર્થપૂર્ણ હોય અને તેઓના જીવન સાથે જોડાયેલી હોય ત્યારે તેઓ શીખવા માંડે છે.
  • WLA માં બાળકોને લર્નિંગ પરથી એક્વેજીશન પર લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવે છે. લર્નિંગ માં શિક્ષકે સીધેસીધું આપવાનું હોય છે. બાળકે યાદ રખવાનું હોય છે. ગોખવાનું હોય છે. જ્યારે એક્વેજીશન માં બાળકે વાતાવરણ માથી શોષે છે. બાળકોને એવા અવસરો આપવામાં આવે છે કે જ્યાં તેઓ ભાષા લક્ષી ધ્યાન આપી વાતાવરણ માથી ભાષા શોષી લે.
  • આવા અવસરો ભાષાકીય રમતો અને ગતિવિધિઓ દ્વારા આપવામાં આવે છે.
  • ગીતો, વાર્તાઓ, ચિત્રો, સંવાદો દ્વારા ભાષા સમરૂદ્ધહ વાતાવરણ સર્જવામાં મદદ મળે છે. આ વાતાવરણ દ્વારા ભાષાનો પરિચય થાય તે ભાષા પોતાની લાગવામાંડે ત્યારબાદ વારંવાર બોલતા વાક્યો , ગીતો, વાર્તાઓ માથી ગમતા વાક્યો લઈ સીધે સીધું આખે — આખા વાક્યો વાંચતાં શીખવવામાં આવે છે.
  • ક, ખ, ગ કોઈ સંદર્ભ વગર શીખવી શકતા નથી. જો શીખવવામાં આવે તે તો બાળકો ફક્ત યાદ રખવાનું કે ગોખવાનું જ રહે. આ પ્રક્રિયા માં મગજની વર્કિંગ મેમેરી નો મહતમ ભાગ રોકાઇ રહે છે. આમ મગજની શીખવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. પછી વિધ્યાર્થીઓને અર્થઘટન, સમસ્યાનો ઉકેલ કરતાં , સર્જનાત્મક કે વિવેચનાત્મક વિચાર કરવામાં અવરોધ આવે છે, અને બૌધિક શક્તિ ને નુકશાન પહોચે છે.
  • ભાષા ના પરિચય અને તેનો સંદર્ભ માં ઉપયોગ શરૂ થયા પછી અનુષંગીક વાંચન અને લેખનની શરૂઆત કરવામાં આવે છે. જેમાં પ્રથમ વારંવાર બોલાયેલા, ગમતા વાક્યો માના શબ્દો નું વાંચન કરવામાં આવે છે ત્યારબાદ કાર્ડ્સ અને વિવિધ ભાષાકીય રમતો દ્વારા વાંચન — લેખનની યાત્રા આગળ વધે છે.

ભાષાકીય રમતો જેમકે :

  • શબ્દોના કાર્ડ્સ સાથે રમતો
  • કુકણા ગુજરાતી શબ્દો ને અલગ પાડવા
  • અડધા શબ્દો લખ્યા હોય એવા કાર્ડ્સ ને જોડવા.
  • વાર્તા વચવાની અને વાર્તા માં આવતા શબ્દોના કાર્ડ્સ સાથે રમત રમવી.
  • ગુજરાતી સબ ટાઇટલ સાથેના વિડીયો બતાવવા
  • ભાષાનો પરિચય થવો, ભાષાને સાહજિક રીતે બોલવી, અનુષંગીક વાંચનની શરૂઆત થવી આમ લેખન બહુ પાછળથી આવતી પ્રક્રિયા છે. અને લેખનમાં પણ આખા શબ્દો લખવામાં આવે છે. સંદર્ભ વગરના મૂળાક્ષરો લખવામાં આવતા નથી.
  • આ અભિગમમાં શરૂઆતમાં એમ લાગે કે વ્યાપક કઈ શીખી રહ્યો નથી પરંતુ જમીન નીચે તેનું શીખવાનું ચાલુ હોય અને અમુક સમયે તે ખૂબ ઝડપ અને મેચ્યોરિટી સાથે બાહર આવે. આ અભિગમ માં ભાષા શીખવામાં ઘણા લર્નિંગ જમ્પ જોવા મળી શકે.

WLA ટીચર કેવો હોય ?

  • આ અભિગમ જીવન સાથે જોડાયેલો હોવાથી શિક્ષકે બાળકો સાથે વધારેમાં વધારે સમય આપવો પડે. બાળકો ની રોજીંદી પ્રવૃતિઓ માં ભાગીદાર થવું પડે બાળકોના સંવાદો, બાળકોના ગમા — અણ ગમા જાણવા પડે.
  • બાળકોને શીખવું ગમે તેવી રસપ્રદ પ્રવૃતિઓ, ગેમ્સ, મટીરીઅલ તૈયાર કરી શકે તેવા હોવા જોઈએ.
  • બાળકોની ભૂલો ન કાઢવી, બાળકો ને મારવા કે તેમની ઉપર ગુસ્સો ન કરવો એ પહેલી શરત છે.
  • શિક્ષકની ભાવનાત્મક્તા ખૂબ સારી હોવી જોઈએ.
  • શરૂઆતમાં એમ લાગે કે બાળક કઈ શીખી નથી રહ્યું પણ અંદર તો તેનું શીખવાનું ચાલુ જ હોય. આવા સમયે શિક્ષકની ધીરજ ખૂબ મહત્વની છે.
  • કોનટેન્ટ કયું લેવું, કોનટેન્ટની લેન્થ કેટલી હોવી જોઈએ, વગેરે બાબતો નો અંદાજ લેતા આવડવું જોઈએ.
  • શિક્ષકે બાળકોને જાત — જાત ના અનુભવો આપવાના છે. જાત — જાત ના સંવાદો, જોક્સ, કવિતાઓ, ઉખાણા દ્વારા બાળકોને ભાષા માં ઓતપ્રોત કરવાના છે.

Whole language = whole life = n number of experiences.

  • વિવિધ ભાષાઓ વિવિધ ભાષા ધરાવે છે. જેમકે ગણિત ની ભાષા સંકેતો સાથે સંકળાયેલી છે. એવી જ રીતે વિજ્ઞાન અને બીજા વિષયો..
  • જેટલા વૈવિધ્ય પૂર્ણ અનુભવો એટલું ભાષા વૈવિધ્ય. આ ભાષા વૈવિધ્ય ‘શીખવાની’ ‘જરૂરિયાત’ ઊભી કરે છે અને નવા વિશ્વના દરવાજા ખુલ્લા કરે છે.
  • સામાની રીતે સ્કૂલોમાં ખૂબ ઓછા અનુભવો અને ભાષા વૈવિધ્ય જોવા મળે છે. શાળાઓ માં ફક્ત ચાર દીવાલો વચ્ચે બેસી ને જ કામ થાય છે. આ ઉમર માં શીખવાની પ્રક્રિયા બાળકોની પાંચ ઇન્દ્રિયો દ્વારા મહતમ રીતે થતી હોય છે. શાળા માં આ પંચ ઇન્દ્રિયો ને કોઈ પ્રકારના અનુભવો મળતા નથી જેથી શીખવાની પ્રક્રિયા રૂંધાય જાય છે. Whole language અભિગમ માં બાળકો ની ઇન્દ્રિયો ને પીએન મહતમ અનુભવો મળે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.
  • Whole language અભિગમ ફક્ત દ્વિતીય ભાષા શીખવા માટે નહીં પણ ‘શીખવાની’ નવી દિશાઓ ખોલવા માટે છે.

મોટા ધોરણો માં પણ આ અભિગમ ખૂબ ઉપયોગી થઈ શકે. મોટા ધોરણો માં પણ વૈવિધ્ય પૂર્ણ અર્થસભર અનુભવો આપી શકાય જેમકે :

  • 7 માં ધોરણ નો વિધ્યાર્થી છ્ઠ્ઠા ધોરણ માં ભણાવવા જાય.
  • મહેમાનો સાથે સંવાદો, વિવિધ પ્રકારના પ્રોજેકટ, પ્રવાસ
  • રોજનીશી લેખન, અનુલેખન, શ્રુત લેખન
  • વિજ્ઞાનના શબ્દો નો ઉપયોગ કરી ગુજરાતી વિષય ના પ્રશ્નો ના જવાબ આપવા જેવી પ્રવૃતિઓ.
  • ભાષાની રમતો અને કરામતો

Whole language અભિગમ એ holistic learning ની યાત્રાનો અભિન્ન અંગ છે.

--

--